જો તમને પણ જોવા મળે આ સંકેત તો ચેતી જાજો હોય શકે છે આ ભયંકર જીવલેણ બીમારી, શું કરશો બચવા માટે…. અહી ક્લિક કરી વાંચો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

વર્તમાન સમયમાં લોકોની જીવનશૈલી એટલી વ્યસ્ત થઈ ગઈ છે કે કોઈ પણ તેમના સ્વાસ્થ્ય પર ધ્યાન નથી આપતા. સમયની સાથે સાથે લોકો અનેક પ્રકારના રોગોથી પીડાય છે.જો કે તમામ રોગો ખૂબ જોખમી છે,પરંતુ આ તમામ રોગોમાંથી કેન્સર રોગ જીવલેણ માનવામાં આવે છે. કેન્સરનું નામ આવતા લગભગ દરેક લોકો ડરી જાય છે.

કેન્સર શરીરના કોઈપણ ભાગમાં થઇ શકે છે. મોંનું કેન્સર પણ છે, જેને ઓરલ કેન્સર પણ કહેવામાં આવે છે. ભારતમાં ઓરલ કેન્સરના મોટાભાગના દર્દીઓ જોવા મળે છે. આનું મુખ્ય કારણ એ છે કે ભારતમાં લોકો ગુટખા, મસાલા, પાન વગેરેનું મોટા પ્રમાણમાં ખાય છે.

કેન્સર ના લક્ષણો અને કારણો :

મોઢાના કેન્સરની પ્રારંભિક લક્ષણો જેવા કે મોઢા ની અંદર સફેદ ચાંદી અથવા નાના મોટા ઘા થવાના કેન્સરની શરૂઆત થઈ શકે છે મોઢાની અંદર ધોળા ધબ્બા, ઘા, લાંબા સમય સુધી રહે છે તો તે ભવિષ્યમાં મોઢાના કેન્સરની સમસ્યા બની શકે છે.જો મોઢામાંથી વધારે પડતી લાળ વહે છે અથવા લોહી મિશ્રિત લાળ મોંના કેન્સરનું લક્ષણ માનવામાં આવે છે.

મોંના કેન્સરનાં લક્ષણોમાં મોંમાં સફેદ કે લાલ ચાદું, મોં ખોલવામાં તકલીફ, અવાજ બદલાઈ જવો, ગળામાં ગાંઠ, ખોરાક લેવામાં તકલીફ પડવી, મોઢામાં ગાંઠ હોવી, મોઢા માંથી લોહી નીકળવું, ચામડીમાં ફેરફાર થવો, કાનમાં સતત દુખાવો રહેવો વગેરે મુખ્ય છે.

મોઢાના જડબામાં અથવા ગળામાં ક્યાંય પણ આવેલો સોજો જે ત્રણ અઠવાડિયાથી પણ વધારે સમય પછી પણ હટે નહીં. પૂરૃં મોઢું ખોલવાની પડતી તકલીફ, ગળવામાં, ચાવવામાં અથવા જીભ કે જડબુ હલાવવામાં તકલીફ.અન્નનલિકા અથવા ગળામાં કંઈક અટકી ગયું હોય તેવું લાગે.લાંબા સમયથી ચાલી રહેલ ગળાની તકલીફ અથવા ઘોઘરાપણું જે છ અઠવાડિયાથી પણ વધારે સમય પછી પણ હટે નહીં.

કોઈપણ કારણ વગર દાંત ઢીલા પડવા માંડે જેવા લક્ષણો દેખાય એટલે તરત જ ડૉક્ટર નો સપર્ક કરવો જરૂરી છે. મો ને યોગ્ય રીતે સાફ ન કરવામાં આવે તો લાંબા ગાળે મોઢાનો રોગ અથવા કેન્સર થવાની સંભાવના છે.જે લોકો ગુટખા, પાન, સોપારી, પાન મસાલા જેવી વસ્તુઓ ખાય છે તેમને મોઢાના કેન્સરનું જોખમ વધારે છે.બીડી, સિગારેટ, આલ્કોહોલ, ગાંજો વગેરેનું સેવન કરે છે તેમને પણ મોઢાના કેન્સરનું જોખમ વધારે છે.

