શિવજી ની પ્રિય ભાંગ નો છોડ ઔષધીય ગુણોથી ભરેલ છે. ભાંગના માદા છોડમાં રહેલ મંજરીયા માંથી નીકળતા રેઝીનમાંથી ગાંજો મળી આવે છે. ભાંગના છોડમાં કેનાબીનોલ નામનું રસાયણ મળી આવે છે. ભાંગ કફનાશક અને પિત્તકોપક હોય છે.
ભાંગ, ચરસ કે ગાંજા ની ટેવ શરીરને નુકશાન પહોચાડતી હોય છે. પણ તેના જરૂર મુજબના ડોઝ ઘણી બીમારીઓથી બચાવી શકે છે. થોડા પ્રમાણમાં આ નશીલાં દ્રવ્યો લેવાથી આંનદ અને સુખ-શાંતિનો અનુભવ થાય છે. વ્યક્તિ વધુ વાતચીત કરવા લાગે છે. વધુ પડતું બેહદ હસવાનું જોવા મળે છે.
ભાંગ, પીપર, હરડેની છાલ, બહેડા ની છાલ, અડુસા અને ભારંગી ને લઈને ઝીણું ચૂર્ણ બનાવી ત્યાર પછી બાવળ ની છાલ ની રાબ બનાવીને તેમાં આ ચૂર્ણ ભેળવી નાખો. જયારે તે ચૂર્ણ ઠંડુ થઇ જાય તો ચણાની સાઈઝ ની ગોળીઓ બનાવી નાખવી. પછી તે 2-2 ગોળી સવાર સાંજ ગરમ પાણી સાથે સેવન કરવાથી ખાંસી દુર થઇ જાય છે.
કેનાબીસ પાંદડાઓનો ઉપયોગ ત્વચાને સારી બનાવવા માટે મદદ કરે છે. પાંદડાને વાટીને લેપ તૈયાર કરવો અને તેને ચામડી પર લગાડવો. ઓછી માત્રામાં કેનાબીસનો સેવન તમારા ઇન્દ્રિયો અને સંવેદનાઓની તીવ્રતા વધારે છે. જેમ તે સ્પષ્ટ સાંભળવામાં અને જોવામાં મદદરૂપ છે. તેવી જ રીતે તેનો સેવન તમારા ખરાબ મૂડને સુધારવા માટે પણ મદદ કરે છે.
જો કાનમાં દુઃખાવો થઈ રહ્યો હોય, તો ભાંગનાં પાંદડાઓ વાટી તેનો રસ કાઢી તેમાં રૂ પલાડી કાનમાં દબાવીને લગાવવાથી કાનનાં દુઃખાવામાં ઘણો આરામ મળે છે. ભાંગમાં એંટી ઇનફ્લેમેટરી ગુણ હોય છે કે જે માંસપેશીઓમાં દુઃખાવાનાં કારણે થયેલ સોજો ઓછો કરે છે. ભાંગ કફ એક એંટી ઇનફ્લેમેટચરી રોપો છે કે જેનાં પાંદડાઓને લગાવવાથી સંધિવા દ્વારા થતો સોજો અને દુઃખાવો ઓછો કરવામાં મદદ કરે છે.
ભાંગને પોટલીમાં નાખીને યોનીની અંદર 3 થી 4 કલાક સુધી રાખવાથી પ્રસુતા મહિલાની યોની ઘણી કડક થઇ જાય છે જેવી કે કન્યાની યોની હોય છે. ગાંજા માં મળતા તત્વ એપીલેપ્સી અટેક ને ટાળી શકે છે. આ શોધ સાઇન્સ પત્રિકામાં પણ છાપેલ. રીપોર્ટ મુજબ કૈનાબીનોઈડસ કંપાઉંડ માણસને શાંતિનો અહેસાસ આપવા માટે મસ્તિષ્ક ના ભાગની કોશિકાઓ ને જોડે છે.
પાણીમાં ભાંગ ને થોડી વાર સુધી પલાળીને પછી તે પાણીથી અંડકોષને ધોવાથી કે ફોમ ને અંડકોષ ઉપર બાંધવાથી અંડકોષ નો સોજો મટી જાય છે. ભાંગના લીલા પાંદડાની પોટલી બનાવીને અંડકોષ ના સોજા ઉપર બાંધવી અને સુકી ભાંગ ને પાણીમાં ઉકાળીને શેક આપવાથી અંડકોષ નો સોજો દુર થાય છે.
માથા નાં દુખાવામાં ભંગના પાન નો રસ પીવાથી ખૂબ જ રાહત મળે છે મોં વાટે ભાંગ કે મજુન લીધા પછી અડધા કલાકમાં એની અસર શરૂ થઈ જાય અને બે-ત્રણ કલાક સુધી રહે છે. શ્વાસમાં ગાંજો કે ચરસ લીધા પછી તરત એની અસર શરૂ થઈ જાય છે અને અડધા-એક કલાક સુધી રહે છે.
ભાંગ, સૂંઠ અને જીરૂંને એક મર્યાદિત માત્રામાં લઈ સારી રીતે એક સાથે વાટી અને ગાળીને રાખી મૂકવું. પછી આ ચૂર્ણ જમતા પહેલા 1-2 ચમચી ચાટી લેવું. આ પ્રયોગ 40 દિવસ સુધી સવાર-સાંજ કરવાથી જૂનામાં જૂની સંગ્રહણી (ઝાડા) નષ્ટ થઈ જાય છે.
થાક, નાકમાં પાણી વહેવું, માસપેશીઓમાં દુઃખાવો, ભૂખ ન લાગવી અને અવસાદ, તે હૈપેટાઈટીસ સી ના ઇલાજમાં સામે આવતી આડ અસર છે. જે યુરોપિયન જનરલ ઓફ ગૈસ્ટ્રોલોજી એન્ડ હેપાટોલોજી મુજબ ભાંગ ની મદદથી 86 ટકા દર્દીઓ હૈપેટાઈટીસ સી નો ઈલાજ કરાવી તેની આડ અસર ને ઓછી કરે છે.