ડુંગળી અને લસણ ના પોષકતત્વો કરતાં પણ વધુ તેની છાલ માં ઘણા છુપાયેલા છે. આજે દરેક ના ઘર માં શાકભાજીની છાલ કાઢી તેને ફેંકી દેવામાં આવે છે.પણ એમને એ ખબર નથી હોતી કે આ છાલમાં વિટામિન એ, સી, ઈ અને એંટીઓક્સીડેંટ્સ જેવા પોષક તત્વો હોય છે.આવી રીતે જ ઉપયોગી છે ડુંગળી અને લસણની છાલ પણ.
લસણ આરોગ્ય માટે ફાયદાકરી છે.આ તો દરેક જાણે જ છે. એંટીઓક્સીડેંટથી ભરપૂરા અંકુરિત લસણ પણ ફાયદાકારી છે. અંકુરિત લસણનો સેવન દિલ માટે ફાયદકારી છે. આ લોહીના નિર્બાધ સંચાર અને હૃદય સુધી લોહીને સરળતા થી સંચારિત હોવામાં મદદગાર હોય છે. એંટીઓક્સીડેંટથી ભરપૂર હોવાના કારણે આ તણાવ રહિત રાખવામાં મદદગાર છે સાથે જ ત્વચાને કરચલીઓથી બચાવીને જવાન બનાવી રાખવામાં સહાયક હોય છે.
ડુંગળી લોહીની ગાંઠને ઓગાળે છે, આથી હૃદય અને મગજની ગાંઠમાં થતા થ્રોમ્બોસીસના હુમલા સામે રક્ષણ આપે છે. આ ગુણ કાચી ડુંગળીના છે. ડુંગળી જઠરાગ્નિ પ્રદીપ્ત કરી પાચનશક્તિ વધારે છે. તે કફનાશક છે, પૌષ્ટીક, શક્તિપ્રદ, સ્નિગ્ધ, ગુરુ, તીખી અને મધુર છે. ડુંગળી ની છાલ યકૃતને ઉત્તેજીત કરે છે, હૃદયની ગતિ સમ્યક કરે છે, શરીરની સાતેય ધાતુઓને બળ આપે છે. થાક દુર કરે છે.
સાંધાનો દુખાવો દૂર કરવા માટે ડુંગળીની છાલ ઉપયોગી છે. એક પેનમાં એક કપ પાણી ઉકાળી તેમાં ડુંગળીની છાલ ઉમેરવી. તેને બરાબર ઉકાળી અને પાણી ગાળી લેવું. તેનું સેવન કરવાથી સ્નાયૂ અને સાંધાની તકલીફ દૂર કરવા માં મદદ કરે છે . ડુંગળીની છાલકનુ પાણી કેન્સરને ફેલાતું પણ અટકાવે છે. ડુંગળીની છાલ પ્રાકૃતિક હેર ડાયનું કામ કરે છે. તેનાથી વાળ કુદરતી રીતે કાળા થાય છે. અને ચમકીલા પણ થઈ જાય છે. તેના માટે ડુંગળીની છાલને 4થી 5 કપ પાણીમાં ઉકાળવી. શેમ્પૂ કર્યાબાદ આ પાણીથી વાળને ધોવાથી ફાયદો થાય છે.
ડુંગળીથી મૅલેરીયા સામેની રોગપ્રતિકાર શક્તિ વધે છે. આથી યુરોપ-અમેરીકામાં ગરમ ગરમ ઓનીયન સૂપ પ્રચલિત છે. અનુકુળ હોય તેમણે પરમ ગુણકારક ડુંગળીને આહારમાં સ્થાન આપવું. ડુંગળી તીક્ષ્ણ હોવાથી શરદી, મુર્ચ્છા કે ગરમીના કારણે માથું દુ:ખતું હોય તો તે એનાથી મટે છે. વાઈના રોગમાં ડુંગળીના રસનાં ટીપાં નાકમાં નાખવાથી સારું પરીણામ મળે છે. કૉલેરામાં ૧ કપ રસમાં ચપટી હીંગ, વરીયાળી અને ધાણા ૧-૧ ગ્રામ મેળવી પીવાનું ચાલુ રાખવું જોઈએ.
લસણ અને ડુંગળીની છાલમાં ફેનાઈલપ્રોપાનોઈડ એંટીઓક્સીડેંટ હોય છે. તે બન્ને સ્વાસ્થ્ય માટે લાભકારી હોય છે. આ તત્વ એજિંગની પ્રોસેસને ધીમી કરે છે. અને કોલેસ્ટ્રોલને ઘટાડવા માં પણ મદદ કરે છે.આ તત્વ કાર્ડિયોવસ્કુલર સ્વાસ્થ્યમાં પણ સુધારો કરે છે. લસણ અને ડુંગળીની છાલનો ઉપયોગ આ રીતે પણ કરી શકાય છે. આ છાલને શેકી અને તેને પાવડર ત્યાર કરી લેવો. આ પાવડરનો ઉપયોગ વાનગીનો સ્વાદ વધારવા માટે કરી શકાય છે. આ પાવડર પણ વાનગીમાં ડુંગળી અને લસણનો સ્વાદ લાવશે.
જે લોકોને ઊંઘ ન આવતી હોય તેમના માટે પણ ડુંગળીની છાલ ઉપયોગી સાબિત થાય છે. સૂતા પહેલા ડુંગળીની છાલને ઉકાળેલું પાણી પીવાથી સારી ઊંઘ આવે છે. તેનાથી મસ્તિષ્કને આરામ મળે છે અને ઊંઘ પણ સારી આવે છે. ભાત બનાવવામાં આ છાલનો ઉપયોગ કરી શકાય છે. તેનાથી ચોખાના પોષક તત્વોમાં પણ વધારો થશે. આ છાલને ભાત સાથે ખાવાની જરૂર નથી. પરંતુ ભાત તૈયાર થઈ જાય ત્યારબાદ તેને તેમાં કાઢી લેવી. આમ કરવાથી ભાતમાં પણ ફ્લેવર વધી જશે.
ડુંગળીની છાલનો ઉપયોગ સૂપમાં પણ કરી શકાય છે. સૂપ બનાવતી વખતે તેમાં લસણ અને ડુંગળીની છાલ ઉમેરી દેવી. સૂપ તૈયાર થઈ જાય એટલે તેમાંથી છાલ કાઢી તેને સર્વ કરવું. તેનાથી સૂપનો સ્વાદ વધી જશે. લસણ અને ડુંગળીમાં એંટી ફંગલ ગુણ હોય છે. તેનાથી ખંજવાળ, એથલીટ ફુટની તકલીફો દૂર થાય છે. તેનાથી ચામડીના અન્ય રોગ પણ દૂર થાય છે.
પગમાં ચામડીની તકલીફ હોય તો 15થી 20 મિનિટ સુધી ડુંગળીની છાલ ઉકાળેલા પાણીમાં પગ રાખવાથી રાહત મળે છે.આ છાલને નો પાવડર બનાવી ને એરટાઈટ ડબ્બામાં ભરી સ્ટોર પણ કરી શકાય છે. લસણ તેમજ ડુંગળીના ફોતરામાં ફેનાઈલ પ્રોપાનોઈડ એન્ટી ઓક્સીડેંટ હોય છે. તે સ્વાસ્થ્ય માટે લાભદાયી હોય છે. તત્વ કાર્ડિયોવેસ્કુલર સ્વાસ્થ્યમાં પણ સુધારો કરે છે.