તમે શરીર ના આ કીમતી અંગ ની સમસ્યા નું કાયમ માટે સમાધાન ઈચ્છો છો તો અહી ક્લિક કરો.

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

વાળ એ આપના શરીર નું ખૂબ મહત્વ નું અંગ ગણી શકાય.સારા વાળ માણસ ની સુંદરતા માં ચારચાંદ લગાવી દે છે. પણ સતત ઊડતી ધૂળ અને વાતાવરણ માં ઉડતા જેરી તત્વો ને કારણે વાળ ખૂબ ખરાબ થઈ જાય છે.વાળ ને લગતી તમામ સમસ્યા ના સમાધાન માટે આમળા ખૂબ અસકીર ઔષધ ગણાય છે.

આંબળામાં વિટામિન સી, કેલ્શ્યિમ, આર્યન, કેરોટિન અને વિટામિન બી, ફાઇબર તેમજ કાર્બોહાઇડ્રેટ જેવા તત્વ ભરપૂર પ્રમાણમાં રહેલા છે. આંબળાનું તેલ ઘરે બનાવવું ખુબજ સરળ છે. અને એને બનાવવામાં ખાલી બે જ વસ્તુની જરૂર પડે છે. તેમજ આ તેલ બનાવવામાં વધારે સમય પણ નથી લાગતો.

ઘરે બનાવેલું તેલ આખા વર્ષ સુધી સ્ટોર કરી શકો છો. આંબળાનું તેલ આપણા વાળ માટે ખુબજ ફાયદાકારક છે. જો કોઈના વાળ ખરતા હોય અને જેના વાળ પાતળા હોય એના માટે આ ખુબજ ફાયદાકારક છે.

બનાવવાની રીત :

200 ગ્રામ આંબળા,200 ગ્રામ કોપરેલ.

સૌથી પહેલા આંબળાને સારી રીતે ધોઈ લેવાના છે. તેમજ તેલ બનાવવા માટે લાઈટ ગ્રીન કલરના આંબળા લેવાના છે. અને તેના મીડીયમ સાઈઝના ટુકડા કરી લેવાના છે. અને જેટલા આંબળા લઈએ તેટલું કોપરેલ લેવાનું છે.

હવે આંબળાને મિક્ષરના જારમાં નાખી તેને ક્રશ કરી લેવાનું છે. ક્રશ કર્યા બાદ એને કોપરેલમાં એડ કરી દેવાનું છે. એને સ્લો ટુ મીડીયમ ગેસ ઉપર ગરમ કરવા મૂકી દેવાનું છે. તમારે થોડી થોડી વારે એને હલાવતા રહેવાનું છે. ધીરે ધીરે તેલ ઉપર આવવા લાગશે અને તે ઉકળવા લાગશે.

ધીમે ધીમે જે આપણે આંબળાનો ભુક્કો કરીને નાખ્યો છે, એ ગોલ્ડન બ્રાઉન થઇ જશે. જયારે તે ગોલ્ડન બ્રાઉન કલરનો થાય એટલે ગેસ બંધ કરી દેવાનો છે. આને ગેસ ઉપર ગોલ્ડન બ્રાઉન થતા લગભગ 20 મિનિટ થઇ જાય છે. અને એ ઠંડુ થઇ જાય એટલે આપણે એને કોટનનું કપડું લઈને એને ગાળી લેવાનું છે. તેને ગાળીને એકદમ ઠંડુ થઇ જાય એટલે એને એક કાચની બોટલમાં ભરીને એક વર્ષ સુધી સ્ટોર કરી શકીયે છીએ.

આ તેલમાં કુદરતી સુગંધ રાખવી હોય તો રાખી શકાય. અથવા તો માર્કેટમાં કલર અને સુગંધ આવે એવી બોટલ પણ મેડીકલ સ્ટોરમાં મળતી હોય છે.

તેનાથી થતાં ફાયદા

જો  વાળ વધારે ડ્રાય હોય તો દરરોજ આબળા નું તેલ લગાડો અને વાળને પૂરતુ પોષણ આપો, તેનાથી વાળ ડ્રાય થતાં બંધ થઇ જશે.

આબળા ના તેલ ની સારી રીતે મસાજ કરવાથી વાળ સુંવાળા તેમજ મુલાયમ અને ચમકદાર બને છે. આમ કરવા થી  માાથા માં  લોહીનું ભ્રમણ પણ સારું થાય છે.  જો માાથા ની ત્વચામાં ખોડા ની સમસ્યા હશે તો તેનાથી પણ છુટકારો મળી જાય છે.

વાળમાં તેલ પડ્યું રહેવા થી તેમાં સીધી ગંદકી લાગતી નથી, પરંતુ તેલ વાળા વાળમાં જ ગંદકી ચોંટી જાય છે. તેના કારણે વાળને ધોવાી તેની સો ગંદકી નિકળી જાય છે. અલ્ટ્રાવાયોલેટ કિરણોની પણ વાળ  પર અસર પડતી નથી.

વાળમાં નિયમિત આમળા નું તેલ લગાવવાી તે જલ્દીથી સફેદ થતાં નથી. દરરોજે રાતે ૧૦ મિનીટ સુધી વાળમાં તેલ નાખીને મસાજ કરવાી વાળના મુળિયાને પૂરતું પોષણ મળે છે.

વાળમાં આમળા નું તેલ નાખવા થી વાળમાં પ્રોટીન મળે છે.  તેનાથી વાળ મજબૂત બને છે. બદામનું તેલ, આંબળાનું તેલ તેમજ સરસિયાનું તેલ નાખવાી વાળ સારા થાય છે.

જે છોકરીઓને લાંબા વાળ ની  શોખિન છે. તો તેમણે સૌથી પહેલા વાળને મજબૂત બનાવો અને આબળા નું  તેલ લગાવીને વાળ ને પોષિત કરો.

આ તેલને નાહ્યા નાં એક કલાક પહેલા લગાવવાનું છે. અને જો તમે ઈચ્છો તો તેને આખી રાત પણ લગાવીને રાખી શકો છો. આ તેલને વાળ ના જડ થી લઈને આખા વાળમાં લગાવવાનું રહેશે. અને જો ઉનાળો હોય તો વાળાને નોર્મલ પાણીથી ધોવા અને શિયાળો હોય તો થોડા ગરમ પાણી માં વાળાને ધોવા.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top