૯૦% લોકો નથી જાણતા રાત્રે ક્યા પડખે સૂવું જોઈએ ડાબે કે જમણે? જાણો કેવી રીતે સુવાથી પેટને લગતી તેમજ અન્ય બીમારીથી બચી શકાય

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આયુર્વેદશાસ્ત્ર ની અંદર જણાવવામાં આવ્યું છે કે પુખ્ત વયના વ્યક્તિ એ નિયમિતરૂપે સાતથી આઠ કલાક જેટલી  ઊંઘ લેવી જોઈએ. જેથી કરીને તેનું સ્વાસ્થ્ય સારું જળવાઈ રહે. સામાન્ય રીતે આયુર્વેદ શાસ્ત્ર ની અંદર વ્યક્તિની સુવાની રીત ના આધારે પણ તેના સ્વાસ્થ્ય વિશે ઘણી બધી વાતો છે. દરેક વ્યક્તિની સુવાની પદ્ધતિ અલગ અલગ હોય છે. જેમ કે કોઈ ડાબી બાજુ પડખું ફરીને સુવે છે, તો કોઈ જમણી બાજુ પડખું ફરીને સુવે છે. કોઈ પીઠના બળે સીધા સુવે છે તો કોઈ પેટના બળ પણ ઉંધા સુવે છે. પરંતુ આ સ્થિતિમાંથી એવી પણ સ્થિતિ છે જે આપણા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખુબ જ હાનીકારક છે.

કોઈપણ વ્યક્તિ રાત્રે કઈ રીતે સુવે છે તેના આધારે તેના સ્વાસ્થ્ય વિશે ઘણુ બધુ જાણી શકાય છે. આયુર્વેદ શાસ્ત્ર ની અંદર ઘણી બધી એવી રીત પણ આપેલી છે કે જેના દ્વારા કોઈપણ વ્યક્તિ આ પરિસ્થિતિમાં સૂવાથી કાયમી માટે સ્વસ્થ રહી શકે છે. સામાન્ય રીતે લોકો રાત્રે સૂતી વખતે વિવિધ પ્રકારની સ્ટાઇલમાં સુતા હોય છે. પરંતુ જો લોકો સુવા માં ખોટી રીતનો ઉપયોગ કરતા હોય તો તેના કારણે તેના સ્વાસ્થ્યને અનેક પ્રકારના નુકસાન થઈ શકે છે.

સામાન્ય રીતે જમ્યા પછી કે રાત્રિ દરમિયાન ડાબા પડખે ફરીને સુવાના કારણે સ્વાસ્થ્ય સારું જળવાઈ રહે છે. તે કોઈપણ વ્યક્તિ માટે ડાબા પડખે સુવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ મોટાભાગના લોકો એ જાણતા નથી કે હકીકતમાં શા માટે માત્ર ડાબા પડખે સુવાના કારણે જ સ્વાસ્થ્ય સારું જળવાઈ રહે છે? અને તેના કારણે  કયા પ્રકારના ફાયદા થાય છે?

ડાબા પડખે સુવા પાછળનું મુખ્ય કારણ એ છે કે આયુર્વેદ શાસ્ત્ર પ્રમાણે વ્યક્તિના શરીરમાં જઠર ડાબી બાજુ નમેલ હોય છે, અને આથી જ જમ્યા પછી જો ડાબા પડખે સુવામાં આવે તો તેના કારણે  જઠરની અંદર ખાધેલો ખોરાક આસાનીથી પહોંચી જાય છે. અને ત્યાં પચવાની ક્રિયા પણ યોગ્ય રીતે થાય છે. અને આથી જ જમીને ડાબા પડખા સુવાના કારણે પાચનતંત્ર યોગ્ય રીતે કાર્ય કરે છે અને ખાધેલો ખોરાક આસાનીથી પચી જાય છે.  ડાબી બાજુ સુવાથી દિલ માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. રક્તનું પરિભ્રમણ પણ સારી રીતે થાય છે. સાથે જ ડાબી બાજુ સુવાના બીજા ઘણા ફાયદા પણ થાય છે.

ડાબા પડખે સુવાના કારણે હૃદય ઉપર પૂરતા પ્રમાણમાં દબાણ લાગતું નથી અને હૃદયનું કાર્ય યોગ્ય રીતે થઈ શકે છે. આ ઉપરાંત ડાબા પડખે સુવાના કારણે  સ્વસનતંત્ર ની અંદર પણ યોગ્ય રીતે કાર્ય થાય છે. જેથી કરીને શરીરના દરેક અંગ સુધી પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પહોંચે છે. અને આથી જ મગજ તથા આપણું શરીર યોગ્ય રીતે કાર્ય કરી શકે છે. ડાબી બાજુ સુવાથી દિલ પર દબાણ નથી પડતું. એટલા માટે દિલની કાર્યશૈલી હંમેશા સારી રહે છે અને સ્વાસ્થ્ય માટે ડાબી બાજુ સુવાથી ખુબ જ સારું ગણાય છે.

