ગુજરાતમાં ઔષધિય વૃક્ષો અને છોડ લૂપ્ત થતા જાય છે તેમાં ગેંગડા નામની વનસ્પતિનો પણ સમાવેશ થાય છે.મીંઢળ અને કદમને મળતી આવતી આ વનસ્પતિ એક સમયે દક્ષિણ ગુજરાતમાં તાપી નદીના સૂકા ભેજવાળા જંગલોમાં વિશેષ જોવા મળતી હતી.જે આજે કયાંક છુટીછવાઇ ઉગેલી જોવા મળે છે.આવા અમૂલ્ય વૃક્ષના આયુર્વેદિય ગુણોને અવગણવામાં આવવાથી વિલૂપ્ત થવાના આરે છે.ગેંગડા વૃક્ષનું કાચું લીલ્ંાુ ફળ ઠળિયા વિનાનું,સુવાળી છાલવાળુ ને લાંબુ અંડાકાર હોય છે. ફળનો સફેદ સ્વાદ વગરનો હોય છે.આ વૃક્ષને ફળ ફૂલ એપ્રિલથી સપ્ટેમ્બર માસ દરમિયાન આવે છે.
ગેંગડા વનસ્પતિના મૂળમાંથી તેના થડથી તદ્ન સ્વતંત્ર રીતે નવો ફણગો ફૂટતો હોય છે. વનસ્પતિશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર રુબિયાસીસ કૂળના આ વૃક્ષની ઉંચાઇ ૭.૫ મીટર અને તેનો ઘેરાવો ૧.૨ મીટર હોય છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગેંગડા વૃક્ષ પર આર્યુવેદિય શોધ સંશોધનો થયા ન હોવાથી તેનું વાનસ્પતિક અસ્તિત્વ ભૂંસાતું જાય છે.આ વૃક્ષ હિમ,અતિશય ઠંડી કે અનાવૃષ્ટીને પણ સહન કરી શકે છે.આથી વિપરીત સંજોગોનો સામનો કરીને પણ વૃધ્ધિ અને વિકાસ થાય છે.ગેૅગડાનો ઉપયોગ આર્યુવેદ અને યુનાની ઉપચારમાં થાય છે.
આર્યુવેદમાં ગેંગડાનું ફળ કફ તથા શરીરના આંતરીક અંગોમાંથી ઝેરી પદાર્થો દૂર કરનારુ માનવામાં આવે છે.પુખ્ત રોગી કે બાળ રોગી માટે ઉત્તમ પિતનાશક છે.મુત્રત્યાગ એટલે કે પેશાબની તકલીફમાં અકસિર ઇલાજ છે.નવાઇની વાત તો એ છે કે ગેંગડાનું કાચું ફળ સ્વાદ વગરનું મોળું હોવા છતાં તેનું એકલું શાક તથા અન્ય મિશ્રીત શાક સાથે સ્વાદિષ્ટ લાગે છે.આ ઉપરાંત કાચા બાફેલા ફળની કઢી અને રાઇતું પણ બનાવી શકાય છે.
ગેંગડાનું ફળ લાંબા સમય સુધી બગડતું ન હોવાથી તેનો ઉપયોગ દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં આહાર તરીકે ઉપયોગી થઇ શકે છે.આ વૃક્ષના પાનનો ઉકાળો શિયાળાની ઋતુમાં તંદુરસ્તી માટે લઇ શકાય છે.ગેંગડાના પાનનો ઉપયોગ ઢોર ઢાંખરના ચારા તરીકે પણ થઇ શકે છે.કાચકી ના બીજને દેશી ભાષામાં ગેંગડા પણ કહે છે તે દેખાવમાં મીંઢળ જેવું હોય છે. પહેલાના સમયમાં આ જંગલોમાં વધારે પડતા જોવામાં આવતી હતી. પરંતુ હવે તેમને બહુ ઓછી દેખાય છે.
ગેંગડાં ના બીજના તેલને કાચકી તેલ કહે છે. આ તેલ ચામડીના રોગ માટે ખૂબ જ ઉપયોગી છે. કાચકી ના પાન નો રસ દાદર પર ચોપડવામાં આવે છે. અને તેના બીને ઘસીને ખસ કે દાદર પર ચોપડવામાં આવે છે. જેને રક્તપિત ની સમસ્યા હોય તે તેની માટે ખૂબ જ ફાયદાકારક છે. ૧ થી ૩ ગ્રામ જેટલા બીજ ખાંડીને તેમાં મધ અને ઘી ભેળવી તેનું સેવન કરવાથી રક્તપિત્ત મટે છે.
આ ઉપરાંત પેટના રોગો માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તે માટે ગેંગડાંના બીજને પહેલા શેકી લો. ત્યારબાદ તેમાં સિંધવ મીઠું ભેળવી તેનું સેવન કરવાથી પેટના રોગોમાં રાહત મળે છે. આ ઉપરાંત તેનો ઉપયોગ માથાની ટાલ, દાંતની બીમારી, લકવો, વીંછીનું ઝેર, સુંદરતા, પેટના રોગો, હરસ મસા માટે ખૂબ જ ઉપયોગી છે.
ગેંગડાં ના મુળની છાલનો રસને મસા અને ભગંદર પર રેડવાથી તે તરત જ દુખાવો દુર થાય છે. આ ઉપરાંત તેના પાન અથવા તેની છાલને પાણી સાથે વાટીને પીવાથી હરસ મટી જાય છે. જો માથામાં ખોડો થવાની સમસ્યા હોય તો મીઠાના પાણીથી માથું ધોઈ ત્યારબાદ ગેંગ્ડા નુ તેલ નાખવાથી ખોડો દૂર થાય છે.
ગેંગડા નું દાતણ કરવાથી દાંત નો દુખાવો, પેઢાનો દુખાવો કે પેઢામાંથી લોહી નીકળતું હોય તો તેવી દરેક સમસ્યામાં રાહત થાય છે. આ ઉપરાંત દાંતને મજબૂત બનાવે છે. ગેંગડાનું તેલ ચામડી પર લગાવવાથી ચામડી ને લગતી દરેક સમસ્યાઓ જેવીકે ખસ, ખરજવું, કોઢ, ખંજવાળ વગેરે તરત જ દૂર થાય છે. ગેંગડાનો ઉપયોગ કફ દૂર કરવા માટે, પાચન શક્તિ વધારવા અને આંખો માટે ખૂબ જ લાભદાયી સાબિત થઇ છે.