Breaking News

જાણો, દરેક રોગો નો કાળ એવા ગૌમૂત્રથી થતાં અનેક ફાયદાઓ વિશે……

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

શાસ્ત્રોમાં ઋષિમુનીઓએ ગાયોની અનંત મહિમા વર્ણવી છે. ગાયના દૂધ દહીં, માખણ, ઘી, છાશ, તેમજ મૂત્રથી ઘણા રોગો દુર કરી શકાય છે. જેમાંથી ગૌમૂત્રને એક મહાઔષધી કહીએ તો પણ ખોટું નથી. તેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, ક્લોરાઈડ, ફોસ્ફેટ, અમોનિયા, કેરોટીન સ્વળ ક્ષાર વગેરે જેવા પોષક તત્વો રહેલા છે. તેથી તેને મહાઔષધી માનવામાં આવે છે.

આયુર્વેદમાં ગૌમૂત્રના પ્રયોગથી દવાઓ પણ બનાવવામાં આવે છે. ગાયોના ગૌમૂત્રનો સ્વાદ ગરમ, કડક અને ખારો લાગે છે.ગૌમૂત્ર વિશનાશક, શક્તિથી ભરેલ ઝડપથી પચવા વાળું પ્રવાહી છે. વાત, કફ અને પિત્તના કુલ ૧૪૮ રોગો છે. જો આ બધા રોગોને દૂર કરવાની ક્ષમતા કોઇ એક વસ્તુમાં હોય તો તે છે માત્ર દેશીગાયના ગૌમૂત્રમાં. ગૌમૂત્ર વાત, કફ અને પિત્તને સરખી સ્થિતિમાં લાવવા માટે સૌથી અસરકારક સાબિત થાય છે.

આટલું જ નહિ પણ ગૌમુત્રના પ્રયોગથી મોટી મોટી બીમારીઓ પણ નિવારી શકાય છે. જેમ હૃદયની બીમારી, ડાયાબીટીસ, કેન્સર, ટીબી, એઇડ્સ, માઈગ્રેન વગેરે જેવી બીમારીઓ ઠીક કરી શકાય છે.

ગૌમૂત્રના નિસ્યંદનને ગોમુત્ર અર્ક કહેવામાં આવે છે તે ગૌમૂત્ર કરતા લાંબા સમય સુધી સારું રહે છે. ગોમુત્ર આર્ક ના ફાયદાઓમાં વજન ઘટાડવા, ચામડીના રોગો અને પેટના વિકારોમાં તેનો ઉપયોગ શામેલ છે.તે ખૂબ જ પ્રખ્યાત  છે કારણ કે તેમાં ગૌમૂત્ર જેવી ખરાબ ગંધ આવતી નથી. કેટલાક લોકો જે ગૌમૂત્ર પી શકતા નથી, તેઓ સરળતાથી ગોમુત્ર અર્કનું સેવન કરી શકે છે ગોમુત્ર અર્ક ગૌમૂત્ર નિસ્યંદન તરીકે પણ ઓળખાય છે.

કેમ કે તે કફ ને ઘટાડે છે, તે લોહીમાં કોલેસ્ટરોલનું સ્તર પણ ઘટાડે છે અને વજન ઓછું કરવામાં મદદ કરે છે.ગોમુત્ર અર્કમાં એન્ટિપ્ર્યુરિટિક ક્રિયા છે. તેથી, તે કફ સંબંધિત, ત્વચા રોગોમાં ખંજવાળને દૂર કરવામાં મદદ કરી શકે છે. તે કૃમિ ઉપદ્રવમાં પણ ઉપયોગી છે.

ગૌમૂત્ર ના ફાયદા:

પેટની સમસ્યાઓ માટે ફાયદાકારક:

ગેસની સમસ્યા રહેતી  હોય તેને વહેલી સવારે અડધા કપ ગૌમૂત્રમાં થોડુક મીઠું અને લીંબુનો રસ મિક્સ કરી તેનું સેવન કરવું જોઈએ. તેનાથી જુનામાં જુનો ગેસ કે રોગ દુર થાય છે. આ ઉપરાંત ગૌમૂત્રનું સેવન ફુલાઈ ગયેલા પેટને પણ ઘટાડવામાં મદદ કરે છે.

ગૌમૂત્રનો ઉપયોગ એસિડીટી, તીવ્ર એસિડિટી, અલ્સર, કબજીયાત અને પેટના દૂખાવામાં ફાયદાકારક થાય છે આ સાથે પિત્તના દર્દીઓ માટે ગૌમૂત્ર અને પાણીને સરખા પ્રમાણમાં લઇને પીવાથી પણ ઘણો ફાયદો થાય છે.

ગળાના કેન્સર માટે પણ ફાયદાકારક:

ગળા કેન્સર માટે 100 મિલી  ગૌમૂત્ર તથા સોપારી જેટલું ગાયનું છાણ બંને મિક્સ કરી સ્વસ્છ વાસણમાં કપડાથી ગાળી, રોજ સવારે નિત્ય કર્મથી નિવૃત થયા બાદ ખાલી પેટે તેનું સેવન કરવાથી ફાયદો થાય છે. આ પ્રયોગ સતત છ મહિના સુધી કરવું.

રોગ પ્રતિકારક ક્ષમતા વધારે:

ગૌમૂત્રને નિયમિતપણે પીવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. અને તેને પીવાથી રોગો દૂર રહે છે. આથી બિમારીઓ શરીરમાં આવી શકતી નથી.