આયુર્વેદ શાસ્ત્ર ની અંદર જણાવવામાં આવ્યું છે કે જો કોઈ પણ ગર્ભવતી મહિલા ડાબા પડખે ફરીને સુવે છે તો તેના કારણે તેના બાળકને ગર્ભની અંદર યોગ્ય રીતે વિકાસ થવાની સંભાવના વધી જાય છે. અને સાથે સાથે પેટ ની અંદર રહેલા બાળક તથા માતાના સ્વાસ્થ્ય ઉપર તેની સારી અસર રહે છે. આથી કોઈપણ ગર્ભવતી મહિલાએ બને ત્યાં સુધી ડાબા પડખે સુવું જોઈએ. આ ઉપરાંત ડાબા પડખે સુવા ના કારણે હૃદય યોગ્ય રીતે કાર્ય કરે છે. જેથી કરીને શરીરના દરેક અંગ સુધી પૂરતા પ્રમાણમાં લોહી મળી રહે છે. અને આથી જ શરીરની અંદર લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થાય છે.

ગર્ભવતી મહિલાને સામાન્ય રીતે પેટનો આકાર મોટો થઇ જતો હોય છે. જેના કારણે લીવર અને કીડની પર દબાણ થતું હોય છે. પરંતુ ગર્ભવતી મહિલા ડાબા પડખે સુવે તો આ સમસ્યામાં રાહત રહે છે અને કીડની અને લીવર પર દબાણ પણ નથી પડતું. ડાબા પડખે સુવાથી કમર, પીઠ કરોડરજ્જુ પર વધુ દબાણ નથી આવતું તેમજ પીઠની માંસપેશીઓને પણ આરામ મળે છે. જેથી કમરનો દુઃખાવો રહેતો નથી. તેમજ એક ખુબ જ ગાઢ અને લાંબી ઊંઘ આવે છે.

ડાબી બાજુ પડખું રાખીને સુવાનું અન્ય એક કારણ ગ્રેવિટી એટલે કે ગુરુત્વાકર્ષણ પણ છે. તે ભોજનને નાના આંતરડા માંથી મોટા આંતરડા સુધી આરામથી પહોંચાડવામાં મદદ કરે છે. જેથી  સવારે પેટ આરામથી સાફ થઇ જાય છે. તેમજ ડાબી બાજુ પડખું ફરીને સુવાથી મગજ અને શરીરના અન્ય ભાગમાં ઓક્સીજનનો પ્રવાહ સરખી રીતે થાય છે. જેનો આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ઉપર સકારાત્મક પ્રભાવ પડે છે. આ ઉપરાંત ડાબા પડખે સુવાથી પીઢ, કમર અને ડોક ને લગતા દુખાવ માંથી પણ બચી શકાય છે.

ડાબી બાજુ સુવાથી શરીરના બધા અંગ અને મગજને ઓક્સિજન સારી રીતે મળી રહે છે. જેનાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે અને મગજ પર તેનો સારો એવો પ્રભાવ પડે છે. ડાબી બાજુ સુવાથી શરીરને ઓક્સીજન સારી રીતે મળતું હોવાથી સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું ગણાય છે. પરિણામે અનેક રોગો માંથી છુટકારો મેળવી શકાય છે. આ પોઝિશનમાં સૂઇ જવા પર પેટનું એસિડ ઉપરની જગ્યાએ નીચે તરફ જાય છે. જેનાથી એસીડિટી અને છાતીમાં થતી બળતરા પણ ઓછી થાય છે.

ડાબા પડખે સુવાથી પેટ સંબંધી રોગો, થાક, પેટનું ફૂલવું, મળત્યાગ વગેરે સમસ્યાઓમાં ઘટાડો થાય છે. ડાબા પડખે ઊંઘવાથી સ્વાદુપિંડ સરળતાથી કાર્ય કરી શકે છે, આથી પાચન શકિત મજબૂત બને છે. તે સિવાય પાચનની સમસ્યા હોય છે તે લોકોને ડોક્ટર પણ ડાબા પડખે સૂઇ જવાની સલાહ આપે છે.  તે સિવાય ડાબા પડખે સૂઇ જવાથી પિત્તની મુશ્કેલીઓથી બચી શકાય છે. તેમજ એસીડીટી અને બળતરાની સમસ્યા પણ થતી નથી. ડાબા પડખે સુવાથી ચરબી એકઠી થતી નથી અને મેદસ્વીતાથી દુર રહી શકાય છે. આમ ડાબા પડખે સુવાના અનેક લાભો છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top