આંખ માં થતી આંજણી મટાડી કાયમ માટે છૂટકારો મેળવવા માટે નો અકસીર ઈલાજ, જરૂર જાણો અને દરેક ને જણાવો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આંખમાં આંજણી થવાની સમસ્યા દરેક ઉંમરના લોકોને થઇ શકે છે. તેમની આંખની પાંપણની નીચે અને ઉપર લાલ રંગના દાણા જેવું થઇ જાય છે. ભલે આ સમસ્યા જોવામાં નાની લાગે છે. પરંતુ તેના કારણે આંખમાં દુખાવો, જ્વલન, ખંજવાળ, આંખમાંથી પાણી નીકળવાની સમસ્યા થાય છે.

બેક્ટેરિયા ઉત્પન્ન થવાથી વિટામિન A, Dની ઉણપને લઇને તેમજ કબ્જના કારણે થનારી આ સમસ્યાઓના કારણે આંખો માટે નુક્શાનદાયક હોય શકે છે. ઘણા લોકો નાની સમસ્યા સમજીને તેને ઇગ્નોર કરે છે. તો ઘણા લોકો તેના માટે ઘરેલું ઉપચાર કરે છે. સમયસર તેનો ઇલાજ કરવા પર તમારી આંખો સુરક્ષિત રાખી શકાય છે.

લવિંગ અને હળદર નો પ્રયોગ :

5-6 લવિંગ ને સેકી તેનો કોલસો કરી તેની રાખ બનાવવી, આ રાખ જેટલીજ હળદર અને દૂધ મિક્સ કરી લેપ બનાવવો. આ લેપ ને રાત્રે આંજણી પર લગાવી આખી રાત રાખી સૂઈ જવું. 2 દિવસ આ રીતે કરવાથી આંજણી મટી જશે અને જે જગ્યા પર આ લેપ લગાવેલ હોય ત્યાં ફરી આંજણી થતી નથી. આમ, હળદર અને લવિંગ થી આંજણી કાયમ માટે મટી જાશે.

એલોવેરા જેલ:

એલોવેરા જેલને દરરોજ આંજણી પર દિવસમાં 3-4 વખત લગાવો. તેને લગાવવાથી આંખોમાં દુખાવો, સૂજન અને ફોલ્લી દૂર થઇ જશે. હૂંફાળી ટી બેગ્સ આંજણીની સારવાર માટે સૌથી અસરકારક છે. હૂંફાળી ટી બેગને આંજણી થઇ હોય ત્યાં મૂકો અને ઠંડી થાય ત્યાં સુધી રહેવા દો. આ ઉપચારથી દુખાવામાં રાહત મળશે અને સાથે જ સોજો ઓછો કરશે.

દિવેલ છે ફાયદાકારક :

દિવેલમાં હાઈડ્રેટિંગ તત્વો રહેલા છે જે આંજણી મટાડવામાં મદદ કરે છે.દિવેલના બે-ત્રણ ટીંપા લઈ આંજણી થઈ હોય તે ભાગમાં હળવા હાથે મસાજ કરો. થોડી મિનિટ રહેવા દઈ હૂંફાળા પાણીથી ધોઈ લો.

જામફળના 4 પાન લઇને તેને પાણીમાં બરાબર ઉકાળી લો. તે બાદ તેને નવશેકુ થાય એટલે આંખો પર શેક કરો. દિવસમાં 3-4 આ રીતે કરવાથી તમારી આંખોને આરામ મળશે.તેમજ ઝડપથી આંજણીની સમસમ્યામાંથી છૂટકારો મળશે.

ગરમ કરેલું દૂધ હૂંફાળુ થાય ત્યારે તેમાંથી તાજી મલાઈ લઈ લો અને આંજણી પર લગાવો. સૂકાઈ જાય ત્યારે દૂધ લઈને એ ભાગ સાફ કરો બાદમાં ચોખ્ખા કપડાંથી લૂછી લો.

પાણીને ગરમ કર્યા બાદ તેમા હળદર મિક્સ કરો. તે બાદ તેમા કાપડ ભીનુ કરો અને તેનાથી આજુબાજુ શેક કરો. દિવસમા ત્રણથી ચાર વખત કરવાથી આંખમાં થયેલી આંજણીથી રાહત મળે છે.

ધાણાને પાણીમાં નાખીને ઉકાળો. સહેજ ઠંડું પડે એટલે ધાણા કાઢી આ પાણીનો આંજણીવાળી જગ્યાએ છંટકાવ કરો. દિવસમાં 5-6 વખત આ પ્રયોગ કરો. આંખની પાંપણ અને આંજણી પર ચંદન ઘસીને બે થી ત્રણ વાર લેપ કરવાથી ઘણો ફાયદો થાય છે . ધાણા અને ફૂદીનાને સાથે વાટી લઈને એનો લેપ કરવાથી આંજણી મટી જશે.

રાતના સમયે બદામને દૂધમાં પલાળી રાખો. સવારે પલાળેલી બદામ અને ચંદન સાથે ઘસીને એનો લેપ આંજણી પર લગાડવાથી ઘણો ફાયદો થાય છે. કેરી અને જાંબુની ગોટલી દૂધ સાથે પત્થર પર ઘસીને વારંવાર ઘસીને આંજણી પર લગાડવાથી આરામ મળે છે.

આંખલીના બીજને બે દિવસ પાણીમાં પલાળી રાખો. તે બાદ તેને ચંદનની તેમ ઘસીને આંજણી પર લગાવો. આમ કરવાથી આંજણીની સમસ્યા 2 દિવસમાં દૂર થઇ જશે. તેમજ આંખોને રાહત મળે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top