ભારતીય પરંપરા મુજબ બાળકને જન્મ્યા પછી આંખમાં કાજલ કરવામાં આવે છે. એવુ મનાય છે કે આમ કરવાથી બાળકને કોઈની ખરાબ નજર લાગતી નથી. પરંપરા અનુસાર કાજલ કે આંજણ લગાવવાથી બાળકની આંખો તેજ, મોટી અને આકર્ષક બને છે. કાજલ સૂર્યની રોશનીથી બાળકની આંખોનું રક્ષણ કરે છે અને બાળકને આંખના ઈન્ફેક્શનથી બચાવે છે.
કાજલ લાગવવાથી સ્ત્રીઓની આંખો વધુ આકર્ષક અને સુંદર દેખાય છે. સ્ત્રીઓની સુંદર આંખો પાછળ કાજલ જ સૌથી મહત્વપૂર્ણ પાત્ર ભજવે છે. રાત્રે સુતા પહેલાં પુરુષોએ પણ કાજલ લગાડવી જોઇએ જેથી તમારી આંખો તંદુરસ્ત રહે.આંખોમાં કાજલ અનેક રીતે ફાયદાકારક છે.તે આંખના સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી છે.
દરરોજ સૂતાં પહેલાં કાજલ લગાવી ને સુઈ જાવ તો દ્રષ્ટિ વધે છે અને આ ઉપરાંત આંખોમાં અન્ય ઘણા ફાયદા થાય છે.કાજલ નો આંખમાં નિયમિત ઉપયોગ દ્રષ્ટિ વધારે છે અને આંખોમાં વધારે પાણી આવવું કે ગંદકી સાફ કરે છે.
ઘણા લોકો એવા છે કે જેમને સૂર્યના તાપમાં ઊભા રહેવાના કારણે આંખોમાંથી પાણી નીકળે છે અથવા તેમની આંખો લાલ થઈ જાય છે.પરંતુ જો તમારે તેનો ઘરેલું ઉપચાર કરવો હોય તો, દરરોજ રાત્રે કાજલ લગાવી ને સુઈ જાઓ અને પછી સવારે પાણીથી આંખોને ધોઈ નાખો.થોડા દિવસો માટે આમ કરવાથી આંખો પર તાપનો કુપ્રભાવ નહિ પડે અને આંખો સ્વસ્થ થાય છે.
ઘણી છોકરીઓની આંખો બહુ નાની છે અને તેઓ તેને મોટી બનાવવા માંગે છે પરંતુ આંખોને મોટી કેવી રીતે કરવી.તેનો શ્રેષ્ઠ અને સરળ ઉકેલ એ છે કે દરરોજ આંખોમાં કાજલ લગાવી .આથી તમારી આંખો મોટી અને સુંદર દેખાશે.કાજલ લાગાવવાથી આંખો સુંદર લાગે છે અને તેને આકાર પણ મળે છે.
વિજ્ઞાનીઓ પણ સ્વીકાર્યું છે કે કુદરતી કાજલનો ઉપયોગ મોતિયો અને રતાંધડાપણું જેવી આંખો ની મોટી બીમારીઓનું રામબાણ ઈલાજ છે. જો કોઇને મોતિયો અથવા રતાંધડાપણું જેવી બીમારી હોય તો તેમને કાજલનો ઉપયોગ કરવો જોઈએ. તેનાંથી આંખોમાં આવતી ધૂળથી પણ રક્ષણ મળે છે.
ઘણાં બધા લોકો રાત્રે કમ્પુટર અથવા લેપટોપ પર કામ કરે છે જેથી આંખો થાકી જાય છે.પછી તેમની આંખો બળવા લાગે છે.જો કામ ની સાથે આંખોનું પણ ધ્યાન રાખવું છે તો સુતા પહેલાં આંખો માં કાજલ લગાવવી સારી રહેશે.તેનાથી આંખોમાં ઠંડક પણ મળશે.
માન્યતા એવી છે કે કાજલ લગાવવાથી બાળક લાંબો સમય ઊંઘે છે. એ વાત અમુક અંશે સાચી છે. એરંડિયા કે બદામના તેલમાંથી બનાવેલુ કાજલ આંખોને ઠંડક પહોંચાડે છે. આ કારણે બાળક વધુ સમય ઊંઘએ છે. પરંતુ નવજાત બાળક 18-19 કલાક તો ઊંઘતુ જ હોય છે.
કાજલ વિટામિન ઈ થી ભરપૂર હોય છે, જે આંખોની પાંપણને કાળી અને ભરાવદાર બનાવવામાં મદદ કરે છે.ઓર્ગેનિક કાજલ આંખોનો થાક દૂર કરે છે.કાજલથી આંખની માંસપેશીઓ મજબૂત બને છે.