‘ગોળ’ રસોડાનાં સૌથી અગત્યનાં પદાર્થો પૈકી એક છે. ઘણી બધી વાનગીઓ ‘ગોળ’ વિના પૂર્ણ થઈ શકે નહીં. આયુર્વેદનું માનવું છે કે ગોળ શરીરમાં રહેલા એસિડને નષ્ટ કરી દે છે. જયારે ખાંડના સેવનથી એસિડની માત્ર વધી જાય છે. જેનાથી આપણા શરીરમાં રોગ ઉત્પન્ન થાય છે. વૈદ્યની સલાહ અનુસાર નિરોગી શરીર અને દીર્ઘાયુ આયુષ્ય માટે ભોજન બાદ નિયમિત રૂપે 20 ગ્રામ ગોળ ખાવો જોઈએ. પ્રાચીન સમયથી જ ગોળને અમૃત માનવામાં આવતો હતો અને ખાંડને સફેદ ઝેર માનવામાં આવતી હતી.
શેરડીના રસમાંથી ઘણું ખરું પાણી બાળી નાખવાથી ગોળ બને છે. ગોળમાં શેરડીના રસના બધા જ ખનિજદ્રવ્યો અને ક્ષારો જળવાઈ રહે છે.ગોળના ગુણોથી પ્રભાવિત થઈને કહેવાયું છે કે.
અર્થાત વાત,પિત અને કફ ત્રણે પ્રકારના દોષોનો નાશ કરનાર ગોળને સાદર પ્રણામ છે. મહેનત કર્યા પછી ગોળ ખાવાથી થાક ઉતરી જાય છે. મહેનતુ લોકો માટે ગોળ પથ્ય ખાદ્ય છે.માટલામાં ઠારેલો ગોળ શ્રેષ્ઠ અને ટીનના ડબ્બામાં ઠારેલો ગોળ તેથી ઉતરતો છે.
ગોળ ખાવાથી આપણા શરીરની પાચનક્રિયામાં સુધારો થાય છે. જયારે ખાંડ એસિડ પેદા કરે છે જે પાચનક્રિયા બગાડે છે. આયુર્વેદ અનુસાર ગોળની સરખામણીમાં ખાંડને પચવામાં 5 ગણી વધારે ઉર્જા ખર્ચવી પડે છે અને સમય લાગે છે. એટલે કે જો ગોળને પચાવવામાં 100 કેલરીની જરૂર પડતી હોય તો તે જ માત્રાની ખાંડને પચવામાં 500 કેલરીની જરૂર પડે. આપણામાંથી ઘણા લોકોને ગોળના ફાયદા વિષે નથી ખબર હોતી.
ગોળ જેમ જુનો થાય તેમ વધારે શીતળ થતો જાય છે. કસુવાવડ થયેલી સ્ત્રીઓને જુનો ગોળ અને બાજરી ખાવા અપાય છે.એકંદરે 20 વર્ષ સુધીનો જૂનો ગોળ ઔષધમાં વપરાય છે.ગોળમાં ખાંડ કરતા ૩૩ ટકા વધારે પોષક તત્વો હોય છે. તેથી ખાંડ કરતાં ગોળ વધુ શક્તિ આવે છે.
ગોળના ફાયદાઓ
જો તમે ગેસ અથવા એસિડીટીથી પરેશાન હોય તો ભોજન બાદ થોડો ગોળ પણ ખાવ. તેનાથી ગેસ અને એસિડટી જલમૂળથી દુર થઇ જશે. ગોળ, કાળું મીઠું અને સિંધવ મીઠું સાથે ખાવાથી ખાટ્ટા ઓડકાર પણ આવતા બંધ થઇ જશે.
