ગૂમડા ચામડી પર પરસેવાને કારણે ચિકણું લેયર(સ્તર) થઈ જાય છે. અકળામણ આવે છે. આ સમયગાળામાં ચામડી પર ચણીબોરથી માંડી સોપારી જેટલા મોટાં ગૂમડાં થતાં હોય છે. સૌરાષ્ટ્રમાં આ પ્રકારની ગરમીને ઘામ કહે છે અને એટલે જ આ ઋતુ દરમિયાન થયેલા ગૂમડાને ધામીયા કહે છે.
ચામડી પરના વાળ-રુંવાટીના મૂળમાં એક પ્રકારનો ચેપ-ઈન્ફેક્શન થાય છે. એ ચેપથી આજુબાજુની ચામડી અને માંસમાં ગઠ્ઠો પેદા થાય છે. ચામડીની નીચેના ભાગે પસ-પરુ પેદા થાય છે.
શરૂઆતમાં આછા ગુલાબી રંગનું નાનું ગૂમડું જોવા મળે છે. તેમાં ધીમે ધીમે પરુ અને મૃતકોષો એકત્રિત થાય છે. બહારથી ગૂમડાના ઊંડાણનો ખ્યાલ આવતો નથી. તેનું ઊંડાણ ઘણીવાર બે ઇંચ જેટલું પણ હોઈ શકે છે. આ પ્રકારનાં ગુમડાં શરીરના કોઈપણ ભાગમાં જઈ શકે છે. ડાયાબિટીસના દર્દીઓને આ પ્રકારનાં ગૂમડાં ઝડપથી થાય છે.
ઉનાળાની ઋતુમાં આમ પણ દિવસમાં બે-ત્રણ વાર શાવર લેવા જોઈએ, નહાવું જોઈએ. ચિકાશને કારણે વાળના મૂળમાં ફંગસ-ચેપ ઝડપથી થાય છે અને ગૂમડાની શરૂઆત થાય છે, માટે આ દર્દમાં સ્વચ્છતાનું ખૂબ મહત્ત્વ છે. ગૂમડાના ભાગને સ્પર્શ ના કરવો અને તેને લીમડાનાં પાનથી ઉકાળેલા પાણીથી વારંવાર ધોવું જોઈએ.
ગૂમડું પૂરેપૂરું પાકે નહીં ત્યાં સુધી તેમાંથી પસ નીકળતું નથી અને દબાવવાથી દુ:ખાવો થાય છે. ગૂમડું ખૂબ મોટું થયું હોય તો ડોક્ટર પાસે ચેકો મૂકાવી પસ કઢાવી નાખવું જોઇએ અને નિયમિત ડ્રેસિંગ કરાવવું જોઈએ.
વધુ ગરમી, પરસેવો તેમજ ગંદુ પાણી, કાદવ વિગેરેથી અને અસ્વસ્છ ચામડીમાં આ રોગ ફેલાય છે. આમા નાની મોટી ફોલ્લીઓથી માંડીને પરૂવાળા ગુમડા કે પાણી ભરેલા ફોલ્લા થાય છે. ક્યારેક તાવ પણ આવે છે.
ગરમ અને ભેજયુક્ત પરિસ્થિતિઓ ગુમડા-ફુંસી ઉપયુક્ત હોય છે. આ જ કારણ છે કે ઉનાળામાં આ એક સામાન્ય સમસ્યા બની રહે છે. ફુરુન્ક્લેસનાં નામે ઓળખાતા આ ઇન્ફેક્શનમાં પ્રથમ તે સ્થાન લાલ થાય છે અને થોડાક દિવસ બાદ સફેદ થવા લાગે છે, કારણ કે ત્વચાની નીચે પરૂ એકત્ર થવા લાગે છે.
આ સમસ્યાથી બચવા માટે ત્વચા ની ચોખ્ખાઈ ખૂબ જ જરૂરી છે. એન્ટિબાયોટિક ક્રિમ અને અન્ટિ-સેપ્ટીક સાબુનો ઉપયોગ કરી શકાય છે. ચામડીના નિષ્ણાત કે બાળકોના ડૉક્ટરની સલાહ અવશ્ય લેવી. એવી કોઈ મર્યાદા નથી કે જે મુજબ કેરી ખાવાથી આપને ગુમડા-ફુંસી નથી થતા. હકીકતમાં કેરી ખાવાથી ગુમડા થતા જ નથી, પણ ઉનાળામાં બૅક્ટીરિયાનાં પ્રસારનાં કારણે આ સમસ્યાઓ થાય છે.
સિદ્ધયોગ સંગ્રહમાં ગુલાબી મલમનો ઉલ્લેખ છે, જેમાં રસકપૂર, કપૂર, ચંદનનું તેલ, સિંદૂર, પુષ્પાંજન અને સો વાર ધોયેલું ઘી મુખ્ય ઘટક ઔષધિઓ હોય છે. આ બધાના સમન્વયથી ગુલાબી મલમ તૈયાર કરવામાં આવે છે. આ મલમ ધામીયા પર લગાડવાથી ઝડપથી પાકી જાય છે. અને પસ-પરુ નીકળવા માંડે છે. કોટન-રૂથી પસ સાફ કરીને લીમડાના પાણીથી સાફ કરી મલમ લગાડી દેવો આનાથી ધામીયા ઝડપથી મટે છે.
