માત્ર આ મહાઔષધિથી જીવનભર દવાખાના અને દરેક રોગથી છુટકારો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

બદલાતા વાતાવરણમાં વાયરસ અને ચેપથી બચવા લોકો અવનવા ઘરેલુ નુસક્કા અજમાવતા હોય છે. આજે અમે તમને એવી જ આયુર્વેદની બેસ્ટ ઔષધિ વિષે જણાવવા જઈ રહ્યા છીએ જે શરીરને શરદી-ખાંસી, કફથી બચાવી  રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ઉપયોગી છે. માત્ર આ આયુર્વેદિક ઔષધીના ઉપયોગથી તરમે જીવનભર રોગપ્રતિકારક શક્તિ વધારી સ્વસ્થ અને નીરોગી જીવન જીવી શકો છો.

અશ્વગંધા:

અશ્વગંધા નર્વ્સ સિસ્ટમને તંદુરસ્ત રાખે છે. અશ્વગંધાને જિનસંગ પણ કહેવામાં આવે છે. આયુર્વેદના વિશેષજ્ઞો તેને બળવર્ધક ટોનિક અથવા પ્રતિરક્ષા પ્રણાલી મજબૂત કરવા વાળું રસાયન માને છે. અશ્વગંધા સંક્ર્મણ અને બીમારીઓથી લડવામાં શરીરની શક્તિને મજબૂત કરે છે. તે શરીરના ઉતકો અને ઓજસને પોષણ પ્રદાન કરે છે. વસ્ત્રગાળ ચૂર્ણ કાચની બંધ બાટલીમાં રાખવું. ત્રણ મહિના પૂરતું જ તૈયાર કરવું આ ચૂર્ણ ૧ થી ૧૦ ગ્રામ સુધી દિવસમાં બે વખત દૂધમાં કે પાણીમાં લેવું.

ગિલોય (ગળો):

ગિલોયનો આયુર્વેદિક ફાયદો ઘણો છે. તેને અમૃત પણ કહેવામાં આવે છે. તે અનેક પ્રકારના સંક્ર્મણ અને તાવને રોકવામાં આયુર્વેદનો બ્રહ્માસ્ત્ર છે. આ ઔષધિ તણાવ, વારંવાર બીમાર પડવું અને સંક્રમણના કારણે કમજોર થઈ ગયેલા શરીરની પ્રતિરક્ષા પ્રણાલીને મજબૂત કરી રોગો સામે લડવાની શક્તિ વધારે છે. તેના એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ શરીરમાં ઇન્ફ્લેમેશનમાં આરામ આપે છે. લીમડો કે તેવાં કોઈ નિર્દોષ વૃક્ષ પર ચડેલી તાજી ગળો લાવી, તેની ઉપરની કાગળ જેવી પાતળી પીળી છાલ દૂર કરવી. સૂડીથી તેના નાના નાના ટુક્ડા કરી, ટોંચીને છાંયે સૂકવવી. તે પછી બારીક ચૂર્ણ કરવું.

આંબળા:

આંબળાને વંડરબેરી પણ કહેવામાં આવે છે. તે આયુર્વેદના સર્વશ્રેષ્ઠ રસાયણોમાં એક છે. આંબળાની અંદર વિટામિન સી અને અન્ય પ્રાકૃતિક એન્ટી ઓક્સીડેન્ટ તત્વો મળી આવે છે. વિશેષજ્ઞોનું માનવું છે કે એન્ટી ઓક્સીડેન્ટ વાયરસને વધતા રોકે છે. વાયરસનો ઝડપથી પ્રચાર પ્રસાર રોકે છે. અને વાયરસ ઉપર ઝડપથી પ્રહાર પણ કરે છે. આંબળા એ એક કુદરતી ઔષધી છે આયુર્વેદમાં તેના સ્વાસ્થ્યવર્ધક અઢળક ફાયદાઓ દર્શાવવામાં આવ્યા છે. તે શરીરને આંતરિક તેમજ બાહ્ય રીતે પુષ્કળ લાભો પહોંચાડે છે. આંબળામાં અસંખ્ય ઝીણા કાણા પાડી તેને ત્રીસ દિવસ સુધી મધમાં પલાળી રાખવા અને રોજ આવા બે આંબળા ખાવાથી તે સ્વાસ્થ્ય માટે ટોનિકનું કામ કરે છે

તુલસી:

તુલસીનો છોડ પોતાની પવિત્રતા માટે જાણીતો છે. હિન્દુ ધર્મમાં તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે. તુલસીને સુખ અને કલ્યાણકારી તરીકે જોવામાં આવે છે પરંતુ પૌરાણિક મહત્ત્વથી અલગ તુલસી એક જાણિતી ઔષધિ પણ છે, જેનો ઉપયોગ કેટલીય બિમારીઓમાં કરવામાં આવે છે. શરદી-ખાંસીથી લઇને કેટલીય મોટી અને ભયંકર બીમારીઓમાં પણ તુલસી એક અસરકારક ઔષધિ છે. આયુર્વેદમાં તુલસીના છોડના દરેક ભાગને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે.

તુલસીને જડીબુટ્ટીની રાણી પણ કહેવામાં આવે છે. આ આયુર્વેદમાં ખુબ જ સન્માનીય ઔષધિ છે. તેના અનેક ચિકિત્સક ફાયદાઓ છે. આધુનિક શોધમાં એ માલુમ થયું છે કે તુલસી સામાન્ય પેથોજન્સ, જેવા બેક્ટિરિયા, વાયરસ અને ફંગસને દૂર કરે છે. તુલસી સંક્ર્મણ કરવા વાળા આ તત્વોની વિરુદ્ધ શરીરને મજબૂત બનાવે છે અને પ્રતિરક્ષા પ્રણાલીને પણ મજબૂત બનાવે છે.

જેઠીમધ:

જેઠીમધ અને લીંડી પીપર વ્યક્તિના શ્વસન તંત્ર પર સકારાત્મક પ્રભાવ પાડે છે, અને ગિલોય પ્રસિદ્ધ તાવ નાશક ઔષધિ છે. આ દરેક ઔષધિઓનું મિશ્રણ રોગીની રોગપ્રતિકારક શક્તિ વધારશે, જે ફક્ત આ રોગમાં જ નહિ અન્ય રોગોથી બચવા માટે પણ પ્રભાવશાળી સિદ્ધ થશે. મુલેઠી કે જેઠીમધ અને પીપલી એટલે કે નાની પીપર વ્યક્તિના શ્વસનતંત્ર પર સકારાત્મક પ્રભાવ પાડે છે અને ગળો પ્રસિદ્ધ જ્વરનાશક ઔષધિ છે. આ તમામ ઔષધિઓનું સંમિશ્રણ દર્દીની રોગપ્રતિકારક શક્તિ વધારશે જે માત્ર કોરોના જ નહીં અન્ય રોગોથી બચવામાં પણ ઉપયોગી સાબિત થશે.

આ મિશ્રણને આયુર્વેદમાં વર્ણવેલી ક્વાથ વિધિ એટલે કે કાઢો બનાવીને પ્રયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. કાઢો બનાવવા માટે ચારેય ઔષધિને સમાન માત્રામાં લઈને (દરેક ઔષધિ અઢી ગ્રામ, કુલ 10 ગ્રામ) થોડી ખાંડીને ચાર ગણા પાણીમાં ઉકાળી લો.

ત્યાર બાદ એક ચતુર્થાંશ જેટલું પાણી બચે એટલે ગાળીને હુંફાળું હોય ત્યારે સેવન કરવું. સતત 15 દિવસ સુધી તેનું સવાર-સાંજ સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top