ઘણા રોગો મટ્યા પછી થતી ખાવાનું ન ભાવવું અને સ્વાદ ન આવવાની સમસ્યાનો 100% અસરકારક ઉપચાર જાણો લ્યો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

સારા સ્વાસ્થ્ય માટે સમયસર ભોજન લેવું ખૂબજ આવશ્યક છે. આજકાલની સૌથી મોટી સમસ્યા છે તે ભૂખ ના લાગવી એટલે કે અરુચિ જેના કારણે મોટાભાગના લોકો પરેશાન છે. ભૂખ ન લાગવાના ઘણા કારણો હોય શકે. આ મોટાભાગે ચિંતા, તણાવ અને અવસાદ જેવા મનોવૈજ્ઞાનિક કારણોની સાથે જોડાયેલા છે.aઅ માટે તમારે કોઈ દવા લેવાની જરૂર નથી. aઅ રોગ માટે ની તમામ દવા તમારા ઘરમાં જ છુપાયેલી છે.

દાડમ ખાવાથી કે દાડમના રસ મા મરી, સિંધવ, સંચળ નાખી પીવાથી અથવા સૂંઠ અને ગોળ ખાવાથી કે લસણની કળીઓને ઘીમાં તળીને રોટલી સાથે ખાવાથી અરુચિ મટે છે, ભૂખ ઉઘડે છે. લીંબુના બે ભાગ કરી તેની ઉપર સૂંઠ, કાળાં મરી અને જીરાનુ ચૂર્ણ તથા સિંધવ મેળવીને થોડું ગરમ કરી ચૂસવાથી અરુચિ મટે છે.

બે ચમચી આમલી એક ગ્લાસ પાણીમાં પલાળવી, સવારે સોપારી જેટલો ગોળ તથા થોડું કાળાં મરી અને એલચીનું ચૂર્ણ નાખી પીવું. એનાથી ભૂખ લાગશે અને અરુચિ દૂર થશે. વળી આમલીનું શરબત પીવાથી ગ્રીષ્મમાં લૂ લાગતી નથી. 80 ગ્રામ ઠળિયા કાઢેલી ખજૂર, 10 ગ્રામ આમલી (આમલી ચોળી પાણી કરવું), 5 ગ્રામ દ્રાક્ષ, 2 ગ્રામ મરચું, 2 ગ્રામ આદું, જરુર પુરતું મીઠું અને 8 ગ્રામ ખાંડ નાખી ચટણી બનાવી ખાવાથી અરુચિ મટે છે અને ભૂખ ઉઘડે છે.

અડદની દાળ પાણીમાં પલાળી રાખી, વાટી, તેમાં મીઠું, મરી, હિંગ, જીરું, લસણ અને આદુ નાખી વડાં કરવાં. તેને ઘીમાં અથવા તેલમાં તળીને ખાવાથી અરુચિ મટે છે. આમલી ઠંડા પાણીમાં પલાળી, મસળી, ગાળી, તેના થોડા પાણીમાં સાકર મેળવી પીવાથી અને બાકીના પાણીમાં એચલી, લવિંગ, મરી અને કપુરનું ચૂર્ણ નાખીને કગળા કરવાથી અરુચિ મટે છે. અને પિત્તપ્રકોપનુ શમન થાય છે.

લીંબુનું શરબત પીવાથી અરુચિ મટે છે. તાજો ફુદીનો, ખારેક, મરી, સિંધવ, હિંગ, કાળી દ્રાક્ષ અને જીરુંની ચટણી બનાવી તેમાં લીંબુનો રસ નીચોવી ખાવાથી મોમાં રુચિ પેદા થાય છે. 10-10 ગ્રામ આદુના અને લીંબુના રસમા 1.5 ગ્રામ સિંધવ મેળવી સવારે પાવાથી અરુચિ મટે છે. દાડમનો રસ, સિંધવ અને મધ એકત્ર કરી ચાટવાથી અરુચિ મટે છે. ખાટામીઠા દાડમનો 10-10 ગ્રામ રસ મોમાં રાખી ધીમે ધીમે ફેરવીને દિવસમા 8-10 વાર પાવીથી મોઢાનો સ્વાદ સુધરે છે. તાવને લીધે અરુચિ રહેતી હોય તો તે મટે છે અને આંતરડામાં રહેલા દોષોનુ શમન થાય છે.

