આપણી ઉંમરની સાથે શરીરમાં ઘણા રોગો પ્રવેશવા લાગે છે. આજ રીતે ઘરની સમસ્યાઓ પણ સમય જતા ઉત્પન્ન થવા લાગે છે. જો દાંત યોગ્ય રીતે સાફ ન કરવામાં આવે તો પછીથી તમને ઘણી સમસ્યાઓ થઈ શકે છે.
દાંત સાચા હોય કે ખોટા તેની યોગ્ય સફાઈ રીતે તેની સફાઈ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. સવારે યોગ્ય રીતે બ્રશ કરવામાં આવે તો દાંતને લાંબા સમય સુધી મજબૂત રાખી શકાય છે.
બ્રશ કરવું એટલે દાંતમાં અટવાયેલું ખાવાનું અને પ્લાકને દૂર કરવુ. જો તમને ટૂથપેસ્ટનો સ્વાદ ગમતો નથી અથવા ટૂથપેસ્ટને થૂંકવામાં મુશ્કેલી આવી રહી છે. અને તમે તેને ગળી જવાની સમસ્યાઓ થી પણ પરેશાન છો, તો તેનો ઉપયોગ ન કરો. ટૂથપેસ્ટ સિવાય ઘરેલું ઉપાય પણ અપનાવી શકાય છે. બીજી બાજુ જો તમને ટૂથપેસ્ટ જરૂરી લાગે છે તો યાદ રાખો કે તેમાં ફ્લોરાઇડ હોવું જરૂરીછે.
ફ્લોરાઇડ દાંતની ખામીથી રક્ષણ આપે છે. સૌથી મહત્વની વસ્તુ ટૂથપેસ્ટ ખૂબ ઓછી માત્રામાં લેવી નહીં તો તે તમારા શરીરને નુકસાન પહોંચાડી શકે છે. એન્ટીબેક્ટેરિયલ ટૂથપેસ્ટનો ઉપયોગ કરો. આનાથી પ્લાક અને જિંજિવાઇટીસ ની બીમારી થોડી ઓછી થાય છે.
દાંત સાફ કરવા માટે યોગ્ય બ્રશની પસંદગી કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. વૃદ્ધો માટે નહીં, દરેક માટે યોગ્ય બ્રશ પસંદ કરવું મહત્વપૂર્ણ છે. બ્રશ ખૂબ નરમ હોવુ જોઈએ. ઉપરાંત, બ્રશને પકડવું સરળ હોવું જોઈએ. જો બ્રશને પકડવામાં કોઈ સમસ્યા હોય તો બાળકો માટે એની સાઇઝનું બ્રશ ખરીદવું અથવા આજકાલ ઇલેક્ટ્રિક ટૂથ બ્રશ પણ ઉપલબ્ધ છે.
દાંતને સાફ કરવાનો અર્થ એ નથી કે, તમે તેમની સામે લડવાનું શરૂ કરી દો. દાંત સાફ કરવું એ એક નાજુક પ્રક્રિયા છે, તેથી તેને આરામથી સાફ કરો. બ્રશ કરવા માટે સાચી પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. પેઢાની ધાર પરથી શરૂ કરીને ઉપર થી નીચે આવતા, દાંતની અંદરની અને બહાર સાઇડ પર હળવાશ થી બ્રશ ઘસવું જોઈએ. જેથી દાંત સંપૂર્ણ રીતે સાફ થઈ જાય.
જો તમે ડેન્ટિસ્ટનો વિશ્વાસ કરો, તો દરેક વ્યક્તિએ દરરોજ ઓછામાં ઓછું બે વાર બ્રશ કરવું જોઈએ. તેનાથી મોં સાફ કરવામાં મદદ મળે છે અને દાંત બગડવાની શક્યતા પણ ઘટાડે છે. રાતના સુતા પહેલા બ્રશ કરતી વખતે એવા પ્રોડક્ટનો વપરાશ કરો, જેનાથી તમારા મોં ના સુકાય. જીભ ક્લીનર દ્વારા જીભની સફાઇ નિયમિત થવી જોઈએ.
દાંતની સફાઈ દરેક ઉંમરે જરૂરી છે. પછી ભલે તે બાળપણ હોય કે વૃદ્ધાવસ્થા. જો દાંત અને જીભ સાફ છે, તો પછી તમે મો ના રોગોથી દૂર રહી શકશો. આનો એક ફાયદો એ છે કે મોં સાફ રાખવાથી પણ તાજગી અનુભવો છો અને બીજા પણ તમારી નજીક આવી શકે છે. બ્રશ કરવા ખાતર ન કરો, બરાબર બ્રશ કરવાની યોગ્ય પદ્ધતિ અપનાવો.
ડેન્ટિસ્ટ્સ હંમેશાં દાંતને વર્ટિકલ સ્ક્રબિંગ કરવાનું કહે છે. મતલબ કે બ્રશને આડું રાખીને ઉપર-નીચે તરફ ફેરવીને દાંત સાફ કરવા. ટૂથબ્રથ મૅન્યુફૅક્ચર કંપનીઓ દાંત પર બ્રશ ગોળાકારમાં ફેરવવાનું સૂચવે છે.
