ગળાનો દુખાવો અને કાકડાના સોજાથી છો પરેશાન, તો તરત જ અપનાવો આ ઘરેલુ ઉપચાર

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આજકાલ કોઈપણ સિઝન હોય ગળા સંબંધી સમસ્યાઓ મોટાભાગના લોકોને સતાવતી હોય છે. આ સાથે જ્યારે ગળું ખરડાઈ જાય, સતત ઇરિટેશન થાય, દુખાવો થાય અને કશું ખાવા-પીવાથી ખોરાક ગળેથી નીચે ઉતારતાં દુખાવો વધી જાય એ લક્ષણો બહુ સામાન્ય છે અને કોઈ પણને થઈ શકે છે, પરંતુ એની પાછળ સામાન્ય ઇન્ફેક્શનથી લઈને ટીબી સુધીનાં કારણો જવાબદાર હોઈ શકે છે.

ગળાની અંદર કાકડાની બે પેશી આવેલી હોય છે. જેમાંથી ગળામાં સતત પ્રવાહી ઝરતું રહે છે. જે શરીરને ઈન્ફેક્શનથી બચાવે છે. જ્યારે ઋતુઓના બદલાવ કે ખાણી-પીણીમાં ફેરફાર થવાથી આ પેશીઓમાં ઈન્ફેક્શન થઈ જાય છે. જેના કારણે કાકડામાં સોજો આવે છે અને દુખાવો થાય છે. કાકડા વધી જવાથી તે ગળાની અંદર ભરાવાનો અહેસાસ પણ થાય છે.

સામાન્ય રીતે તો કાકડા થવા પાછળ ઘણાં કારણો હોઈ શકે છે. પરંતુ કાકડા ની સમસ્યા મોટાભાગે ત્યારે થાય છે જ્યારે કાકડા કમજોર થવા લાગે છે. વળી જે લોકોને ઇમ્યુનિટી કમજોર હોય છે તે લોકો પણ તેનો શિકાર બને છે.

સાથોસાથ ખૂબ જ ગરમ તથા સ્પાઈસી ફૂડ ખાવાથી, ખૂબ જ ઠંડુ ખાવાથી અને મોઢાની યોગ્ય રીતે સફાઈ ન કરવાથી પણ કાકડા થવાનો ખતરો રહે છે. જો કે કાકડા થવા પાછળનું મુખ્ય કારણ જોવામાં આવે તો દુષિત ખાનપાન જ છે. જેના લીધે આપણા શરીરમાં એવા બેક્ટેરિયા પહોંચી જાય છે, જે કાકડા ની સમસ્યા ઉત્પન્ન કરે છે.

પાણીમાં લસણની કેટલીક કળીઓ સારી રીતે ઉકાળી લો. પાણી ઠંડુ થતા પછી તેને ગાળીને ગરારા કરો.  રોજ કોગળા કરવાથી તમને ખૂબ આરામ મળશે. ટૉન્સિલ્સની સમસ્યાથી મુક્તિ અપાવવા માટે લીંબૂ અને આદુનો ઉપયોગ કરો. લીંબૂનો રસ અને વાટેલુ આદુને પાણીમાં ઉકાળી કોગળા કરો. દર અડધા કલાલ પછી આવુ કરો.  તેનાથી જલ્દી આરામ મળશે. સંચળનો ઉપયોગ કરીને પણ ટૉન્સિલ્સથી છુટકારો મેળવી શકાય છે. ગરમ પાણીમાં સંચળ નાખીને કોગળા કરો. તેનાથી ગળાનો દુખાવો જલ્દી દૂર થાય છે.

ગરમ પાણીમાં થોડો લીંબૂનો રસ અને મધ નાખીને પીવો. તેનાથી ગળાનો દુ:ખાવો જલ્દી ઠીક થશે.  ટૉન્સિલ્સથી પરેશાન છો તો પાણીમાં બેકિંગ સોડા નાખીને કોગળા કરો. તેનાથી ગળાનુ ઈંફેક્શન દૂર થશે.  એક કપ ગરમ પાણીમાં અડધી ચમચી વાટેલી હળદર મિક્સ કરો. તેનાથી કાકડામાં જલ્દી આરામ મળશે.

અડધી ચમચી હળદરને લઈને મોઢામાં મૂકી દેવી. આ હળદર લાળ સાથે ગળામાં ઉતરશે. તેનાથી આ કાકળાની બીમારી પણ ઠીક થઈ જશે. એકવાર સારું થઈ ગયા પછી બીજીવાર આ બીમારી પણ નહીં થાય એટલી પ્રભાવશાળી છે આ હળદર. જો આ રીતે હળદરનું સેવન કરવું ન ગમતું હોય તો હુફાળા પાણી કે હુફાળા દુધમાં મિક્સ કરી લઈ શકાય.

કાકડા લુબ્રિકેટ કરવા માટે, કુંવાર પાંદડાઓનો તાજી સ્ક્વિઝ્ડ કરેલો રસ અને 1/2 કુદરતી મધનો 1/3 મિશ્રણ તૈયાર કરવામાં આવે છે. મિશ્રણ ધીમેધીમે ભળીને રેફ્રિજરેટરમાં સંગ્રહિત કરવામાં આવે છે. ઉપયોગ કરતા પહેલા, ઔષધીય રચના 38-40 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ હોવી જ જોઇએ.

લાકડાના અથવા પ્લાસ્ટિકના સ્પેટુલા સાથે, રચનાને કાળજીપૂર્વક દિવસમાં 1-2 વખત વ્રણ કાકડા પર લાગુ કરવામાં આવે છે, જમ્યાના ઓછામાં ઓછા 2 કલાક પહેલાં. દરરોજ બે અઠવાડિયા સુધી સારવારનું પુનરાવર્તન કરો. પછી પ્રક્રિયા દર બીજા દિવસે કરવામાં આવે છે.

દિવસમાં ૨ વખત એક એક ગ્લાસ બીટનું જ્યુસ પીવાથી કાકડા ખૂબ જ જલ્દી ઠીક થઈ જાય છે. બીટના જ્યૂસમાં ૧ આમળું, ૧ ટમેટુ અને ૧ લીંબુ પણ ઉમેરીને પી શકો છો. ગાજર માં બેક્ટેરિયા નષ્ટ કરવાની ક્ષમતા હોય છે. તેના સેવનથી શરીરમાં વિટામીન A ની ઉણપ પણ પૂરી કરી શકાય છે. કાકડાની ઠીક કરવા માટે રોજ ગાજરનું એક ગ્લાસ જ્યૂસ પીવું જોઈએ. તેના સારા પરિણામ માટે તમે સવારે અને સાંજે બંને સમયે જ્યુસ પી શકો છો.

૧ લીટર પાણીમાં ૩ ચમચી મેથીદાણા નાખીને તેને અડધો કલાક સુધી ઉકાળો. પછી તેને કાઢીને દિવસમાં દર ૨ કલાકે ગરારા કરો. તે બંધ ગળાને પણ ખોલવાનું કામ કરે છે.

કાકડામાં શેરડી નો જ્યુસ ખૂબ જ અસરદાર છે. જ્યુસમાં ૧ ચમચી હરડે પાવડર ઉમેરીને લેવાથી તે વધારે ફાયદાકારક સાબિત થાય છે. આ જ્યુસને ઓછામાં ઓછું દિવસમાં ૨ વખત પીવું જોઈએ. તેના સેવન બાદ ૧ કલાક સુધી કંઈપણ ખાવું પીવું જોઈએ નહીં.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top