શું તમે પણ વારંવાર થતી ધૂળ અને માટી ની એલર્જી થી પરેશાન છો? તો અપનાવો આ ઉપાય અને મેળવો કાયમ માટે છુટકારો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આજકાલના જમાનામાં ખૂબ જલદી શરીરમાં પગપેસારો કરી લેતી શારીરિક સમસ્યા એટલે એલર્જી. જ્યારે આપણું શરીર કોઇ પદાર્થ પ્રત્યે વધારે પડતી સંવેદનશીલતા બતાવે ત્યારે તેને એલર્જી કહેવામાં આવે છે. તે કોઇપણ પદાર્થથી થઇ શકે, બદલાતી ઋતુના કારણે થઇ શકે અથવા તો ઘણાં કિસ્સામાં આનુવંશિક એલર્જી પણ જોવા મળતી હોય છે. તે થવાનાં મુખ્યો કારણો જેવાકે ધૂળ, ધુમાડો, માટીના કણો, જાનવરોના સંપર્કમાં આવવાથી, સૌંદર્ય પ્રસાધનોથી, જીવડાંઓના કરડવાથી, અમુક ખાદ્યપદાર્થથી, દવાઓના કારણે થતી હોય છે. સામાન્ય રીતે એલર્જી નાક, આંખ, શ્વસનની પ્રણાલી, ત્વચા અને ખાનપાન સંબંધિત હોય છે. આ એલર્જી ઘણીવાર આખા શરીરને પણ નુકસાન કરતી હોય છે.

માટીની એલર્જીનાં લક્ષણો:

મોટાભાગ ના લોકો માં માંથી અને ધૂળ ની એલર્જી જોવા મળે છે સામાન્ય રીતે આ એલર્જી ના લક્ષણો માં નાકમાં ચળ આવવી, છીંકો આવવા લાગવી, નાકમાંથી પાણી નીકળવું, નાક બંધ થઇ જવું, શ્વાસ લેવામાં તકલીફ અને વારંવાર શરદી થઇ જવી જેવી બાબતો જોવા મળે છે. આ ઉપરાંત આંખો લાલ થઇ જવી, પાણી આવવું, બળવા લાગવી, ચળ આવવી વગેરે જેવાં લક્ષણો જોવા મળે છે .

એલર્જીથી બચાવાના ઉપાયો:

એલર્જીથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય માટી અને ધૂળ માંથી બચવામાં જ છે. એકવાર  ખબર પડે કે કઈ વસ્તુથી એલર્જી છે તો તરત તેનાથી દૂર જ રહેવું જોઇએ.તેમ છતાં જો ઍલર્જી ના લક્ષણો જોવા મળે તો આ ઘરેલુ ઉપાય થી તેમ થી છુટકારો મળી શકે છે.હળદર અને મીઠા વાળું ગરમ પાણી પીવું.  નિયમિત કસરત પ્રાણાયામ કરવાથી એલર્જી માંથી કાયમ માટે છુટકારો મેળવી શકાય છે. રૂટિનમાં પણ શ્વાસ ઊંડા લેવા અને છોડવા.

મીઠું , આદું, હળદર ને પાણી માં ઉકાળી, તને ગળી લઈ તેમાં એક ચમચી મધ નાખી ને પીવાથી એલર્જી થી આવતી છીંક અને નાક માંથી નીકળતા પાણી માંથી 5 મિનિટ માં જ રાહત મળે છે. ઘણા લોકો ને એલર્જીને કારણે કે પછી નાકના અંદરના ભાગમાં જ્યારે ધૂળ કે રજકણ કોઈ વસ્તુઓ જાય એના લીધે એમને શરદી થઈ જતી હોય છે. અને આ શરદી એક થી બે દિવસ રહે છે, અને એ પછીના સમયમાં અમુક વખત એવું બને છે કે, ક્યારેક ક્યારેક નાક માંથી એકદમ હળદર જેવા રંગનો કફ નીકળે છે.

તુલસી ની ચા પણ ધૂળ ની એલર્જી માં ખૂબ ઉપયોગી સાબિત થાય છે. તુલસી ની ચા બનાવવા માટે તુલસી ના 8 થી 10 પાન , 2-3 લવિંગ , 3 મરી , લીંબુ, આદું અને ગોળ આ બધા ને મિક્સ કરી ઉકાળી ચા બનાવવી અને તેનું સેવન કરવું. આ તુલસી ની ચા થી કોઈ પણ પ્રકાર ની શરદી માંથી રાહત મેળવી શકાય છે. સતત 3 માસ સવાર-સાંજ દેશી ગાયનું શુદ્ધ ઘી 1-1 ચમચી નાકના બંન્ને નાસાપુટ પર ફેલાય એ રીતે નાંખવું. આ ક્રિયાને નસ્ય કહે છે. આ ઉપાય થી માટી અને ધૂળ ની એલર્જી માંથી કાયમ માટે છુટકારો મળે છે. દેશી ગાય નું ઘી જ આની માટે વધારે ફાયદાકારક છે. અન્ય બજાર માં મળતા પેકિંગ વાળા ઘી નો ઉપયોગ કરવો નહીં.

ઘરમાં વધારેમાં વધારે ખુલ્લી હવા આવે એમ રાખવી. બારી-બારણાં હંમેશાં ખુલ્લાં રાખવા. એકદમ ગરમમાંથી ઠંડા અને એકદમ ઠંડામાંથી ગરમ વાતાવરણમાં ન જવું. બહાર નીકળતી વખતે મોઢા તેમજ નાકને હંમેશાં કવર કરીને રાખવું. તે જ રીતે આંખે પણ ચશ્માં પહેરીને રાખવાં જેથી કરીને શ્વાસ વાટે ધૂળ, રજકણ કે ધુમાડો શરીરમાં ન જાય, કેમ કે તે શ્વાસ વાટે અંદર જશે કે તરત એલર્જીનાં લક્ષણ બતાવવા લાગશે. ગાદલાં, ચાદર, ઓશિકાનાં કવર સમયાંતરે ગરમ પાણીથી ધોઇને બદલતાં રહેવું તેમજ તડકામાં તેને તપાવવા પણ સમયાંતરે મૂકતાં રહેવા જોઇએ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top