પ્રાચીન આયુર્વેદિક રીત થી ચશ્મા ના નંબર ઉતારવાનો સરળ ઈલાજ જરૂર વાંચવા અને શેર કરવા જેવો લેખ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આંખ ચહેરાનો સૌથી આકર્ષક ભાગ હોય છે. તેના દ્વારા વ્યક્તિ રંગ-બેરંગી દુનિયા જોઇ શકે છે. આંખો વગર કોઇપણ કામ સહેલાઇથી કરી શકાતું નથી. વધતા પ્રદુષણ, ખરાબ ખાણી-પીણી, મોબાઇલ કે કોમ્પ્યુટર પર કલાકો કામ કરવાથી આંખો ખરાબ થવા લાગે છે અને નંબર પણ આવી જાય છે. જેથી ચશ્મા પહેરવા પડે છે. એવામાં ખૂબ જરૂરી છે કે આંખની યોગ્ય રીતે કાળજી કરવામાં આવે.

ખોરાક તમામ પોષક તત્વોથી ભરપુર હોવો જોઈએ, સંતુલિત આહાર માત્ર આંખો માટે નહીં પણ સમગ્ર શરીર માટે જરૂરી છે. ગાજરનો રસ, ઈંડા, દૂધ, લીલા શાકભાજી, ફળ, સુકો મેવો, કોબીજ, લીંબુ વગેરે રોજીંદા ખોરાકનો હિસ્સો હોવો જોઈએ. કઠોળને પણ તેમાં સ્થાન મળવું જરૂરી છે. જો કે સૌથી લાભકારક વસ્તુઓમાં કોઈપણ પ્રકારની ભાજીને ખાસ ખાવી જોઈએ.

જ્યુસ બનાવવાની રીત :

બદામ, વરિયાળી અને ખાંડને સરખી માત્રામાં લઈને તેને વાટી લો, એ મિશ્રણનો 10 ગ્રામ જેટલો ભાગ 250 મિલી દૂધ સાથે રાત્રે સૂતી વખતે લો. 40 દિવસ સુધી તેનું સતત સેવન કરવાથી એ અનુભવશો કે દૃષ્ટિ મજબૂત થઈ છે, અને અનુભવશો કે જે  ઝાંખપ આવી હતી તે પણ દૂર થવા માંડી છે. આ પ્રયોગ 40 દિવસ સુધી કરવાનો છે.  અને એ લીધા બાદ બે કલાક સુધી પાણી નથી પીવાનું.

આમળા નો ઉપયોગ :

આમળામાં વિટામીન સીની માત્રા વધુ હોવાથી તે આંખો માટે ઘણા ફાયદાકારક છે. આમળાનું સેવન પાવડર, કેપ્સ્યુલ, જામ કે પછી જ્યૂસ બનાવીને કરી શકો છો. જો કે સૌથી સારી રીત હોય તો રોજ સવારે મધની સાથે તાઝા આમળાનો રસ પીવાથી કે પછી રાત્રે ઉંઘતા પહેલા પાણીની સાથે એક ચમચી આમળા પાવડરની ફાંકી લેવાથી પણ ફાયદો થઈ શકે છે. આ ફાંકી લીધા બાદ પાણી ન પીવું અને સવારે પણ આમળાનો રસ પીઓ તે પછી પણ તાત્કાલિક પાણી પીવાનું નહિ.

ત્રિફળા પાવડર :

એક ચમચી ત્રિફળા પાવડરને પાણીમાં ભેળવી દો અને આખી રાત તેને એમ જ રહેવા દો, સવારે ઉઠો ત્યારે એ પાણીને ગાળી લો અને તેનાથી  આંખોને ધોઈ નાંખો. આંખને એ પાણીથી ધોતી વખતે મ્હોમાં જો તાજુ પામી ભરી રાખો તો તેના કારણે વધુ ફાયદો થશે. આંખ ધોવી એટલે સારી રીતે ધોવી ઉપર ઉપરથી ધોવી તેને આંખ ધોયેલી ના કહેવાય, આ પદ્ધતિથી એક જ મહિનામાં ફરક દેખાવા લાગશે.

