આજની આ ફાસ્ટ અને વ્યસ્ત જિંદગીમાં લોકો ની ખાણીપીણી ના કારણે લોકોમાં ડાયાબિટીસનું પ્રમાણ દિવસેને દિવસે વધતો જાય છે. ભારતમાં 5 કરોડથી વધારે લોકો ને ડાયાબિટીસ છે. ડાયાબિટીસના કારણે ઘણા બધા લોકોને બીજી અનેક બીમારીઓ થાય છે. ડાયાબિટીસ એક એવો ભયાનક રોગ છે. આ રોગ વધવાથી શરીરમાં માથું, રદય, સ્નાયુ, કિડની, આંખ, કાન વગેરેને ખૂબ જ ગંભીર રીતે નુકસાન પહોંચાડે છે.
ડાયાબિટીસમાં કારેલાના બીજ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. ડાયાબિટીસના દર્દીઓને કબજિયાતની સમસ્યા વધારે જોવા મળે છે. જે લોકો નિયમિત રીતે કરેલાના બીજનું સેવન કરે તો ડાયાબિટીસમાં થી રાહત મળી શકે છે. ડાયાબિટીસને કંટ્રોલ માં રાખવા માટે બેથી પાંચ ગ્રામ જેટલું હરડેનું ચૂર્ણ રોજ મધ સાથે સવાર-સાંજ લેવાથી ડાયાબિટીસની સમસ્યા માં રાહત થઇ છે. હરડે શુગરને નિયંત્રણમાં રાખે છે. અને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. જો શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધતી હોય તો બીમારી ઓછી આવે છે.
આવળના ફૂલોનો રસ પીવાથી ડાયાબિટીસમાં રાહત મળે છે. આવળ ના બે પાણીમાં વાટીને પીવાથી અને ડુટી પર લેપ કરવાથી ડાયાબીટીસ દૂર થાય છે. આવળના પાન ફળ ફૂલ છાલ અને બીજનું સેવન જમતા પહેલા અડધી ચમચી કરવાથી ડાયાબિટીઝ જડમૂળમાંથી નીકળી જાય છે.
આ ઉપરાંત રોજ ગોખરુ સેવનથી પણ ડાયાબિટીસનો ખતરો ઘટી જાય છે. ડાયાબિટીસના દર્દીઓએ ખાવાપીવામાં ખાસ ધ્યાન રાખવું જોઈએ. જાંબુ ના ઠળિયા અને કારેલાને સૂકવીને તેનો પાવડર બનાવી ને રોજ સવાર-સાંજ પીવાથી ડાયાબિટીસમાં ફાયદો થાય છે. આકડાના પાંદડાને પગના તળિયા પર દીવેલ વાળા કરીને બાંધવાથી ડાયાબિટીસમાં ફાયદો થાય છે. આ પ્રયોગ કરવાથી એક અઠવાડિયામાં જ ડાયાબિટીસ મૂળમાંથી દૂર થઈ જાય છે.
લોકોને ડાયાબિટીસની સમસ્યા હોય તે લોકોએ ઘઉંની રોટલી ન ખાવી જોઈએ. તેની જગ્યાએ જઉ, બાજરો, કે મકાઈના રોટલા ખાવા જોઈએ. દરરોજ સવારે યોગ અને વ્યાયામ કરીને પણ ડાયાબિટીસને કંટ્રોલ માં કરી શકાય છે.
ડાયાબિટીસના દર્દીઓએ જાંબુ, કારેલા, હરડે, આમળા, બહેડા, લીમડો, અશ્વગંધા, લાબરુ વગેરેને મિક્સ કરીને તેનું ચૂર્ણ સવાર સાંજ લેવાથી ડાયાબિટીસ માં રાહત થાય છે.
આ ઉપરાંત બારમાસી ના ફૂલ અને પાન નો ઉપયોગ પણ ડાયાબિટીસ મટાડવા માટે ખૂબ જ ફાયદાકારક છે. તે માટે રોજ સાંજે થોડા બારમાસી ના પાન અને ફૂલ ને પાણીમાં પલાળીને સવારે નરણા કોઠે લેવાથી ડાયાબિટીસ મટે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે મીઠો લીમડો પણ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તે માટે મીઠા લીમડાના પાનને પાણીમાં ઉકાળીને તેનું સેવન કરવાથી સુગર કંટ્રોલમાં આવી જાય છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે મેથી પણ ખુબ જ ફાયદાકારક છે. રોજ સાંજે સાતથી આઠ દાણા પાણીમાં પલાળી સવારે નરણા કોઠે આ મેથીનું સેવન કરવાથી ડાયાબિટીસમાં રાહત થાય છે. અને થોડા દિવસ માં રાહત થાય છે.