લોકો અવારનવાર દૂધીના શાકનું સેવન કરતા હોય છે, પરંતુ શાક બનાવતી વખતે તેઓ દૂધીની છાલ ઉતારીને શાક બનાવે છે. જો પરંતુ શું તમે જાણો છો દૂધીની છાલમાં ફોલેટ, વિટામિન સી, વિટામિન બી1, બી2, બી3, બી5, અને બી6, કેલ્શિયમ, આયર્ન, જસત, પોટેશિયમ, મેગ્નેશિયમ અને મેંગેનીઝ જેવા તત્વો હોય છે, જે તંદુરસ્ત શરીર માટે આવશ્યક તત્વો માનવામાં આવે છે. દૂધીની છાલ ચહેરાની સુંદરતા વધારવામાં અને સાથે સાથે તમારા શરીરને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે.
દૂધીની છાલના ફાયદા:
આજના સમયમાં લગભગ દરેકને ગેસની સમસ્યા હોય છે. આવી સ્થિતિમાં, દૂધીની છાલ ગેસની સમસ્યાઓ ઘટાડવામાં અસરકારક છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં ફાઇબર હોય છે, જે ગેસ, કબજિયાતને દૂર કરે છે.
જો કોઈ વ્યક્તિને હરસ-મસા (પાઈલ્સ) ની સમસ્યા હોય તો તેની સારવારમાં દૂધીની છાલ ખૂબ જ અસરકારક છે. આ માટે, દૂધીની છાલને કાપીને સૂકવી લો. હવે સૂકા છાલનો પાવડર બનાવી લો. હવે તેને દિવસમાં બે વાર ગરમ પાણી સાથે દરરોજ ખાઓ. તેનાથી હરસ-મસાની સમસ્યા ઓછી થશે.
ઘણી વખત ગરમીની ઋતુમાં લોકોના પગ બળી રહ્યા હોય છે. આ બળતરા ઘટાડવા માટે દૂધીની છાલનો ઉપયોગ ખુબ જ ફાયદાકારક છે. આ માટે સૌ પ્રથમ તમે દૂધીની છાલનો રસ તૈયાર કરો. ત્યારબાદ આ જ્યુસને અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવો. તેનાથી બળતરા ઓછી થશે. આ ઉપરાંત, દૂધીની છાલને પગના તળિયે લગાવી ભીના કપડાથી પાટો બાંધીને રાત્રે સુઈ જાવ આમ કરવાથી પગના ટાલિયા બળશે નહિ. જલ્દી છુટકારો મેળવવા છાલનું જ્યુસ પીય શકો છો.
આજના સમયમાં લોકો પોતાના ખરાબ વાળથી ખૂબ જ પરેશાન રહે છે. આવી સ્થિતિમાં વાળની સમસ્યાઓ ઘટાડવા માટે દૂધીની છાલનો ઉપયોગ કરી શકો છો. તેમાં રહેલા પોષક તત્વો જેવા કે ફોલેટ, વિટામિન બી, વિટામિન સી, કેલ્શિયમ, આયર્ન અને ઝિંક વાળને પોષણ પૂરું પાડે છે. આ માટે દૂધીની છાલ માંથી તૈયાર કરેલું હેર માસ્ક લગાવો.
તડકામાં કાળી થયેલી ત્વચામાં ગ્લો લાવી ચામડીનો રંગ નિખારવા માટે દૂધીની છાલને બારીક પીસી પેસ્ટ બનાવો. ત્યારબાદ એક બાઉલમાં બે ચમચી પેસ્ટ લઇ તેમાં એક ચમચી ચંદન પાવડર નાખી તેને ચહેરા પર લગાવો. તેને વીસ મિનિટ માટે રાખી પાણીથી ધોઈ લો. આ પ્રક્રિયાને અઠવાડિયામાં બે વાર કરવાથી ચહેરામાં ચમક આવી તરત જ ફેર જોવા મળશે.
[product id=”18140″]
દૂધીની છાલનો રસ ડાયાબિટીઝને નિયંત્રણમાં રાખે છે. તેથી 10-20 મિલી દૂધીની છળનો રસ 1 ચમચી આમળાના રસમાં ભેળવી અઠવાડિયામાં ૨ વાર લેવાથી ડાયાબિટીસના દર્દીની બ્લડ સુગર ઘટાડે છે અને ડાયાબિટીઝ સંબંધિત બળતરા, લોહીની ખોટ, સામાન્ય નબળાઇ વગેરેના તકલીફોને દૂર કરે છે.