વગર દવા અને ઇન્જેકશને B12ની ઉણપથી થતાં સાંધાના દુખાવા 100% જીવનભર ગાયબ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

વિટામિન બી 12 શરીર માટે ખૂબ જ આવશ્યક વિટામીન છે. શરીરમાં ઉણપ હોય ત્યારે અનેક રોગો થાય છે. તેથી, તમે શરીરમાં વિટામિન બી 12ની ઉણપ થવા ન દો તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિટામીન બી 12 શરીર માં નસો અને રક્તકોશિકા ને તંદુરસ્ત રાખવાનું કામ કરે છે. વિટામિન બી 12ની ઉણપ ચયાપચય, ડીએનએ સંશ્લેષણ અને લાલ રક્ત કોશિકાઓની રચનાને અસર કરે છે. એટલું જ નહીં, નર્વસ સિસ્ટમ માટે વિટામિન બી 12 મહત્છેવ નો ભાગ ભજવે છે.

શરીરમાં વિટામિન બી ૧૨ની ઉણપના ઘણા કારણો છે. જેમાંથી વિટામિન બી 12 રિચ ડાયટ ન ખાવું એ મુખ્ય કારણ માનવામાં આવે છે. આ ઉપરાંત વિટામિન બી12ની ઉણપને કારણે અનેક પ્રકારના રોગો શરીર માં પ્રવેશે છે. જો વિટામીન બી 12 ની ખામી હોય તો હાથ-પગમાં ખાલી ચડવા લાગે છે આ ઉપરાંત હૃદય ના ધબકારા અચાનક વધી જાય, અચાનક ઠંડી લાગે અથવા તો અચાનક ગરમી લાગે છે.

આ ઉપરાંત શરીર નો રંગ પીળાશ પડતો થાય તો કહી શકાય છે કે વિટામીન બી 12 ની ખામી છે. જે લોકો શાકાહારી હોય અને દૂધ અને તેના ઉત્પાદન નું સેવન ખુબ જ ઓછા પ્રમાણમાં કરતા હોય તે લોકો ને આ ખામી સર્જાય શકે છે. આ મોઢા માં ચાંદી પડવી. ભૂખ ઓછી લાગવી. થાક લાગવો, યાદશક્તિ ઓછી થવી.ઘણી વાર થાક લાગતો હોય અને ડોક્ટર પાસે જવા છતાં રીપોર્ટ માં કઈ જ ના આવતું હોય તો વિટામીન બી 12 ની ખામી હોય શકે છે.

જ્યારે હાઇપરપિગમેન્ટેશન થાય છે, ત્યારે ત્વચા ડાઘ, પેચ અથવા શરીરની ત્વચાથી કાળી થઈ જાય છે. જો તમારા શરીરનો કોઈ ભાગ કાળો થવા લાગે અથવા તમારા ચહેરા પર કાળા પેચ હોય. તો સમજી લો કે તમારી પાસે વિટામિન બી 12ની ઉણપ છે. હકીકતમાં જ્યારે વિટામિન બી 12ની ઉણપ હોય છે, ત્યારે ત્વચા મેલેનિન નામના રંગદ્રવ્યની ઊંચી માત્રા ઉત્પન્ન કરવાનું શરૂ કરે છે. ઘણા લોકોને વૃદ્ધત્વ અથવા વધુ પડતા સૂર્યપ્રકાશને કારણે હાઇપરપિગમેન્ટેશન થાય છે.

વિટિલિગો એટલે કે સફેદ ડાઘ પડવા. આ હાયપરપિગમેન્ટેશનની એકદમ વિરુદ્ધ છે. જ્યારે આ રોગ થાય છે, ત્યારે વિટિલિગોમાં મેલેનિનની ઉણપ હોય છે. જે સફેદ ડાઘ પડવાનું કારણ બને છે. આ પરિસ્થિતિને વિટિલિગો કહેવામાં આવે છે. આ રોગ શરીરના એવા ભાગોને વધારે અસર કરે છે જે ચામડી સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે છે. જેમ કે ચહેરો, ગરદન અને હાથ જેવા સ્થળે સફેદ ડાઘ થઇ જાય છે.

વાળનો ગ્રોથ ત્યારે જ સારો હોય છે જ્યારે શરીરમાં વિટામિન બી ૧૨ પૂરતું હોય. જે લોકોના શરીરમાં વિટામિન બી ૧૨ની ખામી સર્જાય છે. તો તેની સીધી અસર તેમના વાળ પર થાય છે. વિટામિન બી ૧૨ ની ખામીથી વાળ ખરવા અને નબળા પડે છે. અને ધીમે ધીમે ટાલીયાપણું નો શિકાર બને છે. જે લોકો ને વાળ ખરવાની સમસ્યા હોય તે લોકોએ સમજી જવું કે તેના શરીર માં વિટામીન બી 12 ની ખામી છે.

જો વિટામિન B12ની સારવાર ન કરવામાં આવે તો ચાલવા અને હલનચલનમાં ફેરફાર થઈ શકે છે. જેના કારણે ચાલવામાં બેલેંસ બગડી શકે છે, જેનાથી પડવાનો ભય રહે છે. 60 થી વધુની વયના લોકોમાં આ પ્રકારના લક્ષણો વધુ જોવા મળે છે. જો કે તેની સમયસર સારવાર કરવામાં આવે તો તેની ગતિશીલતા સામાન્ય કરી શકાય છે.

દહીંમાં પુષ્કળ પ્રમાણમાં વિટામિન બી-1, બી-2 અને બી-12 જોવા મળે છે, તેમાં પણ જો દહીં ફેટવાળું હોય તો તે વધારે ફાયદાકારક સાબિત થાય છે. બની શકે તો ફ્લેવર વાળું દહીં લેવાનું ટાળવું જોઈએ. આપણા શરીરમાં આપણી કરોડરજ્જુ અને ચેતકોષો તેમજ ચેતાતંતુઓનું વિશેષ મહત્વ છે કારણ કે સર્વે હલનચલનને લગતી ક્રિયાઓ આ ચેતાતંતુઓ અને કરોડરજ્જુના નાના મગજના જોડાણને આભારી છે.

આ ચેતાતંતુઓ અને ચેતાકોષોને યોગ્ય રીતે કાર્ય કરવા માટે વિટામિન B12 ની જરૂરિયાત પડે  છે. આ વિટામિન આપણા શરીરમાં ના હોય તો આ ચેતાતંતુઓ નિષ્ક્રિય થઈ જાય જેના કારણે લકવા જેવી ભયાનક બીમારી થવાનું કારણ બની શકે છે.

બી-12 ની ઉણપને કારણે હાથ-પગમાં અકારણ ઝણઝણાટી થાય, મોઢામાં અવાર-નવાર છોલાઈ જવું, જીભ સપાટ થઈ જવી, હોઠ કિનારીએ થી વારંવાર ફાટી જવા, ભૂખ લાગવાની બંધ થઈ ગઈ હોય અને તેનું સ્પષ્ટ કારણ ન મળતું હોય, યાદશક્તિ ક્ષીણ થઈ ગઈ હોય, સ્મૃતિભ્રમનો અનુભવ થવા લાગ્યો હોય, અને એનિમિયાની સાથે સાથે કમળો પણ થાય છે. બી-12 ના કરણે સ્વાસ્થ્ય ને ઘણું નુકસાન થઈ છે.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top