ગાજર નું સેવન :

ગાજરમાં ફોસ્ફરસ, વિટામિન એ અને સી તેમજ આયર્ન વધુ માત્રામાં હોય છે, જેના કારણે ગાજર આંખો માટે ઘણાં અસરકારક માનવામાં આવે છે. જો નિયમિત રૂપે કાચા ગાજર સલાડ બનાવીને ખાઓ અથવા તો ગાજરનો રસ કાઢીને રોજ પીઓ તો તેના કારણે આંખોને ઘણો ફાયદો થાય છે.  અને તેના કારણે દૃષ્ટિ ઘણી જ મજબૂત બને છે.  એના કારણે ચશ્માના નંબર પણ ઉતરતા જાય છે.

બિલબેરી નું સેવન :

બિલબેરી એક પ્રકારના બોર જ છે, જો કે તે દેખાવે કાળી દ્રાક્ષ જેવી દેખાય છે, તે શરીરમાં રક્તનો પ્રવાહ વધારે છે, જો તાજી બિલબેરી ખાઓ તો રાત્રે ઓછુ દેખાવાની બિમારી હોય તો તે દૂર થાય છે.  અને તેના કારણે દૃષ્ટિ પણ વધુ મજબૂત બને છે. બિલબેરી ગુજરાતના આંતરિયાળ અને છેવાડાના વિસ્તારોમાં જોવા મળે છે. જો વહેલી સવારે ઉઠી જવાની ટેવ હોય તો સવાર સવારમાં ઘરની નજીક કોઈ ગ્રાડન આવ્યું હોય તો ત્યાં ચાલ્યા જવું જોઈએ.

ઝાકળ વાળા વાતાવરણ માં ચાલવું  :

આયુર્વેદ કહે છે કે વહેલી સવારે ઝાકળછાયા લીલા ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી દૃષ્ટિ તેજ બને છે. જો કે તેના માટે સૂર્યોદય થાય તે પહેલા ઉઠવું જરૂરી છે, જો ચશ્માના નંબર ઉતારવા માંગો છો તો આ બાબતને દિનચર્યાનો એક ભાગ બનાવી લેવો જોઈએ. સવારે જ્યારે પણ ઉઠતા હો ત્યારે  બંને હાથની હથેળીને એકબીજા સાથે પરસ્પર જોરથી ઘસો, અને જ્યારે  હથેળીમાં ગરમાટો જેવું લાગે તે પછી બંને હથેળી આંખો પર મુકી દો, આ રીતે આંખોને શેક આપો. આવું સવારે ઉઠીને ઓછામાં ઓછું ચારથી પાંચ વાર કરો, એના કારણે  આંખોને ઘણો ફાયદો થઈ શકે છે.

8 કલાકની પૂરતી ઊંઘ :

આખો દિવસ કામ કર્યા પછી આંખોને આરામ આપવો ખૂબ જરૂરી છે. આંખોની દ્રષ્ટિ સારી રાખવા માટે દિવસમાં ઓછામાં 8 કલાક ઊંઘ લેવી જરૂરી છે. પૂરતી ઊંઘ લેવાની સાથે આંખોની નીચે બદામના તેલથી માલિશ કરવી પણ ખૂબ જરૂરી છે. માલિશ કરવાથી આંખોની નીચેના ડાર્ક સર્કલ દૂર થઇ જાય છે.અને ચશ્માના નંબર પણ રાહત મળે છે.

આજકાલ લોકો ટીવી જોવે છે, કે કોમ્પ્યુટર પર કામ કરે છે. તો તેની ખૂબ નજીક બેસે છે. જેથી આંખોની રોશની ઓછી થવા લાગે છે. એવામાં  ટીવી અને કોમ્પ્યુટરથી થોડાક દૂર બેસવું જોઇએ. તેની સાથે જ મોડા સુધી કોમ્પ્યુટરની સામે બેસીને કામ ન કરવું જોઇએ. થોડાક સમયના અંતરે આંખોમાં પાણી છાંટો તેનાથી આંખો માં ઠંડક રહે

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top