આપણે બધા જાણીએ છીએ કે ગોળનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. જો ગોળનું સેવન કરવામાં આવે તો આરોગ્યને લગતા ઘણા ફાયદા થાય છે. શિયાળામાં ગોળ ખાવાથી આપણું શરીર સ્વસ્થ અને ફીટ રહે છે. એવા ઘણા લોકો છે જે ગોળની ચા પીવાનું પસંદ કરે છે અને કેટલાક લોકો એવા પણ છે જેમને ફક્ત ગોળ ખાવાનું પસંદ છે. ગોળમાં આયર્ન, પ્રોટીન, મેગ્નેશિયમ, પોટેશિયમ અને વિટામિન સી વધુ માત્રામાં મળી આવે છે જે આપણા શરીરને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે. તો ચાલો આજે આપણે જાણીએ ગોળના ફાયદાઓ વિશે.
લો બ્લડ પ્રેશર ધરાવતા લોકોને ગોળ ખાવાથી ખૂબ ફાયદો થાય છે. શરદી અને ફ્લૂમાં પણ ગોળ ખૂબ ફાયદાકારક છે.તે શરીરની અંદરથી ગરમી ઉત્પન્ન કરે છે જે ફલૂ સામે લડવામાં મદદ કરે છે.વધુ ફાયદા માટે ગોળને ગરમ દૂધમાં ભેળવીને પીવો. તમે ચા બનાવીને પી પણ શકો છો. ગોળ સંધિવા અથવા સાંધાના દુખાવામાં પણ રાહત આપે છે.
પીરિયડ્સનો દુખાવો ઘટાડે છે પીરિયડ્સના દુખાવાને ઘટાડવા માટે ગોળ કુદરતી ઉપાય તરીકે કામ કરે છે.પીરિયડ્સ દરમિયાન જે લોકોની મૂડ બદલાતી હોય છે તેમણે પણ ગોળ ખાવા જોઈએ.તે મૂડ સારો રાખે છે અને શરીરને રિલેક્સ કરે છે.કુદરતી મીઠાના નામથી ઓળખાતો ગોળ, તે ખાવામાં જ સ્વાદિષ્ટ નથી, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ એક ખજાના જેવો છે.
ગોળની ઉષ્ણતાને કારણે તેનો ઉપયોગ શરદી અને ખાંસીમાં રાહત આપે છે. ઠંડી દરમિયાન કાચો ગોળ ખાવાનું ટાળો, તેનો ઉપયોગ ચામાં અથવા લાડુ બનાવીને કરવો જોઈએ. આ સિવાય ગળામાં દુખાવો થવાને કારણે કર્કશ થવાની સમસ્યા હોય તો બે કાળા મરી, 50 ગ્રામ ગોળ તેની સાથે ખાવાથી આ સમસ્યા દૂર થાય છે અને ગળાને રાહત મળે છે.
ઘણા લોકોને સાંધા અને ઘૂંટણના દુઃખાવાનો સામનો કરવો પડતો હોય છે. તો આ પરેશાનીથી બચવા માટે પણ ગોળ ખાઈને ત્યાર બાદ ગરમ પાણીનું સેવન અવશ્ય કરવું જોઈએ. તેનાથી આ બંને સમસ્યાઓમાં રાહત મળે છે.ખૂબ વધુ થાક અને નબળાઈ અનુભવાવા પર ગોળનું સેવન કરવાથી એનર્જી લેવલ વધી જાય છે. ગોળ જલ્દી પચી જાય છે એટલે શુગરનું લેવલ પણ નથી વધતુ. જો રાત્રે જમ્યા બાદ સુતા પહેલા થોડો ગોળ ખાઈ લેવાથી ગેસ અને એસિડિટીની તકલીફ દૂર થઈ જશે.
ગોળ ચામડી માં હાજર ટોક્સીનને બહાર કાઢી નાખે છે જેનાથી ત્વચા માં ચમક આવે છે અને ચામડીના રોગો દુર થઇ જાય છે. દરરોજ રાત્રે ઊંઘવાથી પહેલા ગોળ ની સાથે ગરમ પાણી પીવાથી ત્વચા ને અનેક ફાયદા છે. તેનાથી ફક્ત ત્વચા પર નિખારની સાથેસાથે ત્વચા સંબંધી રોગ પણ મૂળથી દુર થઇ જશે.
ગાયના ઘી સાથે ગોળ ખાવાથી માઈગ્રેન અને સાદો માથાનો દુ:ખાવો દૂર થઈ જાય છે. સુતા પહેલા અને સવારે ખાલી પેટ 5 મિલીલીટર ગાયના ઘી સાથે 10 ગ્રામ ગોળ એક દિવસમાં બે વાર ખાઓ. માઈગ્રેન અને માથાના દુ:ખાવામાં આરામ મળે છે. દૂધ સાથે ગોળ લેવાથી શરીરમા હિમોગ્લોબીનની માત્રા વધે છે અને શરીર મા નવી ઉર્જા નો સંચાર થાય છે.છાશ સાથે,શિયાળા ની ઋતુ માં પરોઢ સમયે ગોળ અને છાશ સાથે લેવાથી શરીર ચુસ્ત બને અને શરીર ને નવી ઉર્જા પણ મળે છે.
જો ખાલી પેટ રોજ ગોળ અને ગરમ પાણીનું સેવન કરવામાં આવે તો શરીર પણ સારું રેહશે. ગોળ અને ગરમ પાણી શરીરમાં જામેલી ચરબીને ગળવાનું કામ પણ કરે છે. ગોળ અને ગરમ પાણીનું સેવન ખાલી પેટ કરવાથી ત્વચા અને માંસપેશીઓ મજબુત અને તાકતવર બને છે. તે લોહીને પણ શુદ્ધ કરે છે.
રાત્રે ખાધા પછી ગોળ ખાવાથી તમને ક્યારેય પણ ગેસ અને કબજિયાતની સમસ્યા થશે નહીં. જો તમને આ સમસ્યા છે તો આજ રાતથી જ ખાધા પછી ગોળ ખાવાનું શરુ કરી દો. ગોળ આપણી પાચનક્રિયાને મજબુત કરે છે. રોજ સવારે 1 ટુકડો ગોળનો ખાધા બાદ ગરમ પાણી પીવું જોઈએ. તેનાથી તમારું લોહી ઘણું શુદ્ધ અને સાફ થઇ જાય છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.