માત્ર આના સેવનથી વગર દવાએ બીપી(બ્લડપ્રેશર) 5 મિનિટમાં થઈ જશે કંટ્રોલ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

હાઈ બ્લડપ્રેશર એ આજના સમયની ખુબજ ગંભીર સમસ્યા છે. ઉંમર સાથે, હાઈ બ્લડપ્રેશર ની સમસ્યા પણ વધવા માંડે છે. પરંતુ આ સમસ્યાથી બચવા માટે અથવા તો રાહત મેળવવા માટે તમે તમારી જીવનશૈલી અને આહારમાં ફેરફાર કરીને રાહત મેળવી શકો છો.
નસોમાં લોહીનાં દબાણને બ્લડ પ્રેશર કહેવાય છે. જ્યારે આ પ્રવાહ ઝડપી બને છે ત્યારે હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિ કહેવામાં આવે છે.

બ્લડ પ્રેશરના દર્દીઓ માટે કિવિનું સેવન ફાયદાકારક સાબિત થાય છે. કીવી એન્ટીઓક્સિડન્ટ અને ખનિજોથી ભરપૂર છે. સાથેજ કિવી માં ફાઇબર, વિટામિન સી શામેલ રહેલા છે, જે પાચનમાં સુધારો કરવામાં, રોગપ્રતિકારક શક્તિને વધારવામાં અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.

કેળા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. કેળામાં પોટેશિયમ ભરપુર અને સોડિયમ ઓછું હોય છે. તેને આહારમાં શામેલ કરીને, તમે હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ સ્ટ્રોકના જોખમને ટાળી શકો છો. લસણ બ્લડ પ્રેશને ઠીક કરવામાં ખૂબ મદદરૂપ ઘરગથ્થું ઉપાય છે. તે લોહીની ગાંઠ જામવા દેતા નથી. અને કોલેસ્ટ્રોલને નિયંત્રિત રાખે છે.

બીટ અને મૂળો શરીરમાં નાઈટ્રેટ્સની માત્રા વધારે છે જે કે હાઈ બીપીને ઓછું કરે છે. તમે તમારા સલાડમાં તેને જરૂર શામેલ કરો.
ઉનાળાની સીઝન માં કેરીનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોઈ શકે છે. આપણામાંના મોટાભાગના લોકોને કેરી ગમે છે અને ઉનાળા માં તેનો રસ પણ વધુ ખાઈએ છીએ. કેરી સ્વાદિષ્ટ હોવા સાથે, કેરી બ્લડ પ્રેશરને નિયંત્રણ રાખવામાં મદદ કરી શકે છે.

સ્ટ્રોબેરી એક રસદાર અને સ્વાદિષ્ટ ફળ છે. ઉનાળાની સીઝન માં સ્ટ્રોબેરીનું સેવન કરવાથી બ્લડપ્રેશરની સમસ્યાને નિયંત્રણમાં રાખી શકાય છે. તમને જણાવી દઈએ કે સ્ટ્રોબેરીમાં એન્થોસીયાન્સિન, એન્ટિ ઓક્સિડન્ટ સંયોજનો, વિટામિન સી, પોટેશિયમ અને ઓમેગા -3, ફેટી એસિડ હોય છે, જે હાઈ બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરી શકે છે.

ડાર્ક ચોકલેટને કોકોટ ઝાડના બીજમાંથી બનાવવામાં આવે છે, જેમાં વધારે એન્ટીઓક્સીડેન્ટ હોય છે. તેમાં ફ્લેવાનોલ હોય છે જે કે બ્લડ પ્રેશને ઓછું કરવામાં મદદ કરે છે. જાંબુમાં ફલેવોનોઇડ્સ, એન્ટી – ઓક્સિડેન્ટ્સ, મેગ્નેશિયમ, પોટેશિયમના ગુણધર્મો જોવા મળે છે, જે આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. જાંબુ નું સેવન બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરી શકે છે.

દારૂ તમારા બ્લડ પ્રેશરને ઝડપી વધારે છે. એટલા માટે દારૂ પીનારને હાર્ટ સ્ટ્રોક વધારે થાય છે. જે લોકોને હાઈ બીપી છે તેમને ના તો દારૂ પીવો જોઇએ કે ના તો ધૂમ્રપાન કરવું જોઇએ. લીંબુ એ વિટામિન સી નો ભરપૂર સ્રોત છે. લીંબુ માત્ર વિટામિન સીથી ભરપુર નથી, પરંતુ તે એન્ટી ઓક્સિડેન્ટમાં પણ ભરપૂર છે. તે શરીરમાંથી બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરી શકે છે.

ઉનાળામાં તડબૂચનું સેવન ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તરબૂચમાં ૮૫ થી ૯૦ ટકા પાણી હોય છે, જે ઉનાળામાં પાણીની તંગી શરીર માં થવા દેતું નથી. તરબૂચના બીજમાં મેગ્રેનેશિયમ જોવા મળે છે જે હાયપરટેન્શનને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. જો હાઈ બીપીથી બચવું હોય તો વધારે પાણી પીવાનું શરૂ કરો. તે શરીરમાંથી વધારે મીઠાને બહાર નીકાળે છે.

ટામેટા તમને જરૂરી વિટામીન આપશે અને સાથે જ લોહીની ધમનીઓમાં ફેટી એસિડને જામવાથી પણ રોકશે. દરરોજ વ્યાયામ, ખાસ કરીને કાર્ડિયો કરવાથી બ્લડ પ્રેશર હંમેશા નિયંત્રિત રહે છે. તમારે દોડવાં કે જોગિંગ કરવા માટે દરરોજ જવું જોઈએ.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top