શરીરમાં વધેલી ઉષ્માને શાંત કરવા લઘુવસંત માલતીની એક-એક ગોળી સવાર-બપોર-સાંજ લેવી જોઈએ.રાત્રે સૂતી વખતે એક ચમચી વિરેચન ચૂર્ણ લેવાથી શરીરની ગરમી ઝાડા વાટે નીકળી જાય છે. કાંચનાર ગુગળની બે-બે ગોળી ભૂકો કરીને સવારે-સાંજે લેવી. જેમને વારંવાર ગૂમડાં થતાં હોય તેઓ પણ આ ઉપચાર કરે તો હંમેશને માટે ફાયદો થાય છે.
ગરમ કરી શકાય તેવી ખાદ્યચીજો ન ખાવી જોઈએ, જેમ કે મરચાં-મસાલાથી ભરપૂર ભાજીપાંવ, દાબેલી ઉપરાંત એવી તીખી તળેલી ચીજો, ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, જેમાં ટામેટાં કે મેંદો વધારે આવતો હોય તેવી ચીજો આ ઋતુમાં ન ખાવી જોઈએ.
ગુમડા ઉપર રસવંતીનો લેપ કરી પાટો બાંધી રાખવાથી ગુમડું ફુટી જાય છે.સરગવાની છાલ ઘસીને ચોપડવાથી ગુમડું બેસી જાય છે.ઘઉંના લોટમા મીઠું અને હળદર નાખી પોટીસ બનાવી ગુમડા પર બાંધવાથી ગુમડું પાકીને ફુટી જશે.
બાફેલા કાંદામાં મીઠું નાખી પોટીસ બનાવી ગુમડા પર બાંધવાથી ગુમડું ફુટી જશે. ધંતુરના અથવા આંકડાના પાનની પોટીસ બનાવી ગુમડા પર બાંધવાથી ગુમડું પાકી જશે. લસણ અને મરી વાટી લેપ કરવાથી ગાંઠ, ગુમડાં પાકીને ફુટી જશે.
હળદરની રાખ અને ચુનો ભેગાં કરી બાંધવાથી ગુમડું ફુટી જશે. બાજરી બાફી પોટીસ બનાવી બાંધવાથી ગુમડાં સારાં થઈ જાય છે. કાંદાની કાતરી ઘી કે તેલમાં શેકી હળદર મેળવી પોટીસ કરી બાંધવાથી ગુમડું પાકી જશે. ઘા પર બાંધવાથી દર્દ મટે છે. બોરડીનાં પાન વાટી ગરમ કરી પોટીસ બનાવી બાંધવાથી ગુમડું પાકીને ફુટી જશે.
મરીનો બારીક પાઉડર કરી પાણી નાખી ઘુંટીને મલમ જેવું બનાવવું. એને ગુમડાં- ફોલ્લા પર ચોપડી રુ મુકી પાટો બાંધી દેવો. દરરોજ દીવસમાં એક વખત આ રીતે ગાઢો લેપ કરતા રહેવું. થોડા જ દીવસોમાં ફરક પડશે.
સરગવાની છાલનો ક્વાથ પીવડાવવાથી અને તેની છાલની પોટીસ બાંધવાથી લોહી વીખેરાઈને ગુમડું મટી જાય છે અથવા જલદી પાકીને ફુટી જાય છે.અંજીરની પોટીસ બનાવી ગુમડાં પર બાંધવી.ગાજર બાફી પોટીસ બનાવી બાંધવાથી ગુમડાં સારાં થાય છે.
ઘીલોડીનાં પાનનો રસ અથવા પાનની પોટીસ બનાવીને બાંધવાથી ગુમડાની વેદના શાંત થાય છે અને ગુમડાં પાકીને ફુટી જાય છે.જામફળીના પાનની પોટીસ બનાવી બાંધવાથી ગુમડાં મટે છે.દુધીનો રસ કાઢી થોડા મધ કે સાકર સાથે ખાવાથી ગુમડાં મટે છે.નારંગી ખાવાથી ગુમડાં દુર થાય છે.
બાફેલી ડુંગળીમાં મીઠું મેળવી, પોટીસ કરી કાચા ગુમડા પર બાંધવાથી ગુમડાને પકવે છે અને રુઝવે છે.બોરડીનાં પાનને પીસી, ગરમ કરી, તેની પોટીસ બાંધવાથી અને વારંવાર તેને બદલતા રહેવાથી ગુમડાં જલદી પાકીને ફુટી જાય છે.
રીંગણાંની પોટીસ ગડગુમડ પર બાંધવાથી ગુમડાં જલદી પાકી જાય છે.લસણ અને મરી વાટી લેપ કરવાથી ગાંઠ, ગુમડાં, બાંબલાઈ વગેરે પાકીને જલદી ફુટે છે. તાંદળજાના પાનની પોટીસ બનાવી ગડગુમડ પર બાંધવાથી ગુમડું પાકીને જલદી ફુટી જાય છે.સીતાફળીનાં પાનની લુગદી બનાવી ગુમડા પર બાંધવાથી લાભ થાય છે.