5 થી 50 વર્ષ સુધીના દરેક વ્યક્તિને 100થી વધુ રોગોથી દૂર રાખે છે માત્ર આ એક વસ્તુનું સેવન, જરૂર જાણો તેના ફાયદા અને શેર કરી દરેકને જરૂર જણાવો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આ આયુર્વેદિક જડીબુટ્ટીઓવાળા ટોનિકમાં ગજબના સ્વાસ્થ્ય લાભ છુપાયેલા છે. એવું માનવામાં આવે છે કે ચ્યવનપ્રાશની શોધ ચ્યવન નામના એક ઋષિએ કરી હતી. તેમણે જ પ્રથમવાર પોતાના યૌવન અને આયુષ્યને વધારવા માટે આ અસરકારી ટોનિકની શોધ કરી હતી.

ચ્યવનપ્રાશનું સેવન નિયમિત કરવાથી ઈનફર્ટિલિટી, એજિંગ અને ઈન્ફેક્શન સામે રક્ષણ પ્રદાન કરે છે. આ સિવાય તે હાર્ટની બીમારી, શરદી, ખાંસી, છાતીમાં દુઃખાવા વગેરેથી પણ બચાવીને રાખે છે. ચ્યવનપ્રાશમાં એન્ટીએજિંગ તત્વ હોય છે જે સંપૂર્ણપણ હર્બલ હોય છે. તેમાં મુખ્ય સામગ્રીમાં આમળા હોય છે જેને એક શક્તિશાળી એન્ટીઓક્સીડેન્ટ માનવામાં આવે છે.

જો ચ્યવનપ્રાશના ખરા ફાયદા મેળવવા માગતા હોવ તો તમારે બપોરના ભોજન પહેલાં ચ્યવનપ્રાશનું સેવન કરવું. ચ્યવનપ્રાશ 49 જડીબુટ્ટીઓને મિક્ષ કરીને બનાવવામાં આવે છે. આ સિવાય તેમાં સોનું અને ચાંદી પણ મિક્ષ કરવામાં આવે છે.

ચ્યવનપ્રાશના ભરપૂર લાભ મેળવવા હોય તો તેને સતત 100 દિવસ સુધી સવાર-સાંજ એક-એક ચમચી લેવું જોઈએ. જેમાં સવારે બ્રેકફાસ્ટ કર્યાના 20 મિનિટ પહેલાં નવશેકા દૂધ સાથે લેવું અને રાતે સૂતાના 20 મિનિટ પહેલાં લેવું. નવશેકું દૂધ ઠંડા દૂધ કરતાં વધુ ફાયદાકરક હોય છે. તે પાચનક્રિયામાં મદદ કરે છે. તેથી ચ્યવનપ્રાશને નવશેકું દૂધ અથવા તો ઠંડા દૂધનું પણ સેવન કરી શકો છો.

ચ્યવનપ્રાશમાં ઘી પહેલાંથી જ હોય છે.  જેથી તેને ઘી સાથે ન લેવાની સલાહ આપવામાં આવે છે. ચ્યવનપ્રાશનું સેવન દૂધ કે પાણીમાં મિક્ષ કરીને કરવાથી ઘી કરતાં વધારે લાભકારી સિદ્ધ થાય છે.

પાંચ કે તેનાથી વધુ વયના બાળકોને ચ્યવનપ્રાશનું સેવન કરવા આપી શકાય છે. તેમ છતાં સુરક્ષિત ઉપાય મુજબ 1/4 ચમચી ચ્યવનપ્રાશ બાળકને દૂધ સાથે આપવામાં આવે.

ચહેરા પરની કરચલીઓ, ફાઈનલાઈન્સ અને સફેદ વાળ આ બધી વસ્તુઓ ઘડપણની સૂચક છે. ચ્યવનપ્રાશમાં સારાં પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે વ્યક્તિને હમેશાં યુવાન રાખવામાં અને ઘડપણથી બચાવી રાખવામાં મદદ કરે છે. આ રસાયણોથી ભરપૂર ઉત્પાદ છે, જે યુવાની ટકાવી રાખે છે.

દરરોજ એક કે બે ચમચી ચ્યવનપ્રાશનું સેવન કરવાથી વજનમાં વધારો થતો નથી. ચ્યવનપ્રાશનું સેવન મેટાબોલિઝ્મને નિયંત્રિત કરે છે. ચ્યવનપ્રાશમાં ઘીનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ તેનાથી વજન વધવાનો ખતરો નથી રહેતો.