ધાણા, જીરુ, મરી, ફુદીનો, સિંધવ અને દ્રાક્ષને લીંબુના રસમા પીસી બનાવેલી ચટણી ભોજન સાથે લેવાથી અરુચિ મટે છે. ધાણા, એલચી અને મરીનું ચૂર્ણ ઘી અને સાકર સાથે લેવાથી અરુચિ મટે છે. પાકાં ટામેટાંના પસમા ફુદીનો, આદુ, ધાણા અને સિંધવ મેળવી ઉકાળીને બનાવેલી ચટણી ભોજન સાથે લેવાથઈ મોઢાનો સ્વાદ સુધરે છે અને ભોજનની રુચિ પેદા થાય છે.

ટામેટાના કટકા ઉપર સૂંઠ અને સિંધવનુ ચૂર્ણ ભભરાવી ખાવાથી અગ્નિમાંદ્ય અને અરુચિ મટે છે. લસણ, કોથમરી, આદુ, ધોળી દ્રાક્ષ, ખાંડ અને સિંધવની ચટણી કરીને ખાવાથી અરુચિ મટે છે તથા ખોરાકનુ પાચન થાય છે. સારાં પાકા લીંબુના 400 ગ્રામ રસમા એક કિલો સાકર  નાખી, ઉકાળી, ચાસણી કરી શરબત બનાવવું. શરબત ગરમ હોય ત્યારે જ કપડાથી ગાળી ઠંડુ થાય એટલે શીશીઓમાં ભરી લેવું. આ શરબત 15 થી 25 ગ્રામ જેટલું પાણી મેળવી પીવાથી અરુચિ મટે છે.

લીલી કોથમીરનો રસ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. ભૂખ ન લાગવા પર તેનો રસ નીકાળીને તેમા થોડૂક મીઠું ઉમેરીને પી શકો છો. જેનાથી તમને ભૂખ ન લાગવાની સમસ્યા દૂર થઇ જશે. જો તમને ભૂખ ના લાગતી હોય તો તમે તેના માટે આદુનું સેવન કરો. તેના માટે જમ્યા પહેલા મીઠાની સાથે આદુનું સેવન કરવું જોઇએ. તેનાથી ભૂખ ઉઘડી જશે.

એક ચમચી વરિયાળી અને મેથીના દાણા લઈને તેને થોડીવાર  ઉકાળો, સ્વાદ માટે અડધી ચમચી મધ ઉમેરો, હવે તેને ગાળીને પીવાથી અરુચિ દુત થશે. ઇલાયચી અપચો, પેટ ફુલવું, એસિડીટી અને પાચન તંત્રમાં  સુધારો કરીને અરુચિની સમસ્યાને દૂર કરે છે. ઇલાયચીની ચા તેમજ તેને કાચી ખાઇને પણ આ સમસ્યાથી રાહત મેળવી શકો છો.

અંજીર ખાવાથી જઠર સતેજ બને છે અને તેથી ભૂખ સારી લાગે છે. આદુનો રસ, લીંબુનો રસ અને સિંધવ એકત્ર કરી ભોજનની શરૂઆતમાં લેવાથી અગ્નિપ્રદીપ થઇ મૂખની શુદ્ધિ કરે છે. ભોજનના એક કલાક પહેલાં થોડું ગરમ પાણી પીવાથી ભૂખ લાગે છે અને પાચન શક્તિ વધે છે.પાચન શક્તિ મંદ હોય અને ભૂખ લાગતી ન હોય તો થોડાં દિવસ રોજ સવારે 64 પ્રહરી પીપરનું મધ સાથે સેવન કરવાથી કફનાં રોગો, શ્વાસ અને શરદી જેવા રોગો માં રાહત મળે છે. બી કાઢેલી દ્રાક્ષ 20 ગ્રામ ખાઇને ઉપર 250 મિ.લિ. દૂધ પીવાથી ભૂખ ઉઘડે છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top