આયુર્વેદ નું આ મહાઔષધ શરીર ના દુખાવ, નબળાઈ અને સેક્સુઅલ પાવર વધારવા સહિત અનેક રોગો માટે આપે છે એક અદ્રુત તાકાત

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

અશ્વગંધા નો છોડ કમર સુધીની ઉંચાઇ ધરાવે છે. જેને ઘણી ડાળીઓ હોય છે. જેના મુળમાં અશ્વગંધા નામક ઔષધ રહેલું હોય છે. આ મુળ ચિકણા અને મજબુત હોય છે. આ છોડ નું આયુષ્ય ફક્ત ૪-૫ વર્ષ નું છે. અશ્વગંધા માં સોમ્નીફેરિન નામક તત્વ રહેલું હોય છે. તદ્દોપરાંત તેમાં લાળ, ક્ષારદ્રવ્ય અને રંજકપદાર્થ હોય છે.

અશ્વગંધા ની અંદર રહેલ એન્ટિઓક્સિડન્ટ શરીરની ઈમ્યુનીટી  સિસ્ટમને મજબૂત બનાવે છે, અને સાથે સાથે  શરદી ઉધરસ જેવી વાઇરલ સમસ્યાઓથી બચવા માં પણ મદદરૂપ સાબિત થાય છે. જે અનેક ગંભીર સમસ્યાઓથી બચવા માં મદદરૂપ સાબિત થાય છે.

અશ્વગંધા માનસિક તણાવ જેવી ગંભીર સમસ્યાઓને દૂર કરવામાં ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. કોઈપણ પ્રકારના સ્ટ્રેસને અશ્વગંધા ના ઉપયોગ થી ૭૦ ટકા જેટલો ઘટાડી શકાય છે. અશ્વગંધાનો ઉપયોગ  શરીર નું માનસિક સંતુલન જાળવી રાખે છે, જે સારી ઉંઘ અપાવવામાં મદદરૂપ સાબિત થાય છે અને આથી જ  સ્ટ્રેસની સમસ્યાથી દૂર રહી શકાય છે.

લોહી વિકારમાં અશ્વગંધાથી લાભ, લોહી વિકારથી મતલબ છે . લોહીનું દૂષિત થવું જેમ કે વારંવાર ખીલ નીકળવા, ઘાવ વગેરે. લોહી વિકારને આમ ભાષામાં લોહીની ખરાબી પણ કહે છે. અશ્વગંધા ચૂર્ણ લોહીની ખરાબી બરાબર રાખવામાં ખૂબ લાભદાયક માનવામાં આવે છે. તાવ ઉતારવા માટે અશ્વગંધાનો ઉપયોગ થાય છે. બે ગ્રામ અશ્વગંધા ચૂર્ણમાં એક ગ્રામ ગિલોય જ્યુસ ભેળવીને રોજ સાંજે મધ કે થોડા ગરમ પાણીના સાથે સેવન કરવાથી તાવ જલ્દી મટી જાય છે.

અશ્વગંધા આંખોની રોશની વધારે છે.  નિયમિત રૂપથી દૂધની સાથે અશ્વગંધા ચૂર્ણ નું સેવન આંખોની રોશની વધારવામાં ખુબજ ફાયદાકારક છે. અશ્વગંધા પ્રતિરોધક ક્ષમતા વધારે છે. અશ્વગંધાનો સૌથી મુખ્ય ફાયદો છે શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતાને વધારવી શરીરમાં રહેવા વાળી અધિકાંશ બીમારીઓની મૂળ કારણ  રોગ પ્રતિરોધક ક્ષમતાનું કમજોર થવું છે.જો આને મજબૂત બનાવી લીધી તો શરદી ખાસી સહિત કેટલીક ગંભીર બીમારીઓથી જાતે જ છુટકારો મળી જાય છે.

અશ્વગંધાના સેવનથી લોહીમાં સફેદ રક્ત કોશિકાઓ અને લાલ રક્ત કોશિકાઓ બંને વધે છે.જેનાથી શરીરની ઇમ્યુનિટી મજબૂત થાય છે. જો તેનું ચુર્ણ બનાવીને સેવન કરવામાં આવે તો તે અત્યંત ગુણદાયક છે. જે ઘણા રોગોનો નાશ કરે છે. તેનું તેલ પણ શરીરના દુ:ખાવા સહિત ગણા રોગ માટે અક્સર ઇલાજ તરીકે સાબિત થાય છે.વળી, અશ્વગંધાના પર્ણનો લેપ કરીને ત્વચા પર ભૂંસવાથી ત્વચા પણ ચમકીલી બને છે.