જો તમને દમ કે શ્વાસ સંબંધી સમસ્યાઓ હોય તો ચ્યવનપ્રાશના નિયમિત સેવનથી તમે કાયમ માટે આ તકલીફમાંથી છુટકારો મેળવી શકો છો. જો શરીરમાં હિમોગ્લોબીનની ઉણપ હોય તો રોજ ચ્યવનપ્રાશનું સેવન થી આ સમસ્યાને દૂર થાય છે. શરીરની ઈમ્યૂન સિસ્ટમને સુધારીને રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે. જેનાથી અનેક રોગો શરીરમાં પ્રવેશતા નથી. અને શરીર નીરોગી રહે છે.

જો રોજ એક ચમચી ચ્યવનપ્રાશનું સેવન કરવાથી આદત હશે તો ક્યારેય પેટમાં ગેસ થવાની સમસ્યાઓ સતાવશે નહીં. નિયમિત ચ્યવનપ્રાશનું સેવન બ્લડપ્રેશરને હમેશાં નિયંત્રણમાં રાખે છે. બ્લડપ્રેશરના દર્દીઓ માટે આ એક બેસ્ટ મેડિસિન છે.

નિયમિત રીતે ચ્યવનપ્રાશનું સેવન કરવાથી લોહી, લિવર અને આંતરડામાં રહેલાં વિષાક્ત પદાર્થોને દૂર થાય છે.અને લિવર કે આતરડાને  ને લગતા રોગો માં રાહત મળે છે. જો કોઈ પણ વ્યક્તિ ડિપ્રેશનની સમસ્યાથી પીડાતા હોવ તો ચ્યવનપ્રાશ તેમની માટે બેસ્ટ વસ્તુ છે. જોકે  ઝડપી રાહત નહીં મળે તેમ છતાં થોડા દિવસોમાં તમે પોતે ફરક અનુભવશો.

યૌન ઉત્તેજનામાં મદદ કરે છે. ચ્યવનપ્રાશમાં અનેક એવી જડીબુટ્ટીઓ હોય છે. જે સેક્સ લાઈફને હમેશાં જીવંત અને સ્વાસ્થ્યને અડીખમ રાખે છે. તેનું નિયમિત સેવન સેક્સ લાઈફમાં સુધારો કરે છે.

જો કોઈ વ્યક્તિ શારીરિક રીતે નબળુ હોય અથવા તો તેને ઠંડી વધારે લાગતી હોય તો સૌથી પહેલા તેને ચ્યવનપ્રાશ ખાવાની સલાહ આપવામાં આવે છે. ચ્યવનપ્રાશ શિયાળામાં ખૂબ જ ફાયદાકારક અને લાભદાયી છે. તેને બનાવવા માટે અનેક જડીબુટ્ટીઓનો ઉપયોગ થાય છે જે ખાવાથી શરીરમાં નવી ઉર્જા ઉત્પન્ન થાય છે.

જો તમને નિયમિત ચ્યવનપ્રાશ ખાવાની આદત હશે તો તમારું કોલેસ્ટ્રોલ હમે્શા કંટ્રોલમાં રહેશે. ઈન્ફેક્શન સામે રક્ષણ ચ્યવનપ્રાશનું સેવન શરદી અને સંક્રમણ સામે રક્ષણ આપે છે

ચ્યવનપ્રાશનું સેવન કરવાથી માસિક ધર્મને નિયમિત રહે છે. તેની સાથે જ તે પ્રિમેન્સુએલ સિન્ડ્રોમની સંભાવનાને પણ દૂર કરે છે. સાથે જ દુઃખાવામાં પણ રાહત આપે છે.જો  શરીરમાં હિમોગ્લોબીનની ઉણપ હોય તો રોજ ચ્યવનપ્રાશનું સેવન તમારી આ સમસ્યાને દૂર કરશે. વાળ અને નખને સુંદર, હેલ્ધી અને મજબૂત બનાવે છે. સમૃતિ, એકાગ્રતા અને સતર્કતામાં વધારો કરે છે. તમારી રેસ્પિરેટરી સિસ્ટમને મજબૂત બનાવે છે

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top