ડેન્ટલ અસોસિએશનો દ્વારા બ્રશિંગ-ટેક્નિક આપવામાં આવે છે એમાં પણ મતભેદો છે. બ્રિટનમાં રોજ બે વાર બે મિનિટ માટે બ્રશ કરવાનું કહેવાય છે, જ્યારે યુરોપિયન દેશોમાં ત્રણ મિનિટ સુધી બ્રશ કરવું જરૂરી માને છે.
સૉફ્ટ રૂંછાંવાળા બ્રશને ૪૫ ડિગ્રીના ઍન્ગલ પર રાખીને દાંત પર આગળ-પાછળ ફેરવવામાં આવે તો એનાથીયે બે દાંત વચ્ચેના ખૂણામાં ભરાયેલા ખોરાકના કણો અને પ્લાક આરામથી સાફ થઈ જાય છે.
દાંતની તમામ સપાટીઓ પર હળવેકથી બ્રશ ફેરવવું જરૂરી છે. બહાર દેખાતા દાંતની જેમ દાંતની અંદરની તરફની સપાટી પર પણ બ્રશ આગળ-પાછળ ફેરવવામાં આવે એ પણ ચાલે.
કેટલાક નિષ્ણાતો માને છે કે જમ્યા પછી તરત બ્રશ કરવું જરૂરી છે, કેમ કે ખોરાક મોંમાં જવાથી જે ઍસિડ પેદા થાય છે એ મોંમાં રહેલા બૅક્ટેરિયા સાથે પ્રક્રિયા કરીને દાંતના ઉપરના આવરણ ઇનેમલને ડૅમેજ કરી શકે છે;
જ્યારે અન્ય નિષ્ણાતોનું કહેવું છે કે જમ્યા પછી તરત બ્રશ ન કરાય, બ્રશ કરવાથી દાંતના ઇનેમલને વધુ નુકસાન થાય છે. જોકે લંડનના આ નિષ્ણાતોના કહેવા મુજબ જમ્યા પછી તરત જ ખૂબબધા પાણીથી કોગળા કરવામાં આવે એ પણ પૂરતું છે.
જ્યારે મોંમાં ઍસિડ જમા થયેલો હોય ત્યારે બ્રશ ફેરવવાથી ડૅમેજ થવાની શક્યતાઓ વધે છે. જમ્યા પછી ખોરાકના અંશો દાંતમાં ભરાયેલા ન રહે એ રીતે કોગળા કરવા જરૂરી છે.
દાંત પર ઘસી-ઘસીને બ્રશ કરવાનું ડૅમેજિંગ છે. ડેન્ટિસ્ટ્સ તેમ જ અન્ય તમામ નિષ્ણાતો સહમત થાય છે કે દાંત પર જોર દઈને જાડા, બરછટ રૂંછાંથી ઘસવાની જરૂર નથી. લંડનના નિષ્ણાતોનું કહેવું છે કે બ્રશ કરતી વખતે દાંત પર વધુપડતું દબાણ ન આવે એ માટે એને મુઠ્ઠીમાં નહીં, આંગળીઓમાં પેન્સિલ પકડતા હોઈએ એમ પકડવું જોઈએ. મુઠ્ઠીથી નૅચરલી જ વધુ પ્રેશર આવી જાય છે, જ્યારે આંગળીઓ દ્વારા મળતું પ્રેશર પૂરતું છે.
મોટે ભાગે, બ્રશ કરતી વખતે, આપણે અજાણતાં મોંના એક ભાગથી બ્રશ કરવાનું શરૂ કરીએ છીએ, પરિણામે આપણને છેલ્લેર કંટાળો આવે છે. અને આ કરવાથી મોઢાના બાકીના ભાગોની સફાઈ યોગ્ય રીતે કરવામાં આવતી નથી, દરરોજ નવા ભાગોથી બ્રશ કરવાનું શરૂ કરો, આ તમારા આખા મોઢાને સરખી રીતે સાફ કરશે.
દાંત પર પીળો રંગ થવા સાથે બ્રશ કરવા સાથે, લીંબુથી દાંત સાફ કરો. લીંબુનો રસ દાંત પર લગાવવાથી દાંતની કલરશ દૂર થાય છે. દાંત પીળા થઈ જાય ત્યારે એક લીંબુ કાઢો અને કપાસ અથવા બ્રશની મદદથી આ લીંબુનો રસ દાંત પર લગાવો. આ રસને ઓછામાં ઓછા 10 મિનિટ માટે દાંત પર મુકો. જ્યારે તે દાંત પર સારી રીતે સુકાઈ જાય છે, ત્યારે ગરમ પાણી કોગળા કરો. અઠવાડિયામાં બે વાર દાંત પર લીંબુનો રસ લગાવવાથી દાંત સફેદ અને ચળકતા થાય છે.