Breaking News

ફક્ત એક વાર સમજી લ્યો વાત, પિત્ત અને કફ વિષે: દરેક રોગનું મૂળ હોય છે આ ત્રણ વસ્તુ

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

વાયુ પ્રકોપનાં કારણો

કોઈપણ કુદરતી વેગો રોકવાથી, વધુ પડતું ખાવાથી, ઉજાગરાથી, ઊંચેથી બોલવાથી, ગજા ઉપરાંત શ્રમ કરવાથી, વાહનોમાં ખૂબ મુસાફરી કરવાથી, તીખા, તૂરા, અને લૂખા અન્નનું ભોજન, ચિંતા, સ્ત્રી સહવાસ, બીકણતા, ઉપવાસ, ઠંડા પદાર્થોના સેવનથી, શોક કરવાથી, વરસાદ આગમનના સમયે વાયુનો પ્રકોપ થાય છે.

વાયુનો પ્રકોપ થાય ત્યારે શરીરમાં કેવા રોગો ઉદભવે?

ચામડી અને સ્નાયુઓની કઠોરતા, સંકોચપણું ટાંચણી કે સોય મારવાથી થતી પીડા જેવું દુ:ખ, શૂળ, વાનની કાળાશ, શરીરનું જકડાઈ જવું, લકવા, હલન-ચલન ક્રિયાનો અવરોધ-બહેરાપણું, શીતળતા, રૂક્ષતા, શોષ, પેટમાં ગુડગુડાટ, ચંચળતા ખાલી ચડવી વગેરે વાયુના પ્રકોપથી થાય છે.

વાયુપ્રકોપ શમન કરવાના ઉપાય

ઘી જેવાં ચીકણા, ભારે, સહેજ ગરમ, બળદાયક, ખારા, ગળ્યા, ખાટા અને તેલયુક્ત પદાર્થોનું સેવન, તડકાનું સેવન, શીતળ જળથી સ્નાન, તેલ માલિશ, બસ્તિ, ચંપી કરાવવી, ચૂર્ણોનો લેપ, સ્નેહન, સ્વેદન, શયન, શેક કરવો, નિરુહ બસ્તિ વગેરેથી વાયુનું શમન થાય છે.

પિત્ત પ્રકોપનાં કારણો

તીખાં, ખાટા, ખારાં, ગરમ અને બળતરા કરે તેવાં જલદ પદાર્થોનું ભક્ષણ, મદિરા સેવન, ક્રોધ, તાવ, અગ્નિનું સેવન, ભય, અધિક શ્રમ, સૂકવણીવાળાં શાકોનો આહાર, ક્ષારયુક્ત પદાર્થોનું સેવન, અપચામાં જમવું ભૂખ્યા રહેવું, ખાધા ઉપર ખાવું અને વર્ષાઋતુ ગયા પછી પિત્તનો પ્રકોપ થાય છે.

પિત્તનો પ્રકોપ થાય ત્યારે શરીરમાં કેવા રોગો ઉદભવે?

ચારે તરફ વસ્તુ ફરતી હોય તેવી ભ્રાંતિ(ભ્રમ), પરસેવો, દાહ, લાલી, દુર્ગંધ, ભીનાશ, ખાધેલા ખોરાકની અપક્વતા, ઢીમણાં (શીળસ) થવું, બકવાટ, મૂર્છા, ફેર આવવા, પીળું દેખાવું એટલા વિકૃત પિત્તનાં વિકારો છે.

પિત્તપ્રકોપ શમન કરવાના ઉપાય

કડવા-ગળ્યા-તૂરા રસોનું સેવન, ઠંડો પવન, ઠંડા દ્રવ પદાર્થોનું સેવન, ઠંડી છાયા-પાણીનો વપરાશ, ચંદ્રનાં કિરણો, લીલા બગીચા, મનોરમ્ય વાટિકાઓનું સેવન, વિરેચન (હલકું), પાણીનો છંટકાવ, દૂધની બનાવટોનું સેવન, ઠંડા લેપો વગેરે પિત્તને શાંત કરે છે.

કફ પ્રકોપનાં કારણો

કફ પ્રકોપનાં કારણો દિવસે નિદ્રા કરવાથી, ઠંડું ખાવાથી, ખૂબ ખાઉધરાપણાથી, માછલાં-માંસ-ભાત-અડદ-ઘી વગેરે ખૂબ ભારે પદાર્થોના સેવનથી, પડ્યા રહેવાથી, ગોળ-ખાંડ-શેરડી-દહીં-છાસ-માખણ-ઘીની બનાવટો, ચીકાશવાળી વસ્તુઓ, આઇસક્રીમ, વધુ પડતું જલપાન, તથા ઠંડાં પીણાંઓથી વસંતઋતુમાં કફનો પ્રકોપ થાય છે.

કફનો પ્રકોપ થાય ત્યારે શરીરમાં કેવા રોગો ઉદભવે?

ચામડીની સફેદાઈ, શરીરનું ઠંડાપણું, સળેખમની વૃદ્ધિ, કફ, શ્વાસ, ચરબીના ઉપદ્રવો, ખંજવાળ, શરીરનું ભારેપણું, સોજા, ગુમડા, આળસ, મેદોવૃદ્ધિ, માંસ-વિકૃતિ વગેરે વિકૃત કફના વિકારો છે.

કફપ્રકોપ શમન કરવાના ઉપાય

લૂખા, ક્ષારયુક્ત, તૂરા, કડવા અને તીખા પદાર્થોનો આહાર, શ્રમ વધુ કરવો, કસરત, ઉપવાસ, લઘુભોજન, યુદ્ધ-કુસ્તી, જાગરણ, રમત-ગમત, યોગાસનો, તાપ સેવન, નસ્ય, વમન-સ્વેદન, બાફ લેવો, વધુ ચાલવું, ઉકાળા વગેરેથી કફનું શમન થાય છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Check Also

આ સામાન્ય લાગતું શાકભાજી પગથી લઇ માથા સુધીના ભલભલા રોગને જીવનભર ઉખાડી ફેંકશે, કોલેસ્ટ્રોલ માટે તો છે બેસ્ટ દવા

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો. ખીજડો અથવા શમડી અથવા શમી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!