Breaking News

સાંજે પલાળી સવારે આ પાણી નું કરી લ્યો સેવન એસિડિટી, ગેસ અને પેટ અને પગની બળતરા જીવનભર થઈ જશે ગાયબ

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

ભારત માં ધાણા ને સુકન તરીકે માનવામાં આવે છે. કોઈ પણ શુભ કાર્ય માં ગોળ ધાણા વહેચવાનો રીવાજ છે. ધાણા માં પોટેશિયમ ,કેલ્શિયમ, મેગ્નેશિયમ, અને વિટામીન-સી ભરપૂર માત્રા માં હોય છે. ધાણા નું પાણી પીવાથી લીવર અને હાર્ટ ની બીમારી માં ફાયદો થાય છે. અને ટાયફોઈડ પણ નથી થતો.

જો તમને અળાઈ થાય ત્યારે 2 ગ્લાસ પાણી અંદર 2 ચમચી આખા ધાણા 4 કલાક સુધી પલાળી રાખો અને ત્યાર બાદ તે પાણી થી સ્નાન કરવાથી અળાઈ મટે છે. તેમજ આ જ પાણી આંખ બંધ કરી રોજ મોઢું ધોવાથી મોઢા પરથી ડાઘા પણ દુરથઈ જાય છે.  જો મૂઢ માર થવાથી જે સોજો થઇ જે છે. અને જો તેની પર લીલો ડાઘો થઇ જાય ત્યારે હળદર સાથે ધાણા ને પીસી ને થોડા તેલ ની અંદર સેકી લો હવે તેને વાગ્યું હોય ત્યાં લગાવવાથી જલ્દી ફાયદો થાય છે.

લીલા ધાણા ની અંદર એન્ટીફંગલ , એન્ટીઓક્સીડેંટ જેવા ઘણા ગુણો રહેલ છે જે તમારી ત્વચા ને નુકશાન કરતા રેડિકલ્સ ને રોકે છે. અને તમારી ચામડી ને સ્વસ્થ બનાવે છે. અડધા તોલા ધાણા ને ઉકાળી ને તેમાં દૂધ અને ખાંડ નાખી ચા બનાવી ને દરરોજ સવારે પીવાથી પાચન ક્રિયા સુધરે છે. અને પેટ ને લગતી સમસ્યા માં રાહત મળે છે.

ધાણા, જીરું, ફુદીનો, સિંધા નમક, કાળા મરી, દ્રાક્ષ, એલચી આ બધું સરખા પ્રમાણ માં લઇ ને ચટણી બનાવી ને તેમાં થોડો લીંબૂ નો રસ મિક્ષ કરી ને ભોજન સાથે લેવાથી અરુચિ મટે છે. જો તમને તાવ આવ્યો હોય ને તેમાં વારંવાર તરસ લાગતી હોય, ત્યારે આખા ધાણા ને પાણી માં પલાળી, મસળી અને ગાળી ને તે પાણી માં મધ, દ્રાક્ષ અને સાકર નાખી ને પીવાથી તાવ માં લાગતી તરસ શાંત થાય છે.
ધાણા, વરિયાળી, અને સાકર ને સરખે ભાગે લઇ ને ઉકાળો બનાવી ને પીવાથી આમદોષ થી આવેલો તાવ પરસેવો વળી ને ઉતરી જાય છે.

જો ધાણા ને રાત્રે પાણી માં પલાળી ને સવારે મસળી ને ગાળી ને તેમાં સાકર નાખી ને તે પાણી પીવાથી વાત્ત-પિત્ત માં ફાયદો થાય છે.
જે વ્યક્તિઓ ને ગરમી નો કોઠો હોય તે લોકો એ, ધાણા અને જીરું સરખા ભાગે લઇ ને અધકચરું ખાંડી ને રાત્રે પાણી માં પલાળી રાખો. સવારે તેમાં સાકર નાખી ને ત્રણ-ચાર દિવસ પીવાથી કોઠા ની ગરમી શાંત થાય છે. અને હાથ પગ માં બળતરા થતી હોય તો તે પણ શાંત થાય છે.

જો તમને થાઇરોડ ની સમસ્યા છે. તો ધાણા ના બીજ નું સેવન કરવું જોઈએ તેની અંદર રહેલ વિટામિન્સ, ખનીજ અને એન્ટીઓક્સીડેંટ મળી રહે છે. જે થાઇરોડ ની સાથે તમારા શરીર ના હોર્મોન ને સંતુલન કરવામાં મદદ કરે છે. મલેરિયા તાવ નાં રોગી ને વારંવાર ઉલટીઓ થાય ત્યારે અધકચરા ખાંડેલા ધાણા પાણી માં પલાળી, મસળી, ગાળી ને થોડી થોડી વારે આ પાણી દર્દી ને એક એક ચમચી આપવાથી ઉલટી બંધ થઈ જાય છે.

સાકર અને ધાણા ને ભેગા કરી ને ચોખા ના ઓસામણ માં નાખી ને પીવડાવવાથી બાળકો ની ઉધરસ અને તેનો શ્વાસ મટે છે. ધાણા ને રાત્રે પાણી માં પલાળી રાખી, સવારે ગાળી ને તે પાણી પીવાથી અથવા કોથમીર નો રસ પીવાથી ઝાડા માં અને મસા માંથી પડતું લોહી બંધ થાય છે. ધાણા નું ચૂર્ણ અને સાકર દહીં માં મેળવી ને પીવાથી માદક પદાર્થો નું જોશ ઓછું થાય છે.

કોથમીર ને છુંદી, રસ કાઢી, સ્વચ્છ કપડા થી ગાળી તેના રસ ના બે-બે ટીપા બન્ને આંખો માં સવાર સાંજ નાખવાથી દુખતી આંખો માં ફાયદો થાય છે. આંખ ના ખીલ, ફૂલ્લું, છારી વગેરે પણ મટે છે. તેમજ ચશ્માં ના નંબર પણ ઉતરે છે.આખા ધાણા ને પાણી માં પલાળી રાખી, સવારે મસળી ને ગાળી ને તે પાણી થી આંખો ધોવાથી આંખો ને ખુબ જ ફાયદો થાય છે. લીલા ધાણા ને પીસી ને, ગરમ કરી ને પોટલી બનાવી મસા થયા હોય ત્યાં બાંધવાથી અને સેક કરવાથી મસા નરમ પડી જાય છે અને તેની પીડા ઓછી થાય છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Check Also

માત્ર આ એક ચમચી ચૂર્ણથી કાયમ માટે ડાયાબીટીસની દવા અને ઇન્જેકશનથી છુટકારો, 100% અસરકારક અને અનુભવસિદ્ધ ચૂર્ણ

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો. આજકાલ ઘરેઘરે ડાયાબિટીસનો રોગ સામાન્ય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!