રસ્તા પર મળી આવતી આ ઔષધીના ફાયદાઓ વિષે 90% લોકો નહીં જાણતા હોય, જરૂર જાણો અહી ક્લિક કરી ને

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ભોંયરીંગણી જેના પાન, થડ, ડાળી બધાં પર કાંટા હોય છે. જેથી તેને કંટકારી પણ કહે છે. આ છોડ માં જાંબુડિયા રંગનાં ફૂલ આવે છે. અને ફળ કાચાં હોય ત્યારે લીલાં અને પાકે ત્યારે પીળાં થાય છે. આ છોડ ની દરેક વસ્તુ જેવીકે એનાં પાંચે પાંચ અંગ-મૂળ, પાન, છાલ, ફૂલ, ફળ દવામાં વપરાય છે. ભોંયરીંગણી કડવી, તુરી, તીખી, ઉષ્ણ, પાચક, લઘુ અને સારક છે. તે ઉધરસ, કફના રોગો, દમ, ખંજવાળ, કૃમિ હૃદયરોગ, અરુચિ, પાર્શ્વશુળ વગેરે મટાડે છે.
મૂત્રરોગ દૂર કરવા માટે આ છોડ ના રસ કાઢીને તેને મધ સાથે મિક્સ કરીને આ મધ અને રસ ને દિવસ માં 3-4 વખત પીવાથી આ રોગ માટે છે. જો ઉધરસ કે પછી લોહી વાળું કફ આવતું હોય તો તેના નિકાલ માટે આ ઝાડ ના સૂકાં પાનને અધકચરાં ખાંડી ઉકાળો કરી રોજ સવારે પીવાથી રાહત મળે છે.

જેને શ્વાસને લગતી સમસ્યા છે. તેઓએ આ છોડ ને આખો સૂકવી અને સુકાઈ ગયા બાદ તેને ખાંડી ને ચૂર્ણ તૈયાર કરવું. આ ચૂર્ણથી અડધા ભાગની હીંગ મેળવી ચણાના બે દાણા જેટલું ચર્ણ સવાર-સાંજ મધ સાથે ચાટવું.
ખાંસી ના દર્દી એ ભોંયરિગણીનાં પાકી ગયેલા ફળ કાપીને તેને એક માટલામાં ભરી આ માટલાં ના મોઢા ઉપર એક સાદું કાપડ બાંધીને તેના પર માટિનો ઠર લગાવો. હવે તેને ચૂલા પર ચડાવી તપાવવું. અંદરનાં ફળ કાળાં થઈ જાય ત્યારે ઊતારી વાટીને બાટલી ભરી લેવી. પાથી અડધી ચમચીની માત્રામાં એક ચમચી મધમાં મિશ્ર કરી સવાર-સાંજ ચાટવાથી અને અજીર્ણમાં ખૂબ જ ફાયદો થાય છે.

દમ ના દર્દી એ આ છોડ ના પાનનો ઉકાળા બનાવી, તેમાં થોડા મગ પકવી રોજ ખાવાથી દર્દ દૂર થાઈ છે. આજે ચામડીને લગતા ઘણા રોગો જોવા મળે છે. તો જે લોકો ને ખરજવા ની સમસ્યા હોય તેને આ છોડ નો રસ ખરજવા પર લગાડી દેવાથી ખરજવું મટે છે. કાકડા, રસોળી, ગાંઠો અને મોઢાની અંદર થતા કેન્સરનો નાશ કરવામાં પણ ભોંયરીંગણીનો ઉપયોગ થાય છે. આ આપમેળે ઉગતી પણ અમૂલ્ય ભોંયરીંગણી શરીર ને સ્વસ્થ રાખવા માં ઘણો ફાયદો કરે છે.

દાંત ને લગતી કોઈ પણ સમસ્યા હોય દુખાવો હોય કે સડો પડ્યો હોય કે પછી મોં ગંધાતું હોય, પાયોરિયા થયો હોય તો ભોંયરીંગણીના બીનો પ્રયોગ કરવો. જેના થી દાંત ને લગતી સમસ્યા માં રાહત મળે છે.
નાની ઉમર માં પુરુષો ના માથા ના વાળ ખારવા લાગે છે. જેના કારણે માથા માં ટાલ પડતી હોય તો ભોંયરીંગણીનો રસ અને મધ સરખા ભાગે મિશ્ર કરી લગાવવાથી સારો ફાયદો થાય છે.
હૃદયરોગમાં ભોંયરીંગણી, જેઠીમધ અને સાજડનું ચૂર્ણ મધ સાથે લેવાથી કફજન્ય હૃદયરોગમાં લાભ થાય છે. સર્પગંધા ચૂર્ણ અને ભોંયરીંગણીના કાંટાનું કંટકારી ચૂર્ણ લેવાથી બ્લ્ડપ્રેશરની સમસ્યામાં ફાયદો થાય છે.

ભોંયરીંગણીનો પંચાંગ સાથેનો આખો છોડ સુકવી, અધકચરો ખાંડી ૧૦ ગ્રામ ભુકો બે ગ્લાસ પાણીમાં ચોથા ભાગનું પાણી બાકી રહે ત્યારે કપડાથી ગાળીને પીવાથી કાયમી ધીમો તાવ રહેતો હોય તો તે મટે છે. વળી એનાથી સસણી-વરાધ, ખંજવાળ, કૃમી અને હૃદયરોગમાં પણ ફાયદો થાય છે. ભોંયરીંગણીનાં બીજ સુંઘવાથી નાકમાં ખુબ જ બળતરા થાય છે, છીંકો આવે છે અને પાણી ઝરે છે. ભોંયરીંગણીનાં જાંબુડીયા ફુલોનાં પીળાં પુંકેસરોને સુકવીને બનાવેલું ચણાના દાણા જેટલું બારીક ચુર્ણ મધ સાથે ચટાડવાથી તેમાં રાહત મળે છે. ભોંયરીંગણીનો રસ દહીં સાથે પીવાથી પથરી મટે છે.

ભોંયરીંગણીના ફૂલના રસનો લેપ બનાવીને એને કપાળ પર લગાવી રાખવાથી માથાના દુઃખાવામાં તરત રાહત થાય છે. ભોંયરીંગણીના પાન તોડવાથી એમાંથી જે દૂધ જેવો રસ નીકળે છે, એ રસના એક કે બે ટીપાં આંખમાં નાંખવાથી આંખમાંથી ખરાબ પાણી બહાર નીકળી જાય છે, અને આંખોના રોગ દૂર થાય છે. એ સિવાય ભોંયરીંગણીના મૂળને લીંબુના રસમાં ઘૂંટીને આંખોમાં આંજવાથી આંખોમાં થતા જાળા અને ધૂંધળાપણું મટે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top