ગોળ વીર્યને વધારનાર, ભારે, વાયુને હણનાર અને મૂત્રને સાફ કરનાર છે, પણ પિતને અત્યંત હણનાર નથી.ગોળ મેદ,કફ,કૃમિ તથા બળને વધારનાર છે. ગોળને રાત્રે પાણીમાં પલાળી સવારે કપડાં થી સો વખત ગાળીને પીવાથી દુખતી આંખો મટે છે. ગોળને જેમ વધુ વખત ગાળવામાં આવે તેમ વધારે ઠંડો થાય છે અને વધારે ફાયદો કરે છે.
250 ગ્રામ પીસેલું જીરું અને 125 ગ્રામ ગોળને મળીને તેની ગોળીઓ બનાવી લો. બે-બે ગોળી દરરોજ દિવસમાં ત્રણવાર ખાવાથી મૂત્ર સંબંધિત રોગોમાં લાભ કરે છે, જેવા કે પેશાબ અટકીને આવવો, પેશાબમાં બળતરા થવી વગેરેમાં લાભ આપે છે. ગોળને જુદા જુદા અનુપાન સાથે લેવાથી જુદો-જુદો ગુણ આપે છે. આદુની સાથે લેવાથી કફને મટાડે છે, હરડે ની સાથે લેવાથી પિત્તને મટાડે છે અને સુંઠની સાથે લેવાથી સઘળા પ્રકારના વાયુને મટાડે છે.
ગોળ અને સૂંઠ સાથે જરા ઘી મેળવીને બનાવેલી લીંબુ જેવડી લાડુડી લેવાથી ચોમાસામાં તથા શિયાળામાં વાયુનો નાશ કરી ભૂખ લગાડે છે. તેના સેવનથી વરસાદની ભારે રેલીમાં પલળવા છતાં શરદી થતી નથી. ખેડૂતો તથા ખેત મજૂરો માટે આ લાડુડી અતિ ગુણકારી છે. આમ ગોળ શ્રમજીવીઓ નું જીવન છે.
બહુ જૂનો ગોળ ઉપયોગમાં ન લેવો જોઈએ એ માન્યતા ખોટી છે. ગોળ જેમ જુનો થાય તેમ ગુણકારી બને છે. એક વર્ષ જૂનો ગોળ પથ્ય છે. ત્રણ વર્ષનો જૂનો ગોળ સૌથી સારો ગણાય છે. આહાર અને ઔષધો માં જૂનો ગોળ વાપરવો હિતાવહ છે. જેઓ શરીર દુર્બળ હોય, જેમને કંઈ જખમ થયો હોય, જેમને હરસ, શ્વાસ તથા મૂર્છા નો રોગ થયો હોય, જેમને ચાલવાનો થાક લાગ્યો હોય, જેમણે બહુ મહેનતનું કામ કર્યું હોય, પડી જવાથી પછડાટ વાગી હોય પથરીનો રોગ થયો હોય તેમને જુના ગોળનું સેવન કરાવવામાં આવે તો ફાયદો કરે છે.
ગોળ કે સાકર આંખોમાં આંજવાથી પાણી ઝરી જઈ ધુમાડાથી થયેલો આંખોનો વિકારો મટે છે.ગોળ સહેવાય તેવો ગરમ કરી કાંટો કે કાચ વાગ્યો હોય ત્યાં બાંધવાથી પાકીને કાંટો કે કાચ નીકળી જાય છે.
ગોળ બાળીને કાન ખજુરા ના દંશ પર લગાડવાથી ફાયદો થાય છે. દંશને કારણે સોજો આવ્યો હોય તો મટે છે.વસંતઋતુમાં ગોળ ન ખાવો. પિત્ત પ્રકૃતિવાળાઓ એ નવો ગોળ કદી પણ ખાવો નહિ.ચર્મરોગ, કૃમિ, દાંતના રોગ, આંખના રોગ, તાવ, મંદાગ્નિ, શરદી અને ડાયાબિટીસ જેવા રોગો માં નવો ગોળ ન ખાવો જોઈએ. ફળ કે તલ સાથે પણ ગોળ ન હોવો જોઈએ.