અરડૂસીનાં પાંદડાં લાંબા હોય છે અને ફૂલનો રંગ સફેદ તેમજ પુષ્પમંજરી ગુચ્છેદાર હોય છે. અરડૂસી એક ઔષધિય વનસ્પતિ છે. એનાં પર્ણોમાં વેસિન નામક ઉપક્ષાર હોય છે, જેનો ઉપયોગ વિભિન્ન પ્રકારની દવાઓના રૂપમાં કરવામાં આવે છે. ઔષધિઓ અરડૂસીનાં પાંદડાંઓ તેમજ મુળિયાંઓમાંથી તૈયાર કરવામાં આવે છે.તેની ધોળી અને કાળી એમ બે જાતોમાં કાળી વધુ ગુણકારી, ગરમ અને કફનાશક છે. ઘણે સ્થળે બાગ-બગીચા તથા ખાનગી ખેતર-વાડીમાં તે વવાય છે.
અરડૂસી એ ક્ષયમાં ખુબ જ સારી છે. ક્ષયની આધુનિક દવા ચાલતી હોય તેની સાથે પણ અરડૂસીનો ઉપયોગ થઈ શકે. સુકી અને કફવાળી એમ બન્ને ઉધરસમાં અરડૂસી ખૂબ જ હિતાવહ છે. કફ છૂટતો ન હોય, ફેફ્સામાં અવાજ કરતો હોય, કાચો ફીણવાળો કફ હોય, ઉધરસ દ્વારા તેને કાઢવામાં તકલીફ થતી હોય, તેમાં અરડૂસી સારુ કામ કરે છે.
અરડૂસીનાં તાજા પાનને ખૂબ લસોટી કાઢેલો બે ચમચી રસ અને એક ચમચી મધ સવાર-સાંજ ચાટવાથી ખાંસી મટે છે, કફ જલદી છુટો પડે છે. નાના બાળકને વરાધ-સસણી થાય તો અરડૂસીનો અડધી ચમચી રસ એટલા જ મધ સાથે સવાર-સાંજ આપવાથી રાહત થાય છે. તે ખાંસી, દમ અને સસણીમાં સારુ પરિણામ આપે છે. પરસેવો ખુબ ગંધાતો હોય તો અરડૂસીના પાનનો રસ બેથી ત્રણ ચમચી સવાર-સાંજ પીવાથી અને અરડૂસીના પાનનું ચુર્ણૂ ઘસીને સ્નાન કરવાથી લાભ થાય છે. અરડૂસીના પાનનો તાજો રસ પીવાથી ઉધરસ, રક્તપિત્ત, કફ, ફ્લૂ, ક્ષય અને કમળામાં ફાયદો થાય છે.
ગળા માં સોજો કે ગળા નો અવાજ બેસી ગયો હોય તો અરડૂસી ના પાનનો રસ મધ સાથે ખાવાથી અવાજ અને સોજા માં રાહત મળે છે. આજના જમાના માં 50% લોકો ગઠિયા થી પીડાતા હોય છે સૌથી વધારે મહિલાઓ ને ઢીંચણ માં સોજો અને દુખાવો ની સમસ્યા વધુ જોવા મળે છે.અરડૂસી ના પાન નો રસ બનાવી દુખાવો હોય ત્યાં લગાવવાથી રાહત મળે છે અને ધીમે ધીમે સારું થઈ જાય છે. તમે મિત્રો અરડૂસી ના પાન નો ઉકાળો પણ પી શકો છો તેના થી ખૂબ જ ફાયદો થાય છે.
અરડુસીના પાંદડાં અને દારુહળદરને ખુબ લસોટીને બનાવેલી પેસ્ટ સવાર-સાંજ લગાડવાથી ખસ, ખરજવું, ચામડીના જુના રોગો મટે છે. જો તમે મોઢામાં ચાંદી પડવાથી પરેશાન હોય તો અરડૂસીના બેથી ત્રણ પાન ચાવો. આ ઉપરાંત જો તમે અરડૂસીનો રસ પીવો અથવા તેના પાનનો રસ ચૂસો તો તમને જલ્દી મોઢામાં ચાંદીથી મુક્તિ મળશે. યાદ રાખો કે તમારા અરડૂસીના પાન ચાવીને ફેંકી દેવાના છે.
દમના રોગી જો અનંતમૂળની જડો અને અરડૂસીના પાનને સમાન માત્રા(3-3 ગ્રામ)લઈને દૂધમાં ઉકાળીને પીવે તો ફાયદો થાય છે. આમ એક સપ્તાહ સુધી કરવુ જરુરી છે.
એક શક્તિશાળી હ્રદય ટૉનિક હોવાના નાતે રક્તને શુદ્ધ કરવા માટે જડીબૂટી અત્યંત જરૂરી છે.અરડૂસી પ્રભાવી રીતે લોહીના કાઉન્ટમાં સુધારો કરે છે, બ્લડ પ્રેશર નિયંત્રિત કરે છે અને હ્રદયની લય સંબંધિત સમસ્યાઓને અટકાવે છે. એંટી કૌયગુલાંટ અને એંટી ફાઈબ્રિનોલિટિક ગુણોની હાજરી હ્રદય બ્લૉકના કારણે ધમનીઓમાં અવરોધ અને ગંઠાઈ જવાને પણ અટકાવે છે.