Breaking News

રાત્રે ઊંઘ ના આવતી હોય કે માંડ આવતી હોય તો આ છે ઘસઘસાટ ઊંઘ માટેનો 100% અસરકારક ઉપચાર..

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

હાલ નુ જીવન એટલુ વ્યસ્તતા ભરેલુ થઇ ગયુ છે કે જેના લીધે લોકો અવનવી બીમારીઓ ના શિકાર બને છે. આમા ની એક બીમારી છે અનિદ્રા. અનિદ્રા એટલે ઊંધ ના આવવા ની પીડા. લોકો આ પીડા મા થી રાહત મેળવવા માટે અવનવી મેડીસીન્સ લે છે. આ મેડીસીન્સ થી તમે થોડો સમય માટે સ્વસ્થ થઇ ને ઊંધ મેળવી શકો છો પરંતુ, આ પીડા માથી મુકિત મેળવી નથી શકતા.

જેરે મગજના જ્ઞાનતંતુઓ નબળા પડે છે ત્યારે ઉધ બરાબર આવતી નથી. જેમને ઊંઘ ન આવતી હોય તેમણે ગરમ પદાર્થો અને ખાટા પદાર્થો ખોરાકમાં લેવા નહિ. આ ફરિયાદવાળા માટે નીચે ઉત્તમ પ્રયોગો દર્શાવવામાં આવ્યા છે. જેમને ઊંઘ ન આવતી હોય તેમણે સૂતી વખતે માથામાં ધૂપલ, તેલ અથવા બીજું કોઈ માથામાં નાખવાનું તેલ હોય તે નાખીને તેનું દસથી પંદર મિનિટ હળવે હળવે માલિશ કરવું. આ પ્રયોગ થોડા દિવસ કરવાથી ઊંઘ આવી જશે.

આ ક્રિયા પતી ગયા પછી કાંસાના વાટકાથી પગના તળિયે ઘી ઘસવું જેથી ઊંઘ આવી જશે. ઊંઘ ન આવતી હોય તેમને માટે તેલ માલિશ નો પ્રયોગ સારો છે. માથા ઉપર, ગરદનની પાછળના ભાગ ઉપર તેલની માલિશ કરવાથી જ્ઞાનતંતુઓ ચેતનવંતા બને છે. લોહી ઝડપથી ફરે છે. શરીરનો થાક ઉતરે છે અને સ્કૂર્તિ આવે છે.

સવારે તેલ-માલિશ કરીને સહેજ ગરમ પાણીથી સ્નાન કરવું. તેલ-માલિશનો પ્રયોગ અનુકૂળ આવે તો બે મહિના સુધી ચાલુ રાખવાથી ઊંઘની ફરિયાદ મટી જાય છે. જો કોઈ વિચારોની પાછળ મગજ રોકાઈ જતું હોય અને ઊંધ ન આવતી હોય તો એનાં મૂળગત કારણો વિચારવા જોઈએ. ઊંઘના ઉપચારની દૃષ્ટિએ પગે ઘી ઘસીને ગરમ પાણીમાં મીઠું નાંખી એમાં પગ બોળવાથી સારી ઊંઘ આવશે.

૨ ગ્રામ પીપરીમૂળ અને ૧ ગ્રામ અજમાને વાટી ચૂર્ણ બનાવીને મધમાં ચાટવાથી સારી ઊંધ આવશે. મધમાં દવા ચાટ્યા પછી પંદર મિનિટ પણ પાણી ન પીવું. જો પાણી પીવાશે તો ઊંઘ નહીં આવે. ઊંઘ લાવવા માટે માથે માટી પણ લગાવી શકાય છે. પગના તળિયે ઘી ઘસવાથી પણ ઊંઘ આવે છે, પ્રથમ એક ડોલમાં સહેજ ગરમ પાણી લેવું અને તેમાં બંને પગ પાંચ-સાત મિનિટ સુધી બોળી રાખવા.

અશ્વગંધાનું ચૂર્ણ ૧૦ ગ્રામ અને ગંઠોડાનું ચૂર્ણ અઢી ગ્રામ લઈ બે કપ ભેંસના દૂધમાં નાખવું. તે ચૂર્ણવાળા દૂધને ધીમા તાપે ઉકાળીને પાણી બાળી નાખવું, તેમાં જરૂર પૂરતી ખાંડ નાખવી, પછી નવશેકુ ગાળીને પી જવું. આ રીતે સાંજે ૪ થી પ ની વચ્ચે તથા રાત્રે સૂતા પહેલાં નિયમિત રોજ પીવાથી સારો ફાયદો થાય છે. વળી આ પ્રયોગ શરીરને પુષ્ટ કરનાર અને કામવર્ધક છે.

તમારી આખા દિવસની દિનચર્યામાં સુવાનો અને જાગવાનો સમય નક્કી રાખો, જેથી તમારું શરીર તે સમયમાં ટેવાઈ જશે. દરરોજ રાતે સુતા પહેલા અને સવારે જગ્યા બાદ તરતજ 5-10 મિનિટ મેડિટેશન કરો, જેથી મન શાંત થશે.દરરોજ અડધો કલાક ઘરમાં જ કસરત કરવાનું રાખો.

રાત્રે જમી લીધા બાદ ઓછામાં ઓછું 100 ડગલાં ચાલવાનું રાખો. રાતે સુતા પહેલા સ્નાન કરીને સૂવાથી ખુબ સારી ઊંઘ આવે છે. મંદ સંગીત સાંભળતા સૂવાથી પણ ઉત્તમ ઊંઘ આવે છે. મનપસંદ પુસ્તક વાંચવાથી પણ ઊંઘ સારી આવે છે. અનિદ્રાથી બચવા સુતા પહેલા હૂંફાળા દૂધમાં મધ ભેળવીને પીવો. રૂમની લાઈટ કે નાઈટલેમ્પ બંધ કરીને સુવો જેથી જલ્દી ઊંઘ આવશે.

જો તમે રાત્રે મોડેથી ભોજન કરો છો તો તમારી પાચનક્રિયા મોડે સુધી સક્રિય રહે છે. એટલે તમારું મગજ પણ શાંત નથી થતું અને તમને ઊંઘ પણ આવતી નથી. તો સુતા પહેલા 10 ગ્રામ ત્રિફળા ચૂર્ણ પાણી સાથે પીવું જોઈએ. તેનાથી ભોજન જલ્દી પછી જાય છે અને રાત્રે ઊંઘ પણ સારી આવે છે અને સવારે તમારું પેટ પણ એકદમ સાફ થઇ જાય છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Check Also

માત્ર આ એક ચમચી ચૂર્ણથી કાયમ માટે ડાયાબીટીસની દવા અને ઇન્જેકશનથી છુટકારો, 100% અસરકારક અને અનુભવસિદ્ધ ચૂર્ણ

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો. આજકાલ ઘરેઘરે ડાયાબિટીસનો રોગ સામાન્ય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!