આજકાલ, મહિલાઓ જ નહીં, પણ પુરુષ પણ ચંદનના લાકડાંનો ઉપયોગ સૌંદર્ય પ્રસાધનો તરીકે કરે છે. ચંદનના ઘણા ઔષધિય ગુણધર્મો છે, જેના કારણે ચંદનના લાકડાના ગુણધર્મો પણ આયુર્વેદમાં વર્ણવવામાં આવ્યા છે. ચંદનનો ઉપયોગ સુંદરતા વધારવાની સાથે સાથે પૂજામાં પણ કરવામાં આવે છે. આજે અમે તમને ચંદનના લાકડાના ફાયદાઓ વિશે જણાવીશું.
જો વાળ નિર્જીવ અને શુષ્ક છે, તો ચંદન ના પાવડરને પાણીમાં ઉમેરીને ચંદનનો લેપ તૈયાર કરો. હવે આ પેસ્ટને વાળમાં લગાવો અને અડધો કલાક માટે રાખો. અડધા કલાક પછી વાળને પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં બે વાર આ પેસ્ટનો ઉપયોગ કરવાથી તમારા વાળ મજબૂત અને સુંદર બનશે.
ચંદનનું તેલ આખા શરીરમાં ઠંડક ફેલાવી દે છે. ત્વચા પર ક્યાંય ખંજવાળ આવતી હોય, ઈન્ફેક્શન થયુ હોય કે સોજો હોય તો તેના માટે ચંદનનું તેલ ખૂબ જ લાભદાયક છે. અન્ય તેલની જેમ આ તેલ ચીકણું નથી. દાંતને મજબૂત બનાવવામાં ચંદન મહત્વનો ફાળો આપે છે. તેના માટે ટૂથપેસ્ટમાં ચંદનના તેલના બે ટીપાં મિક્સ કરીને દાંત પર ઘસવાથી દાંત મજબૂત બને છે.
માનસિક બિમારીઓ દૂર રાખવામાં પણ ચંદન સહાયક હોય છે. જે લોકો નિયમિત રીતે માથા પર ચંદન લગાવે છે તે લોકો તંદુરસ્ત રહે છે અને ચંદન અનેક પ્રકારના માનસિક બીમારીઓથી રક્ષા આપે છે. એક ચમચી હળદર પાવડરને 2 ચમચી ચંદનના પાવડરમાં મિક્સ કરીને ચહેરા પર 15 થી 20 મિનિટ સુધી લગાવો. ત્યારબાદ ઠંડા પાણીથી ચહેરો ધોઈ નાખો. આમ કરવાથી, ખીલ ચહેરા પરથી અદૃશ્ય થઈ જશે અને ચહેરા પર ગ્લો આવશે.
જો ચહેરા પર કાળા ડાઘ હોય તો ચંદનનો ઉપયોગ કરવો જોઈએ. ચંદનના પાવડરમાં નાળિયેર તેલ અને બદામનું તેલ મેળવીને પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટને ચહેરા પર લગાવો. આ પેસ્ટ કાળા ડાઘ દૂર કરવામાં મદદરૂપ બને છે. એલોવેરા જેલમાં ચંદનનો પાવડર નાખી ચહેરા પર લગાવો અને અડધા કલાક પછી મોં ધોઈ લો. તેનાથી ડાર્ક સર્કલ દૂર થાય છે.
લીંબુના રસમાં ચંદનના પાવડરને મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી ચહેરો સાફ થશે અને ચહેરા પર ગ્લો પણ આવે છે. પ્રાચિનકાળથી માથા પર ચંદન નો ટીકો લગાડવામાં આવે છે. કપાળ ઉપર ચંદન લગાડવાથી એકાગ્રતા વધે છે અને મગજ પણ શાંત રહે છે.
મુલ્તાની માટીમાં ચંદન પાવડર મિક્ષ કરીને લગાવવાથી ચહેરા પર ગ્લો આવે છે, અને ચહેરાની બધી ગંદકી દૂર થાય છે. બદામના પાવડર સાથે ચંદન પાવડર અને દૂધ નાખીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા પર લગાવવાથી ચહેરા પરથી ફોલ્લીઓ દૂર થઈ જાય છે.
જે લોકોને ગરમીના મહિનામાં વધારે પરસેવો આવતો હોય છે તે લોકો લાલ ચંદનના લાકડાનો પાઉડર તેના શરીર પર લગાવે અને આ લેપ સુકાયા પછી સ્નાન કરી લો. આ લેપ શરીર પર લગાવવાથી પરસેવો આવતો બંધ થઈ જાય છે.
તૈલીય ત્વચાવાળા લોકો નારંગીની છાલ, ગુલાબજળ અને ચંદનના પાવડર ને મિક્ષ કરીને ચહેરા પર લગાવવાથી ત્વચાની ઓઇલનેસ ઓછી થાય છે. ચંદન પાવડરને તુલસીના પાંદડા સાથે વાટીને માથા ઉપર લેપ કરવાથી માથાના દુખાવામાં રાહત મળે છે.
પેટ, પગ અને હાથના કોઈપણ ભાગ પર ખંજવાળ આવે છે, તો ચંદનનો ઉપયોગ કરી શકાય છે. તેનાથી ખંજવાળ આવતી નથી. 2 ચમચી પાણીમાં 2 ચમચી હળદર, 2 ચમચી ચંદન પાવડર, 2 ચમચી લીંબુનો રસ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. હવે આ પેસ્ટને ખંજવાળવાળા ભાગ પર લગાવો, તેનાથી ખંજવાળ દૂર થઈ જશે.
ભાગદોડ વાળી જીવનશૈલીને કારણે આજે અનેક લોકો હાઈપર ટેન્શનની સમસ્યાથી પીડાય છે. હાઈ બ્લડપ્રેશરના દર્દીઓની સંખ્યા પણ વધતી જાય છે. આવામાં ચંદનનું તેલ કે પેસ્ટ શરીરના વિવિધ ભાગ પર લગાવવામાં આવે તો શરીર અને મન એકદમ શાંત થાય છે.
શરીરના કોઈપણ ભાગ નો રંગ કાળો પડી ગયો હોય તો 2 ચમચી બદામ નું તેલ, 5 ચમચી નારીયેલ નું તેલ અને ૪ ચમચી ચંદન પાવડર ભેળવીને તે કાલા પડી ગયેલા ભાગ ઉપર લગાવો. તેનાથી કાળાશ તો જશે જ સાથે જ સ્કીન પણ ચમકદાર બનશે.