હંમેશા ઘરમાં વરસાદની સીઝનને કારણે મચ્છ, માખી કે ગરમીમાં દિવાલ પર ગરોળી નીકળતા દેખાય છે. અનેક લોકો તેને જોઈને મોઢું ફેરવી લે છે. તો કેટલાક લોકો આ જંતુને જોઈને ડરી જાય છે. ઘરમાં મચ્છર આવી જાય તો ન તો શાંતિથી બેસી શકાય છે કે ન તો ઉંઘી શકાય છે. તો જો વંદાની વાત કરી તો તેઓ કિચનમાં ગંદકી ફેલાવે છે. જેનાથી તમને અનેક પ્રકારની બીમારીઓ પણ થઈ શકે છે.
કિચનમાં ફરનારા વંદા અનેક બીમારીનું કારણ બની શકે છે. આવામાં તેને ભગાવવા માટે લસણ, ડુંગળી અને કાળા મરીને બરાબર માત્રામાં લો અને તેની દળીને પેસ્ટ બનાવી લો. તેને એક બોટલ પાણીમાં નાંખીને ઘોળી લો. આ મિશ્રણને એવી જગ્યાએ છાંટો જ્યાં વંદા સૌથી વધુ આવતા-જતા હોય.
મોર પંખને ગરોળી ભગાવવા માટે બહુ જ કારગત માનવામા આવે છે. જૂના જમાનામાં લોકો મોર પંખને પોતાના ઘરની દિવાલ પર લટકાવતા હતા. આ ઉપરાંત તમે નેપ્થલીન બોલ્સની મદદથી ગરોળી ભગાવી શકો છો. એક લીંબૂ લો બન્ને ટુકડા જુદા-જુદા કરો અને ટુકડામાં 10-15 લવિંગ દબાવી દો. મચ્છર કે માખી નજીક આવવાની હિમ્મત પણ નહી કરશે.
વિનેગરથી પણ માખીને દૂર કરી શકાય છે. તે માટે પાણીમાં વિનેગર અને ડિર્ટજેટ નાખી પોતું કરવાથી માખી ઘરની બહાર જતી રહે છે. લીલા મરચાંને પાણીમાં ડુબાડીને રાખો અને આ પાણીને ત્યાં સ્પ્રે કરો જ્યાં તમારે માખીઓ વધારે હોય છે બસ આમ કરવાથી માખીઓ દૂર જતી રહે છે.
પ્રકૃતિ ના વાતાવરણ માં અનેક પ્રકારના જીવજંતુ નો નિવાસ હોય છે. મચ્છર પણ એક એવો જ જીવ છે. જે બહુ નાનો છે પરંતુ બહુ વધારે ખતરનાક. મચ્છર નો પ્રકોપ કોઈ આતંક થી ઓછો નથી હોતો.
મચ્છર તે જગ્યાઓ માં વધારે મળે છે જ્યાં ભેજ અને ગરમી વધારે હોય. આ કારણ છે કે ભારત જેવા દેશ માં સૌથી વધારે મચ્છર મળે છે. મચ્છરો નો સૌથી વધારે પ્રકોપ વરસાદ ની ઋતુ માં રહે છે.
કપૂર ના પ્રયોગ થી મચ્છરો નો અંત પણ કરી શકાય છે. મચ્છરો ને ભગાડવા છે તો એક વાટકી પાણી માં કપૂર નાંખીને રૂમ ના કોઈ ખૂણામાં રાખી દો. તેના કેટલાક જ સમય પછી તેમાંથી ઉઠવા વાળા ધુમાડા થી મચ્છર દુર ભાગશે. આ રીતે ઘણા દિવસો સુધી અજમાવો તો મચ્છર થી છુટકારો મળી શકે છે.
સાંજ થવાથી પહેલા ઘર ની તે બધી બારીઓ બંધ કરી લો જ્યાં થી મચ્છરો ને આવવાનો રસ્તો છે. પોતાના શરીર ને પૂરી રીતે ઢાંકી લો. રાત એ ઉંઘવાથી પહેલા મચ્છરદાની લગાવી લો.
તુલસીનો છોડ લગાવવાથી પણ ઘરમાં માંખીઓ નજર આવતી નથી. જેથી તમારા ઘરમાં તુલસીનો છોડ જરૂરથી લગાવો.પાણીમાં કાળી મરીનો પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી દો . તેને એક સ્પ્રે બોટલમાં ભરીને ઘરના ખૂણાઓમાં છાંટી દો.
ડુંગળીની સુગંધથી પણ ઉંદર દૂર થઇ જાય છે. ડુંગળીની સ્લાઇસ કટ કરીને ઉંદરે જ્યાં ખાડા કર્યા છે. ત્યાં રાખી દો.ઘરમાં ઉંદર દેખાઇ રહ્યા છે તો તેને કોટન (રૂ) પર પેપરમિન્ટ ઓઇલ લગાવીને તેને ઉંદરે જ્યાં ખાડા કર્યા છે ત્યાં મૂકી દો.