Breaking News

અંતિમ યાત્રા જોતા જ કરો આ કામ, પુરી થશે દરેક મનોકામના

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

કોઈ પણ માણસના મૃત્યુ પછી અંતિમ યાત્રા નીકાળવામાં આવે છે અને આ સંબંધ માં પણ શાસ્ત્રો માં ઘણા નિયમ બનાવવામાં આવ્યા છે. જીવનનું અંતિમ સત્ય છે મૃત્યુ. ભગવત ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ એ જણાવ્યું છે, મૃત્યુ એક એવું સત્ય છે, જેને ટાળી શકાતી નથી જેણે જન્મ લીધો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે.

આ જીવનનો સાર છે જે જીવ આ ઘરતી પર આવે છે, તેને એક દિવસ જવું જ પડે છે. આ જ પ્રકૃતિનો અટલ નિયમ છે. જે પ્રકારે મૃત્યુ જીવનનું મહત્વપૂણ પડાવ છે તેમ જ મૃત્યુની સાથે આ લોકમાં વ્યક્તિની અંતિમ યાત્રા પણ મહત્વ રાખે છે જેને શવ યાત્રા કહે છે.

માણસના મૃત્યુ પછી અંતિમ યાત્રા નીકાળવામાં આવે છે જેને અપનાવાથી ધર્મ લાભ પ્રાપ્ત થાય છે. સાથે આનાથી મૃત આત્મા ને શાંતિ પણ મળે છે. અંતિમ યાત્રા સંબંધિત અમે તમને એવા કેટલાક નિયમ અને લોક માન્યતાઓ ના વિષે જણાવવા જઈ રહ્યા છે જેને કરવાથી મનુષ્ય ને લાભ મળે છે.

પુરા થઇ જશે રોકાયેલા કામ: ધાર્મિક દ્રષ્ટિકોણ ના સિવાય જ્યોતિષ ની ભાષામાં પણ અંતિમ યાત્રા જોવું શુભ ગણાવવામાં આવ્યું છે, માન્યતા છે એ જો કોઈ વ્યક્તિ અંતિમ યાત્રાને જુવે છે, તો તેના રોકાયેલા કામ પુરા થવાની સંભાવના વધી જાય છે. તેના જીવનમાં દુઃખ પણ દૂર થાય છે અને તેમની મનોકામના પૂર્ણ થાય છે.

આત્માની શાંતિ માટે પ્રાર્થના: અંતિમ યાત્રાને જોઈને જવા વાળા લોકો થોડી વાર ઉભા રહી જાય છે અને ભગવાનને પ્રાર્થના કરે છે. આ હિન્દૂ ધર્મનો મુખ્ય નિયમ છે, જેની અનુસાર અંતિમ યાત્રા ને જોયા પછી આપણને મૃતની આત્માની શાંતિ ના માટે પ્રાર્થના કરવી જોઈએ. આનાથી મૃત આત્માને શાંતિ મળશે.

અંતિમ યાત્રા દેખાતાજ પ્રણામ કરો: જયારે કોઈ અંતિમ યાત્રા અથવા અર્થી દેખાય તો તેને બંને હાથ જોડીને, માથું ઝુકાવીને પ્રણામ કરો અને મોં થી જે ભગવાન કે માતાજી ને તમે માનતા હોય તમનો જાપ કરો. આની પાછળ શાસ્ત્રોક્ત માન્યતા એ છે કે જે મૃતાત્મા એ હમણાં શરીર છોડ્યું છે, તે પોતાની સાથે આ પ્રણામ કરવા વાળા મનુષ્ય ના કષ્ટો, દુઃખો અને અશુભ લક્ષણો ને પણ પોતાની સાથે લઇ જાય અને તે વ્યક્તિ ને ભગવાન મુક્તિ પ્રદાન કરે

યજ્ઞ બરાબર મળે છે પુણ્ય: પુરાણો અનુસાર જે વ્યક્તિ ખુબ સારા કાર્યો કરેલા વ્યક્તિ ની અર્થી ઉઠાવે છે, તેને પોતાના દરેક પગલાં પર એક યજ્ઞ કર્યા બરાબર પુણ્ય પ્રાપ્ત થાય છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Check Also

આ સામાન્ય લાગતું શાકભાજી પગથી લઇ માથા સુધીના ભલભલા રોગને જીવનભર ઉખાડી ફેંકશે, કોલેસ્ટ્રોલ માટે તો છે બેસ્ટ દવા

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો. ખીજડો અથવા શમડી અથવા શમી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!