Breaking News

કાશ્મીરી ઠંડક આપતું આ શક્તિશાળી ફળ છે 300થી વધુ રોગનું દુશ્મન, લોહી અને લીવરને કરી દેશે કાચ જેવા સાફ

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

શાસ્ત્રોમાં બીલીના ઝાડને ખૂબ જ શુભ ગણવામાં આવે છે. તેમાં આવતાં બીલીપત્ર શિવજીને અતિપ્રિય હોય છે. પણ તેમાં આવતું ફળ શરીર માટે ખૂબ જ ગુણકારી છે.  બીલી શરીરને ગરમીથી બચાવવાનું કામ કરે છે. ઉનાળાની ઋતુમાં સામાન્ય રીતે લોકો બીલાના શરબત બનાવીને પીવે છે. તેમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, ફાઇબર, પ્રોટીન અને આયર્ન જેવા પોષક તત્વો હોય છે.

બીલાના શરબતના ફાયદા:

તમને વારંવાર પેટની સમસ્યાઓ જેવી કે ગેસ, કબજિયાતની સમસ્યા, હરસ-મસામાં લોહી, પેટમાં ભારેપણું હોય તો તમારા માટે બીલાનું શરબત પીવું જોઈએ. બીલાનું શરબત ગરમીને શાંત કરે છે અને આ સમસ્યાઓથી રાહત આપે છે. અડધી ચમચી બીલીનું ચૂર્ણ પાણી સાથે મિલાવીને દિવસ માં બે વાર પીવાથી ડાયેરિયા માં 2-3 કલાકમાં જ ફાયદો થઇ જાય છે.

બીલીનું ચૂર્ણ બનાવવા માટે તાજા બીલી ના ફળ માંથી તેના પલ્પ ને કાઢી સૂકવીને તેનો પાવડર બનાવવો અને જયારે જરૂર પડે ત્યારે એક ગ્લાસ પાણીમાં એક ચમચી પીણાંનો પાવડર અને સ્વાદ મુજબ સાકાર અથવા મધ મિક્સ કરીને પીવું. બીલાનું શરબત વાત્ત-પિત્ત અને કફને સંતુલિત કરી તેનાથી થતા ૩૦૦થી વધુ અસાધ્ય રોગોથી બચાવે છે માટે ઓછામાં ઓછું 15 દિવસે એકવાર બિલના શરબતનું સેવન કરવું જોઈએ.

બીલીના ફળ માં એવા અનેક તત્વો રહેલા છે જે લોહીને શુધ્ધ કરે છે. લોહીમાં કોઈપણ પ્રકાર નો વિકાર થયો હોય તો તે પણ તેનું જ્યુસ પીવાથી મટી જાય છે, તેથી ચામડીના રોગ માટે તો બીલાનું શરબત રામબાણ ઈલાજ છે. બીલા ના પાવડર ઉપરાંત શરબત બનાવવાની બીજી રીત, તાજા બીલી ના ફળ માંથી તેના પલ્પ ને કાઢી લો. અને આખી રાત પાણીમાં પલાળી ને રાખો. સવારે તેને મેશ કરીને ખાઈ લો અથવા પાણી સાથે પી જાઓ.

અડધી ચમચી બીલીના પાંદડા ના ચૂર્ણ ને પાણી સાથે મિલાવીને સેવન કરવાથી કીડનીને લગતી દરેક સમસ્યામાં ખુબ જ ફાયદો થાય છે. બીલી ના ફળ માં એન્ટી ફંગલ, એન્ટી બેકટેરીયલ, ગુણો હોય છે. સાથે સાથે તેમાં બીટા કેરોટીન નામનું તત્વ પણ મળી રહે છે. જે લીવર ને કોઈપણ પ્રકાર ના સંક્રમણ થી બચાવે છે. વિટામીન C ની ઉણપ ને લીધે સ્કર્વી રોગ થાય છે. 

આ રોગ માં પેઢામાંથી લોહી નીકળે છે અને શરીર પર ચકામાં થઇ જાય છે. બીલી ના ફળ માં વિટામીન સી ભાત્રપુર માત્રામાં હોય છે જે આ બધી ઉણપ ને દૂર કરે છે અને ઈમ્યુંનીટી પણ વધારે છે. અડધી અથવા એક ચમચી “બેલગીરી ચૂર્ણ” ને પાણી સાથે મિલાવીને પીવાથી આ સમસ્યાથી છુટકારો મળે છે.

કોઈ વ્યક્તિ વજન ઓછું કરવા માંગે તો તેના માટે બીલાનું શરબત પીવું ફાયદાકારક છે. બીલામાં પુષ્કળ પ્રમાણમાં ફાઇબર હોય છે. તેને પીધા પછી ઘણી રાહત મળે છે અને પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. ઉનાળાની ઋતુમાં ઘણીવાર લોકો ડિહાઇડ્રેશનનો શિકાર બને છે. આવી સ્થિતિમાં, બીલાનું શરબત પીવું ખૂબ ફાયદાકારક છે. આ શરીરમાં પાણીની કમીને પૂરી કરે છે અને હીટ સ્ટ્રોકથી બચાવે છે.

જો કોઈ વ્યક્તિને હાઈ બીપી પ્રોબ્લેમ હોય કે કોલેસ્ટ્રોલ લેવલ વધારે હોય તો તેમના માટે બીલાનું શરબત ખૂબ જ ફાયદાકારક છે. ડાયાબિટીસના દર્દીઓ માટે બીલાનું શરબત ફાયદાકારક છે. તેમાં રેચક પદાર્થો હોય છે, જે રક્તમાં શુગરનાં સ્તરને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ થાય છે. 

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Check Also

માત્ર આ એક ચમચી ચૂર્ણથી કાયમ માટે ડાયાબીટીસની દવા અને ઇન્જેકશનથી છુટકારો, 100% અસરકારક અને અનુભવસિદ્ધ ચૂર્ણ

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો. આજકાલ ઘરેઘરે ડાયાબિટીસનો રોગ સામાન્ય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!