જેમ દર દિવાળીએ ઘરની સફાઈ જરૃરી છે, વાહનને મેઈન્ટેનન્સ માટે ગેરેજમાં મોકલીએ છીએ એ જ રીતે આ શરીરરૃપી મશીનને તંદુરસ્ત રાખવા એને પણ સર્વિસની જરૃર હોય છે જેમાં યોગ્ય આહાર, વ્યાયામની સાથે દર છ મહિને ડેન્ટલ ચેકઅપ, જરૃરી સારવાર પણ એટલી જ અગત્ત્યની છે.

જો તમે મોઢાના કેન્સરથી બચવા માંગો છો તો તમારે ધૂમ્રપાન અને નશાથી દૂર રહેવું પડશે.તમે તમારા મોં ને દરરોજ બરાબર સાફ કરો. દિવસમાં બે વાર દાંત અને મોં સાફ કરવાથી તમે મોઢાના કેન્સરથી બચી શકો છો.

મોંનું કેન્સર સામાન્ય રીતે ગાલ, હોઠ, જીભ અને જડબામાં શરૂ થાય છે અને તે થવાનાં કારણોમાં સૌથી વધુ જવાબદાર કારણ છે તમાકુનું કોઈપણ પ્રકારે સેવન કરવાની આદત. તમાકુ જે જગ્યાએ અડે ત્યાં કેન્સર વધુ જોવા મળે છે. જેમ કે ગુટખા, મસાલા ખાતા લોકોને ગાલનું, બીડી પીનારને હોઠનું તથા તમાકુ ચાવનારને જીભનું કેન્સર થાય છે.

છીંકણી ઘસનારને જડબાનું કેન્સર વધારે પ્રમાણમાં જોવા મળે છે. તમાકુ-ધૂમ્રપાન સિવાય દારુનું સેવન, અપૂરતું પોષણ, વિટામીનની ખામી, ફિટ ન થતાં ચોખઠાં કે ઘારદાર દાંત પણ કેન્સર કરી શકે છે.

હળદર, સંચળ, લાલ મરચું પાવડર, ધાણા જીરું, તેલ, લોટ, ચોખા વગેરે વસ્તુઓમાં મિલાવટની બાબતમાં ઘણી વાર સામે આવતા રહે છે. આ સામાનમાં વધારે નફા માટે ઘણી વાર ખુબ જ હાનિકારક તત્વ મિક્ષ કરવામાં આવે છે, જેનાથી શરીરમાં કેન્સર થઇ શકે છે.

કેન્સર થી બચવાના ઉપાય :

પહેલા કેન્સરના રોગી ત્વચા, ફેફસા, કીડની અને આંતરડા સાફ કરો, કિડનીની સફાઈ માટે એનીમા લેવો જોઈએ. ૪ દિવસ રોગી માત્ર સંતરા, દ્રાક્ષ, નાશપાતી, ટમેટા, લીંબુ વગેરે રસવાળા ફળ લો. ગાજર વગેરે કાચા શાકભાજીનો રસ પણ ફાયદાકારક છે. ત્યાર પછી નીચે જણાવેલ ડાઈટ ચાર્ટ ફોલો કરો. થોડા દિવસો સુધી આનો પ્રયોગ પછી રોગીને કુદરતી આહાર આપવો જોઈએ, જેવા કે લસણ, ટમેટા, ગાજર, લીલા પાંદડા વાળા શાકભાજી, કોબી વગેરે, તે ઉપરાંત અંકુરિત અનાજ, બદામ વગેરે.

જુના સમયમાં કેન્સરની દવા તરીકે લસણનો ઉપયોગ કરતા હતા. જે લોકો વધુ પ્રમાણમાં લસણ ખાય છે તેમને કેન્સર થવાની શક્યતા ઓછી રહે છે. એક કિલો પાણીમાં ચાર ચમચી તજ પાવડર નાખીને ઉકાળો. ૭૫૦ ગ્રામ પાણી રહે એટલે ગાળીને આખા દિવસમાં થોડું થોડું કરીને પીવું જોઈએ.

મોઢાના કેન્સરથી દર ૩ કલાકે ૧ વ્યક્તિનું મૃત્યુ થાય છે. ભારતમાં મોઢાનું કેન્સર સૌથી સામાન્ય કેન્સર છે. ૧૦ માંથી ૪ કેન્સર મોઢાના કેન્સર હોય છે. દર વર્ષે ૧,૩૦,૦૦૦ મૃત્યુ મોઢાના કેન્સરથી થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top