Breaking News

જો તમે પણ ફ્રીજમાં મુકો છો આ વસ્તુને તો થઈ જાવ સાવધાન થઈ શકે છે ગેસ, એસિડિટી અને પાચન ના અનેક રોગો

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

મોટા ભાગની મહિલાઓ બજારમાંથી ફળ અને શાકભાજી લાવીને તેને ફ્રીઝમાં મૂકી દે છે, જેથી તે ફ્રેશ રહે. જો તમારા ખાવામાં કોઇ વસ્તુ વધી હોય તો તેને પણ ફ્રીઝમાં સ્ટોર કરવામાં આવતી હશે, જેથી બાદમાં તે ખાઇ શકાય, પરંતુ તમને ખ્યાલ નહીં હોય કે ફ્રીઝમાં સ્ટોર કરેલી વસ્તુ તમારું આરોગ્ય બગાડી શકે છે.

કેટલીક વસ્તુઓ એવી છે, જે ફ્રીઝમાં રાખ્યા બાદ તમારા હેલ્થને તો બગાડશે જ, પરંતુ તેને ‌ફ્રીજમાં રાખવાથી તેનો સ્વાદ પણ ઘટી જશે. મહિલાઓ સામાન્ય રીતે ટામેટાંને ફ્રીઝમાં સ્ટોર કરીને રાખે છે, તેમાં પાણીની માત્રા ઓછી હોય છે. તેથી ઠંડા તાપમાનમાં ઝડપથી ખરાબ થઇ જાય છે. ફ્રીઝમાં રાખેલાં ટામેટાંનો રંગ બદલાઇ જાય છે. આવાં ટામેટાંનો ઉપયોગ શાક બનાવવા માટે કરવામાં આવે તો હેલ્થ બગડે છે.

મધને ફ્રીઝમાં રાખવાથી તેમાં ક્રિસ્ટલ બનવા લાગે છે અને જામી પણ જાય છે. તમે જ્યારે તેને જમવામાં યુઝ કરો છો તો તેનો સ્વાદ પણ આવતો નથી. મધને રૂમ ટેમ્પરેચર પર રાખવું જ યોગ્ય છે. ગરમીની ‌સિઝનમાં તરબૂચ ખાવાનું દરેકને પસંદ પડે છે, પરંતુ તેને ઠંડું કરવા માટે લોકો તેને ‌ફ્રીઝમાં સ્ટોર કરે છે, તેમાં રાખેલ તરબૂચ ખાવાથી તેમાં રહેલાં પૌષ્ટિક તત્ત્વો ખતમ થઇ જાય છે.

પેટમાં દુઃખાવો, ગેસ ની સમસ્યા, અપચો, પાચનશક્તિ નબળી પાડવી કબજિયાત વગેરે સમસ્યાઓ ઉદભવે છે માટે વાસી ભોજન નું સેવન ક્યારેય પણ ના કરવું જોઈએ. આ ઉપરાંત ઇમ્યુનીટી સિસ્ટમ નબળી પડવા પાછળ પણ આ વાસી ખોરાક જવાબદાર છે. આ ઉપરાંત વાસી આહારનું સેવન કરવાથી તમને આળસ અને થાક ની સમસ્યા ઉદ્દભવી શકે.

ભોજન ગ્રહણ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય પોષકતત્વો પ્રાપ્ત કરવાનો હોય છે પરંતુ, આ વાસી આહાર તમને નિર્બળ બનાવી દે છે જે તમને આળસ અને થાકોડો અપાવે છે. જો તમે બ્રેડને ફ્રીઝમાં સ્ટોર કરતાં હો તો તે તમારા હેલ્થ માટે ખતરનાક છે. ફ્રીઝમાં રાખવાથી બ્રેડ સુકાઇ જાય છે અને તેનો સ્વાદ પણ બદલાઇ જાય છે. તે આરોગ્ય માટે હાનિકારક છે. ઠંડા તાપમાનમાં બટાકા રાખવાથી તેમાં રહેલ સ્ટાર્ચ શુગરમાં પરિવર્તિત થઇ જાય છે, જે પેટમાં કેટલીક સમસ્યાઓ ઊભી કરે છે. જો તમે ડાયા‌બિટીસના દર્દી હો તો ભૂલથી પણ ફ્રીઝમાં રાખેલા બટાકા ન ખાઓ.

કોફીને ફ્રીઝમાં રાખવાથી તેની બધી ફ્રેશનેસ ખતમ થઇ જાય છે, સાથે-સાથે તેની સુગંધ પણ જતી રહે છે. ત્યારબાદ ઘણી બીમારીઓનું કારણ બને છે. કેળાંને નોર્મલ ટેમ્પરેચર પર જ રાખવાં જોઇએ. ફ્રીઝમાં રાખવામાં આવતાં કેળાં ઝડપથી કાળાં પડવા લાગે છે. કેળાંને રૂમ ટેમ્પરેચર પર પ્લા‌સ્ટિકની પોલી બેગમાં ઢાંકીને રાખો.

ડુંગળીને લસણની જેમ ફ્રિજમાં રાખવી જોઈએ નહીં. આ કરવાથી ફ્રિજ દુર્ગંધ મારવાનું શરૂ કરે છે. બીજા ફ્રિજમાં રાખવાથી ડુંગળી ઝડપથી ઓગળી જાય છે. તેને બહાર અંધારાવાળી જગ્યાએ સંગ્રહિત કરો.

લીંબુ જેવા સાઇટ્રિક એસિડ ધરાવતા ફળો નીચા તાપમાને અનુરૂપ નથી. તેમની ત્વચા પર ડાઘ પડવા લાગે છે અને તે બેસ્વાદ બની જાય છે. ઘણાં ઘરોમાં સફરજન ફ્રિજમાં રાખવામાં આવે છે. આલૂ, પ્લમ અને ચેરી જેવા બીજના ફળ પણ રેફ્રિજરેટરમાં રાખવા જોઈએ નહીં. નીચા તાપમાને તેમાં હાજર ઉત્સેચકો સક્રિય બને છે અને ફળો ઝડપથી પાકે છે.

100 માંથી 99 લોકો રોટલીને ફ્રિજમાં રાખવાની ભૂલ કરે છે. રોટલી ફ્રિજમાં રાખવાથી સૂકાઈ જાય છે.લોટ બાંધીને ફ્રીઝમાં રાખવાથી ફ્રિજ ના હાનિકારક કિરણો તેને અસર કરે છે અને તેમાં પ્રવેશ કરે છે જેના લીધે લોટ ખરાબ થઈ જાય છે. જ્યારે આવા લોટમાંથી બનાવેલી રોટલી ખાઇએ ત્યારે બીમારીઓ થવાના ચાન્સ વધી જાય છે. અને ક્યારેક વાસી લોટમાં આથો આવી જાય છે જેના હિસાબે તમે બીમાર પણ થઈ શકો છો અને ક્યારેક આ લોટ જીવલેણ પણ બની જાય છે.

 

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Check Also

માત્ર આ એક ચમચી ચૂર્ણથી કાયમ માટે ડાયાબીટીસની દવા અને ઇન્જેકશનથી છુટકારો, 100% અસરકારક અને અનુભવસિદ્ધ ચૂર્ણ

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો. આજકાલ ઘરેઘરે ડાયાબિટીસનો રોગ સામાન્ય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!