દેશ માં દર વર્ષે ન્યૂટ્રિશન વીક માનવામાં આવે છે. તેમા બધા જ ફૂડ વિશે ઘણી બધી જાણકારી પ્રાપ્ત થાય છે. અને હેલ્થી રહેવા ની ટિપ્સ પણ મળે છે. દૂધ પીવું બધાને પસંદ હોય છે, પરંતુ ક્રીમ કદાચ જ કોઇને પસંદ હશે. કેટલાક લોકો વસાથી ડરે છે એટલા માટે ક્રીમ ખાવાથી બચો.
ડાયટ માં મલાઈ સામેલ કરવી જોઈએ ફેટી ફૂડ્સ જેમ કે ચીજ, માખણ, અને મલાઈ ને હર્દય રોગ નું કારણ માનવામાં આવે છે. પણ હાલ માં થયેલા એક અધ્યયન થી એ વાત જાણવા મળી છે કે જે ડાયટ માં સ્ટાર્ટડ ફેટ વધારે હોય છે અને તે ખરેખર માં સ્વાસ્થ્ય ને લાભ કરતાં હોય છે.
મિત્રો દરરોજ દૂધ માં 2-3 ચમચા મલાઈ નાખી ને જુઓ તેના પોતાના અલગ જ ફાયદા છે તેનાથી વજન નહીં વધે નૉર્વે ની યુનિવર્સિટી ઓફ બર્ગન એ હાલ માં જ ખુલાસો કર્યો છે કે પ્રાકૃતિક રૂપ થી હાઇ ફેટ વાળા આહાર જેમા કાર્બસ ઓછા હોય છે અને તેઓ બેડ કોલેસ્ટ્રોલ ની જગ્યા એ ગુડ કોલેસ્ટ્રોલ વધારે છે અને હર્દય રોગ નો ખતરો નથી રહેતો અને સૌથી મહત્વ ની વાત તેને વધુ પ્રમાણ માં ન લેવું.
મલાઈ પ્રાકૃતિક પ્રોબાયોટીક છે જે પાચન માટે સારી છે અને તેનાથી આતરડા સ્વસ્થ રહે છે તેમજ પ્રોટીન નો સારો સ્ત્રોત હોવા ની સાથે જ તે રોગો ને પણ રોકે છે જેવી રીતે ત્વચા પર લગાવાથી ચમક આપે છે, તેવી જ રીતે શરીર ની અંદર જવા થી શરીર ની અંદર ની ગંદકી ને દૂર કરે છે. જો સાંધા નો દુખાવો હોય તો મલાઈ થી સારું કોઈ લુબ્રિકંટ નથી અને તેનાથી સાંધા નો દુખાવો ઓછો થાય છે અને સાંધા ને સરળતા થી ચલાવી શકો છો.
પુરુષ ના સ્વાસ્થ્ય માટે મીશ્રી અને મલાઈ ને ખાવું ઉત્તમ માનવામાં આવે છે. જો રાત ના સૂતા પહેલા 2 ચમચી મલાઈ ખાધી તે એસિડ રિફલક્ષ ની તકલીફ થી રાહત આપે છે તેમજ વર્કઆઉટ પહેલા કઈ ખાવાનું જ હોય તો એક વાટકી ભરી ને મલાઈ ખાઈ શકો છો. તે પ્રોટીન નો સારો સ્ત્રોત માનવામાં આવ્યો છે.
દૂધ ની મલાઈ માં માત્ર 50 ગ્રામ મલાઈ માં વધારે પ્રમાણમા કેલ્સિયમ હોય છે જે ન તો ફક્ત હાડકાં માટે સારું હોય છે પણ નખ ને પણ સ્વસ્થ રાખે છે અને આ સાથે જ પ્રોટીન મસલ્સ માટે ખૂબ ફાયદાકારક છે. તેને ખાંડ વગર લેવી વધારે ઉત્તમ છે.
દૂધ ની મલાઈ માં લેક્ટિક ફેરમેન્ટેશન પ્રોબાયોટીક હોય છે અને આ સૂક્ષ્મ જીવ આતરડા ને હેલ્થી રાખે છે જેનાથી પેટ સાથે જોડાયેલા રોગ દૂર રહે છે અને આ ઉપરાંત તેમા વિટામિન ઇ અને પ્રોટીન હોય છે જે ઈમ્મુન સિસ્ટમ ને મજબૂત બનાવે છે અને રોગ સામે લડવાની ક્ષમતા વધારે છે.
દૂધ ની મલાઈમાં સારી ચરબી અને સારી કોલેસ્ટ્રોલ હોય છે અને જે હૃદય સંબંધિત તમામ રોગોની સારવાર કરવામાં અસરકારક છે જો કે.તે એકદમ સાચું છે કે મલાઇ નું વધારે પડતું સેવન તેનાથી વિરુદ્ધ આપણા શરીરને પણ નુકસાન પહોંચાડે છે. સવારે મલાઇ નું સેવન કરવું વધુ ફાયદાકારક રહેશે તેમજ જો તે નાસ્તામાં ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
દરરોજ સવારે 2 ચમચી મલાઇ નું સેવન કરવું સૌથી ફાયદાકારક છે અને એ જ રીતે રાત્રે સૂતા પહેલા તેનું સેવન કરવું તે ઘણું નુકસાનકારક સાબિત થઈ શકે છે કારણ કે મલાઈ માં હાજર પ્રોટીન રાત્રે પચાવવું મુશ્કેલ હોય છે કારણ કે રાત્રે શરીર બહુ સક્રિય નથી હોતું.
દૂધ ની મલાઈ મા લેક્ટિક આથો પ્રોબાયોટિક જોવા મળે છે જે આંતરડાને ગ્રીઝ કરે છે અને તે સ્વસ્થ બનાવે છે અને આટલું જ નહી પરંતુ મલાઇ ના સેવનથી શરીરને ડિટોક્સ પણ કરવામાં આવે છે. દરરોજ 2 ચમચી મલાઇ ખાવાથી ઘૂંટણની પીડાની સમસ્યા પણ દૂર થાય છે.