માત્ર એક જ રાત માં આખ માં થતી આંજણી જીવનભર ગાયબ, ફરી ક્યારેપણ નહીં થાય

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ઉનાળાની કાળઝાળ ગરમીમાં સ્વાસ્થ્યને લગતી અનેક સમસ્યાઓ થવા લાગે છે. તડકા અને ધૂળ-માટીના કારણે વ્યક્તિને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જેમાથી આંખોથી જોડાયેલી કેટલીક સમસ્યાઓ જેમ કે આંખો લાલ થવી, સોજો આવવો કે આંજણી થવી જેવી સમસ્યાઓ જોવા મળે છે. આ સમસ્યા ધૂળ -માટીથી ફેલાનારા બેક્ટેરિયાથી તે સ્ટૈફિલોકોકસ બેક્ટેરિયા દ્વારા થાય છે. આ સમસ્યા થવાનું અન્ય કારણ તણાવ, હોર્મોનલ પરિવર્તન અને બ્લીફેરાઇટિસ સામેલ છે. આંખો પર આંજણી થવાથી ખૂબ દુખાવો થાય છે. તો આવો જોઇએ કેવી રીતે તેનાથી છુટકારો મેળવી શકાય.

આંખમાં આંજણી થવાની સમસ્યા દરેક ઉંમરના લોકોને થઈ શકે છે.  બેક્ટેરિયા ઉત્પન્ન થવાથી વિટામિન A, D ની ઉણપને કારણે થનારી સમસ્યાઓના કારણે આંખો માટે નુકશાનદાયક હોય શકે છે. ઘણા લોકો આંખની સમસ્યાને નાની સમસ્યા સમજીને તેને ઇગ્નોર કરે છે. તો ઘણા લોકો તેના માટે ઘરેલું ઉપચાર કરે છે. સમયસર તેનો ઇલાજ કરવા પર તમારી આંખો સુરક્ષિત રાખી શકાય છે.

આંજણીની થયેલી ફોલ્લીને ક્યારેય પણ ફોડવી ન જોઈએ અને સાથે સાથે ઘણા લોકોનું એવું કહેવું હોય છે કે, જો ફોલ્લીની ફોડીને તેમાંથી રસી કાઢી નાખવામાં આવે તો જલ્દી સારું થઈ જાય છે. પરંતુ તેનાથી સમસ્યા વધી શકવાની સંભાવના વધારે રહે છે અને ચેપ પણ લાગે છે.

આંજણી મટાડવા માટે એક પેન લેવાની અને તેમાં પાણીને ગરમ કરવાનું, ત્યાર બાદ એ ગરમ પાણીની અંદર કોટનનું કાપડ પલાળી દો, ત્યારબાદ તેને પાણીની બહાર કાઢો અને નીચોવી નાખો, પછી ધીમે ધીમે જ્યાં આંજણી થઈ હોય ત્યાં શેક કરવાનો. આ ઉપાયથી આંખના દુખાવામાં પણ રાહત મળશે અને મટવા પણ લાગશે.

આંજણીમાં રાહત મેળવવા માટે આંબલીને બીજને આંબલીમાંથી કાઢીને પાણીમાં પલાળી દેવાના. તે બીજને  બે દિવસ પલાળેલા રહેવા દેવાના. ત્યારબાદ આંબલીના બીજની છાલ કાઢી લેવાની અને તેની અંદરના ગર્ભને ચંદન ની જેમ ઘસી લેવાના. તેની એક પેસ્ટ બનાવવાની અને આંજણી પર લગાવી દેવાની. તેનાથી પણ આંજણીમાં ખુબ જ રાહત મળે છે.

જો આંખની આંજણીથી તમારે જલ્દીથી આરામ જોતો હોય તો તેમા એલોવેરા જેલ છે કે જેને તમે આંખ પર લગાવી અને ૨૦ થી ૨૫ મિનટ સુધી રાખો આમ કરવાથી આંખમાં ફાયદો મળશે. જામફળના 4 પાન લઈને તેને પાણીમાં બરાબર ઉકાળી લો. તે બાદ તેને નવશેકુ થાય એટલે આંખો પર શેક કરો. દિવસમાં 3-4 આ રીતે કરવાથી તમારી આંખોને આરામ મળશે. તેમજ ઝડપથી આંજણીની સમસમ્યામાંથી છૂટકારો મળશે.

લવિંગ પીડા નિવારણ અને ત્વચાની બળતરા દૂર કરવા માટેનું કામ કરે છે, તેથી તે આખની આંજણી મટાડવા માટે અસરકારક ઉપાય માનવામાં આવે છે. લવિંગ આંખના ચેપને ફેલાવાતો અટકાવવા માટે મદદ કરે છે કારણ કે તે એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મો છે. જો આ સમસ્યા હોય તો લવિંગને પાણીથી પીસી લો અને પેસ્ટ બનાવી લો, ત્યારબાદ તેને આંજણી ઉપર લગાવો. આ ઉપાય થોડા દિવસો માટે દિવસમાં બે થી ત્રણ વખત લગાવો.

એરંડાના તેલ માં રેઝિનોલિક નામનું એસિડ હોય છે, જે બળતરા વિરોધી એજન્ટ તરીકે કામ કરે છે. આ ગુણધર્મોને કારણે, એરંડાનું તેલ પીડા અને બળતરાને ખૂબ અસરકારક રીતે ઘટાડવામાં મદદ કરે છે. સમસ્યા હોય તો, અસરગ્રસ્ત આંખના વિસ્તારને બેબી શેમ્પૂ અને નવશેકું પાણીથી ધોઈ લો અને 5 મિનિટ માટે અસરગ્રસ્ત પોપચાનો શેક કરો. હવે પોપચા ઉંચા કરો અને રૂની મદદથી એરંડાનું તેલ લગાવો. આ ઉપાયને દિવસમાં બે વખત થોડા દિવસો માટે પુનરાવર્તિત કરો.

ગ્રીન ટીમાં હાજર એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણધર્મો થતી આંજણીથી પીડા અને બળતરાને ઘટાડવામાં મદદ કરે છે. ઉપરાંત, ટેનિક એસિડથી ભરપૂર હોવાથી, ગ્રીન ટી ચેપને દૂર રાખવામાં અસરકારક છે. ગ્રીન ટી પેકમાં રહેલા ટેનિન સંક્રમણ વધવાથી રોકે છે. તે સિવાય તેનાથી આંખો પરના સોજા અને દુખાવાથી રાહત મળે છે. તેનો ઉપયોગ કરવા માટે ગરમ પાણીમાં ગ્રીન ટી ઉમેરો અને ત્યાર પછી આ પેસ્ટને 5 મિનિટ સુધી આંખની આંજણી પર લગાવી લો.

બટાકામાં ઘણા પરેજી ગુણધર્મો હોય છે જેથી તે સોજો અને બળતરા ઘટાડી શકે.. એક બટાકાની છીણી કરી અસરગ્રસ્ત ભાગ પર તેની થોડી માત્રા મૂકો અને પોપચાંને થોડું દબાવો. આનાથી આંજણી ઝડપથી અદૃશ્ય થઈ જશે.  દરેક ઘરમાં રસોડામાં મળતી હળદર કેટલાક રોગોની દવા છે. આંખની આંજણીથી રાહત મેળવવા માટે એક પેનમાં 2 કપ પાણી અને એક ચમચી ઉમેરીને તેને બરાબર ગરમ કરી લો. હવે તેને ઠંડુ કરીને આંખ પર સૂકા અને સાફ કપડાથી લગાવી દો. તેનાથી જલ્દીથી આરામ મળશે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top