ગોળમાં આયરનની માત્રા વધુ હોય છે. ગોળમાં હિમોગ્લોબીન વધારવાની ક્ષમતા હોય છે તેથી ગોળનું દરરોજ સેવન કરવાથી ઘણા ફાયદો થાય છે. ગળ્યું ખાવાનો શોખ છે અને બીમારીઓના ડરથી તમે પોતાને કન્ટ્રોલ કરી રહ્યા છો તો ગોળ તમારા માટે ઘણો સારો વિકલ્પ છે. ગોળ ખાવાથી ઘણા લાભ થાય છે અને તે સ્વાસ્થ્ય માટે પણ હાનીકારક નથી હોતો. અને જો ગોળને દૂધ સાથે ખાવામાં આવે તો તે વધુ ફાયદાકારક નિવડે છે
ગોળ અને દુધમાં ઘણા મિનરલ્સ હોય છે, કે જે શરીરને હેલ્થી બનાવી રાખવામાં ઘણી મદદ કરે છે. અને ગોળમાં રહેલું આર્યન અને દુધમાં રહેલું કેલ્શિયમ માંસ-પેશીઓ અને સાંધામાં રાહત આપે છે. અને એટલે બન્ને સાથે લેવું સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયક હોય છે.
દુધમાં વધુ પ્રમાણમાં વિટામીન એ, બી અને ડી સિવાય કેલ્શિયમ, પ્રોટીન અને લેક્ટિક એસિડ હોય છે. તો, ગોળમાં વધુ પ્રમાણમાં સુક્રોઝ, ગ્લુકોઝ અને ખનીજ તત્વ હોય છે. જે ડાઈઝેશન સિસ્ટમને સારી રાખે .ગોળ પાચન તંત્રને બીમારીઓથી બચાવે છે. તેથી ખાવાનું જલ્દી પચી જાય છે અને પેટમાં ગેસ થવા દેતો નથી.
ખાસ કરીને ઠંડીમાં થતી પેટની સમસ્યાઓમાં ગોળ અને દૂધ રાહત આપે છે. તે રોજ રાત્રે સુતા પહેલા એક ગ્લાસ નવશેકા દુધની સાથે એક ગોળનો ટુકડો ખાવો જોઈએ. ઠંડા વાતાવરણમાં શરીરને ગરમ રાખવા માટે અને કફને બહાર નિકાળવા માટે રોજ દૂધ અને ગોળ પીવાથી અસ્થમાના દર્દીઓને રાહત મળે છે. અથવા ગોળ અને કાળા તલ મિલાવીને લાડુ બનાવીને દૂધ સાથે લઇ શકાય છે.
રોજ દૂધ અને ગોળના સેવનથી સાંધાના દુખાવામાં રાહત મળે છે. કારણકે દુધમાં મળતા વિટામીન ડી અને કેલ્શિયમ અને ગોળમાં રહેલું આર્યન સાંધાને વધારે મજબુત બનાવે છે. અને ગોળનો એક ટુકડો આદુ સાથે ખાવથી પણ ઘણો ફાયદો થતો હોય છે.
ગોળ શરીરના લોહીને સાફ કરવાનું પણ કામ કરે છે. અને તે લોહીમાં રહેલા હિમ્ગ્લોબીન કાઉન્ટ વધારે છે અને ઇમ્યુનિટી બુસ્ટ કરે છે. એટલે કે ગોળ અને દૂધ સાથે લેવાથી શરીરમાં શક્તિ મળે છે. ગોળ અને દૂધને મિશ્ર કરી સેવન કરવાથી શરીરની સ્કીન પર તેની ખુબ જ સારી અસર જોવા મળે છે. સ્કીન એકદમ મુલાયમ બની જાય છે અને સ્કીનમાં નિખાર પણ આવી જાય છે. સાથે સાથે દાગ જેવી સમસ્યાથી રાહત પણ મળે છે.
જે લોકોના હાડકા નબળા હોય તે લોકો માટે ગોળ એક મહત્વનો ઉપાય છે. ગોળમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે તે હાડકાને મજબૂત કરવામાં મદદ કરે છે. ગોળ અને આદુને સેવન કરવાથી સાંધાના દુખાવામાં રાહત થાય છે.
ત્વચાને સાફ અને સ્વસ્થ રાખવા માટે ગોળનું સેવન કરવું જોઈએ. ત્વચાને સાફ રાખવામાં ગોળ એ એક મહત્વની ભૂમિકા ભજવે છે. ગોળ શરીરમાં ટોક્સિન બહાર કાઢવામાં મદદરૂપ થાય છે. જે લોકોને પેટમાં ગેસની સમસ્યા હોય તે લોકો પ્રતિદિન એક ગ્લાસ દૂધ અથવા પાણી સાથે ગોળનું સેવન કરે તો પેટમાં ઠંડક મળે છે. રાતે અને બપોરે જમ્યા બાદ ગોળનું સેવન કરવાથી પાચનશક્તિ મજબૂત થાય છે.
અસ્થમા અને શ્વાસના રોગ માટે ગોળ એ એક અકસીર ઈલાજ છે. કાનમાં દર્દ થતું હોય તો ઘી સાથે ગોળનું સેવન કરવાથી દર્દની સમસ્યા દૂર થાય છે. જે લોકોની યાદશક્તિ ઓછી હોય તે લોકોએ નિયમિત ગોળ ખાવાથી યાદશક્તિ વધે છે. વજન ઓછું કરવા માટે પણ ગોળનો ઉપયોગ કરવામાં આવે છે.
મહિલાઓના માસિક ધર્મમાં સમસ્યા થતી હોય તો તેમાં રાહત આપવા માટે ગોળ ઘણો ફાયદાકારક છે. આ દિવસોમાં ગોળનું સેવન કરવાથી બધી તકલીફમાં રાહત મળે છે. મહિલાઓનું શરીર ખુબ જ ઝડપથી થાકી જતું હોય છે અને સાથે કમજોરી પણ આવી જતી હોય છે. માટે મહિલાઓએ દૂધમાં યોગ્ય રીતે ગોળને મિશ્ર કરીને આ દૂધનુ નિયમિત સેવન કરવુ કરવાથી મહિલાઓને થાક લાગવાની પરેશાનીથી છુટકારો મળી શકે છે.
ગોળની ઉષ્ણતાને કારણે તેનો ઉપયોગ શરદી અને ખાંસીમાં રાહત આપે છે. ઠંડી દરમિયાન કાચો ગોળ ખવાણે બદલે ઉપયોગ ચામાં અથવા લાડુ બનાવીને કરવો જોઈએ. આ સિવાય ગળામાં દુખાવો થવાને કારણે કર્કશ થવાની સમસ્યા હોય તો બે કાળા મરી, પચાસ ગ્રામ ગોળ તેની સાથે ખાવાથી આ સમસ્યા દૂર થાય છે અને ગળાને રાહત મળે છે.
જે લોકો વધુ પ્રદુષણ વાળા વિસ્તારમાં રહે છે તે લોકોએ પ્રતિદિન સો ગ્રામ ગોળનું સેવન કરવું જોઈએ. સો ગ્રામ ગોળનું સેવન કરવાથી પ્રદુષણથી થતા નુકસાનથી બચી શકાય છે. શરીરની કમજોરી દૂર કરવા માટે દરરોજ પચાસ ગ્રામ ગોળનું સેવન કરવું જોઈએ. જેનાથી શરીરમાં તાકાત આવે છે. દૂધ સાથે પાચ ગ્રામ ગોળ લેવાથી પણ શરીર માટે ફાયદાકારક નીવડે છે.