ચામડીની સમસ્યાઓ થી રાહત:

ચર્મરોગ માટે જીરાને પીસી તેને ગૌમૂત્ર સાથે મિક્સ કરી ચર્મરોગ પર તેનો લેપ લગાવવાથી ફાયદો થાય છે.

આંખોના કાળા ધબ્બાને દૂર કરવામાં ઉપયોગી:

જો તમારી આંખોની નીચે કાળા ધબ્બા થઇ ગયા હોય તો આંખોની નીચે રોજ-સવારે માત્ર ગૌમૂત્ર લગાડો. એનાથી એ કાળા વર્તુળોના ધબ્બા દૂર થઇ જશે. જો ગૌમૂત્ર ન મળે તો તેના અર્કનો પણ ઉપયોગ કરી શકો છો.

તાવ માંથી રાહત:

ગૌમૂત્રથી તાવમાં પણ ફાયદો થાય છે તથા જો કોઇ વ્યક્તિ ગંભીર અને લાંબી બિમારી હોયથી પીડાતો હોય તો તેણે ઓછામાં ઓછા ૩ મહિના સુધી તો ગૌમૂત્ર પીવાનું રાખવું જ જોઇએ. જ્યારે નાની બિમારી માટે ૨ અઠવાડિયા કે ૧ મહિનાસુધી ગૌમૂત્ર પીવાથી પીડીતાને ઘણો આરામ મળતો હોય છે.

ઘણી બિમારીઓની અસરકારક સારવાર માટે:

સવારે જમવાના એક કલાક પહેલાં અડધો કપ ગૌમૂત્ર પીવાથી બવાસીર, સંધિવા, સાંધાના દુખાવો,કેંસર જેવી બિમારીઓમાં ફાયદો પહોંચે છે.તેનાથી ઠંડી, અસ્થમાં અને ટીબી જેવી બિમારીઓના ઉપચારમાં મદદ મળે છે.ગૌમૂત્ર શરીરમાં રહેલ કીટાણુંઓને નાશ કરવાનું કાર્ય કરે છે. આયુર્વેદ પ્રમાણે ગૌમૂત્ર પીવાથી કીટાણુંજન્ય બીમારી દુર કરી શકાય છે.

ટીબીને જડમૂળથી ખત્મ કરેલ:

ટીબીનો રોગી જો ડોટ્સની દવાઓની સાથે ગૌમૂત્ર પણ પીવાનું શરુ કરે તો તેની અસરકારકતા ૨૦ ગણી વધી જતી હોય છે. માત્ર ગૌમૂત્ર પીવાથી ટીબીથી બિમારીને ૩ થી ૬ મહિનામાં થીક કરી શકાય છે. જ્યારે ડોટ્સની દવાઓ અને ગૌમૂત્ર સાથે લેવાથી ટીબી માત્ર ૨-૩ મહિનામાં થીક થઇ શકે છે.

આંખના રોગોમાં ફાયદાકારક:

મોતિયો, ગ્લુકોમા અને રેટિના ખસી જવું જેવી ગંભીર બિમારીઓની સાથે આંખ લાલ થઇ જવી આંખોમાંથી પાણી નીકળવું અને આંખ બળવીજેવી સમસ્યાઓમાં ગૌમૂત્ર પીવાથી ફાયદો થાય છે. ઉપરાંત ગૌમૂત્ર પીવાથી આંખોના ચશ્માના નંબર પણ ઉતારી શકાય છે.

પેશાબ અને કીડનીના રોગોમાં ફાયદાકારક :

મૂત્રપિંડના તમામ રોગો જેવા કે કીડની કામ કરતી બંધ થઇ જવી અને કીડનીની અન્ય સમસ્યાઓમાંથી છૂટકારો અપાવવામાં ગૌમૂત્રને અસરકારક માનવામાં આવ્યું છે. આ સમસ્યાઓથી છૂટકારો મેળવવા રોજ સવારના સમયે અડધો કપ ગૌમૂત્ર પીવું જોઇએ.

ગૌમૂત્ર વિષે આટલી વાતો ખાસ ધ્યાનમાં લેવી :

વૃદ્ધ, અસ્વસ્થ તેમજ ગર્ભ હોય તેવી ગાયનું ગૌમૂત્ર ન પીવું.ગૌમૂત્ર કાંચ તથા માટીના વાસણમાં લઈને સાફ કપડાથી ગાળીને ત્યાર બાદ જ તેનું સેવન કરવું જોઈએ. 8 વર્ષથી નીચેના બાળક તેમજ ગર્ભવતી સ્ત્રીઓએ સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.

હંમેશા દેશી ગાયના ગૌમૂત્રનું સેવન કરવું. રોગી તેમજ ગર્ભવતી ગાયના મૂત્રનું સેવન ન કરવું.જંગલમાં ચરતી ગાયોનું મૂત્ર સૌથી સર્વોત્તમ ગણાય છે.માલીશ માટે 2 થી 7 દિવસ જુનું ગૌમૂત્ર વધારે સારું રહે છે.ગૌમૂત્રની માત્રા ઋતુ પર આધાર રાખે છે. તેની પ્રકૃતિ ગરમ હોય છે. તેથી ગરમીની ઋતુમાં ગૌમૂત્રનું પ્રમાણ ઓછું રાખવું જોઈએ.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Check Also

આ સામાન્ય લાગતું શાકભાજી પગથી લઇ માથા સુધીના ભલભલા રોગને જીવનભર ઉખાડી ફેંકશે, કોલેસ્ટ્રોલ માટે તો છે બેસ્ટ દવા

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો. ખીજડો અથવા શમડી અથવા શમી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!