જો કોઈ નવું જન્મેલું બાળક નબળું હોય તો તેને ૪ મહિનાનું થાય ત્યાં સુધી અશ્વગંધાનું એક ચમચી ચુર્ણ દુધની બોટલમાં મિશ્ર કરીને આપવું જોઈએ. ૩ મહિના આ પ્રયોગ કરવાથી બાળકની આંતરિક શક્તિઓમાં વધારો થાય છે. સાંધાનો દુખાવો થાય તો દુ:ખાવાથી પિડાતા લોકો સવારમાં એક ગ્લાસ દુધમાં અશ્વગંધાનું ચૂર્ણ મિશ્ર કરી પીવે તો સચોટ ફાયદો થાય છે.

જે લોકો ને નપુસંકતાની બિમારી છે.  તેવોએ અશ્વગંધાના ચુર્ણનું નિયમિત સેવન કરવું જોઈએ. જેથી આ રોગ જડમુળમાંથી નાબુદ થાય. ઘણી સ્ત્રી માં ગર્ભધારણની ક્ષમતા ઓછી હોય છે તો આ સ્ત્રીઓ એ પ્રસવ બાદ દુધ સાથે અશ્વગંધા નું સેવન કરવાથી ગર્ભ રહેવાની સંભાવના વધે છે. ઘણા લોકો ટી.બી. ના દર્દ થી પીડાતા હોય છે, તો તેવોએ અશ્વગંધા નું સુરણ બનાવીને સેવન કરવાથી ક્ષય નિવારક કરી શકાય છે.

કાનનો કોઇપણ પ્રકારનો દુ:ખાવો હોય તો અશ્વગંધાના તેલના બે-એક ટીપાં ગરમ કરીને કાનમાં નાખવાથી તરતજ ફાયદો થશે. અશ્વગંધા ટ્યુમર સેલ નાશ કરવામાં અને કીમિયોથેરોપીની ખરાબ અસરને ઓછી કરવામાં મદદ કરે છે.અશ્વગંધા શારીરિક અને માનસિક બંન્ને સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે. અશ્વગંધા સંધિવા મટાડવા માટે ખૂબજ અસરકારક છે. તે સોજો મટાડે છે અને દુખાવો પણ ઓછો કરે છે.

અશ્વગંધામાં બેક્ટેરિયાના સંક્રમણને નિયંત્રિત કરવાનો ઔષધિય ગુણ છે. તેના સેવનથી મૂત્રજનન, જઠરાંત્ર અને શ્વસન તંત્રના સંક્રમણમાં મદદ કરે છે. અશ્વગંધાની ડાળીને વાટીને પાણી સાથે એક ચીકણી પેસ્ટ બનાવી ઘા પર લગાવવાથી ઘામાં જલદી રૂઝ આવે છે. અશ્વગંધાના સેવનથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. ઉપરાંત એનીમિયા મટાડવામાં પણ મદદ કરે છે.

ડાયાબિટીસની સારવાર માટે અશ્વગંધા ખૂબજ ઉપયોગી છે. નિયમિત ચાર અઠવાડિયા સુધી અશ્વગંધા લેવાથી લોહીમાં સુગરનું લેવલ ઘટાડે છે. અશ્વગંધાના સેવનથી પ્રજન ક્ષમતામાં સુધારો થાય છે. તેનાથી વીર્યની ગુણવત્તામાં પણ સુધારો થાય છે. અશ્વગંધા થાઇરોઈડ ગ્રંથીને ઉત્તેજિત કરવામાં પણ મદદ કરે છે. જે થાઇરોઇડ હોર્મોનના સ્ત્રાવમાં પણ વૃદ્ધિ કરે છે.

અશ્વગંધા માંસપેશિઓ મજબૂત બનાવે છે અને તેની નબળાઇને પણ દૂર કરે છે.  અશ્વગંધામાં રહેલ એન્ટીઓક્સિડેન્ટ અને સાઈટોપ્રોટેક્ટિવ મોતિયાબિંદ સામે રક્ષણ આપે છે. સ્કિન પરની કરચલી અને કાળા ધબ્બા દૂર કરવામાં મદદ કરે છે અશ્વગંધા. અશ્વગંધા વાળને ખરતા અટકાવે છે અને સમય કરતાં વહેલા સફેદ થતા અટકાવે છે. જે મહિલાઓને સફેદ પાણીની સમસ્યા હોય અને તેના કારણે તેના શરીરની અંદર કમજોરી આવતી હોય તેવી મહિલાઓ માટે અશ્વગંધાનું સેવન ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top