મોટાભાગ ના લોકોમાં જોવા મળે છે સાંધની આ બીમારી, અહી ક્લિક કરી જરૂર જાણો તેના કારણ અને ઉપાય

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

પાર્કિન્સન્સ રોગ મગજનો ધીરેધીરે વધતો જતો રોગ છે જેમાં ચેતાકોષો મગજના સબસ્ટેન્શિયા નાઈગ્રા નામના હિસ્સામાં નષ્ટ થવા લાગે છે. આ કોષો “ડોપામીન” નામના એક પદાર્થનું ઉત્પાદન કરે છે. આ કેમિકલ આપણા શરીરની મૂવમેન્ટને અંકુશિત કરે છે.

જેમ જેમ ચેતાકોષોની સંખ્યા ઘટવા લાગે છે તેમ તેમ ડોપામીનનું ઉત્પાદન પણ ઓછું થવા લાગે છે. આ ખામીના કારણે પાર્કિન્સન્સ રોગના લક્ષણો જોવા મળે છે છે. પાર્કિન્સન્સ ડિસિસ (પીડી) સામાન્ય રીતે ૬૦ વર્ષની વય આસપાસ શરૂ થાય છે પણ હવે તે ૪૦ વર્ષની વયની નાની ઉંમરના લોકોમાં પણ જોવા મળે છે.

પાર્કિન્સન્સ રોગના લક્ષણો માં સ્વૈચ્છિક હલનચલન ધીમું થવુ, ખાસ કરીને શરૂઆતમાં પથારીમાં પડખું બદલવું કે ચાલવા જેવી હલનચલનની ક્રિયાઓ, આગળ ઝુકીને ચાલવું, અંગૂઠા અને તર્જનીની સતત ‘પિલ-રોલિંગ’ મોશન, અક્કડતા કે જે શરીર, હાથ અને પગમાં જોવા મળે અને તેનાથી પીડા થાય તેમજ હલનચલનમાં તકલીફ પડે,પગ ઘસડતા ચાલવું તેમજ ઉતાવળા પણ નાના પગલાં ભરવા અને હાથ ઝૂલવાની ક્રિયા ધીમી થવી.

ચહેરાના હાવભાવ ઓછા થાય, એકધારી ભાવવિહીન સ્પીચ અને આંખો પટપટાવવાની ક્રિયા ધીમી થાય.,અસ્થિર સંતુલન, બેઠા હોય પછી ઊભા થવામાં મુશ્કેલી,પછીના તબક્કામાં ખોરાક ગળવામાં મુશ્કેલી.,માથું ખાલી હોય એવું લાગે કે ઊભા હોય ત્યારે ચક્કર આવે (ઓર્થોસ્ટેટિક હાયપોટેન્શન જેનો અર્થ ઊભા હોય ત્યારે બ્લડ પ્રેશર ઘટી જાય) જેવા લક્ષણો જોવા મળે છે.

પાર્કિન્સન્સ ડિસીસમાં મોટા ચાર લક્ષણોને મુખ્ય માનવામાં આવે છેઃ ધ્રુજારી, હલનચલન ધીમું થવું, અક્કડતા અને મુદ્રામાં અસ્થિરતા પીડીના દરેક કેસમાં જોવા મલે છે અને શરૂઆતમાં હલનચલનમાં ખલેલ થવાનું શરૂ થયા પછી તે સમગ્ર મૂવમેન્ટ પ્રોસેસ અંગેની મુશ્કેલીઓ વધારે છે, જેમાં મૂવમેન્ટના પ્લાનિંગથી લઈને મૂવમેન્ટ કરવા સુધીની ક્રિયાઓમાં તકલીફ પડે છે.

પાર્કિન્સન્સ ડિસીસનું લક્ષણ શરૂ થાય પછી રોજિંદી ક્રિયાઓ જેમકે વસ્ત્રો પહેરવા, ખાવું અને સ્નાન જેવી ક્રિયાઓમાં પણ મુશ્કેલી થાય છે.ચાલવું અને બોલવું જેવી બંને ક્રિયાઓમાં એક જ સમયે મુશ્કેલી શરૂ થાય છે. તેનાથી આ સ્થિતિ ઈમોશનલ સ્ટ્રેસ કે સંબંધિત બીમારીના કારણે વધુ વણસે છે.

અન્ય જે સામાન્ય લક્ષણ છે તે કોઈ આધાર પર મૂકેલા હાથમાં ધ્રુજારી કે હાથ અને પગમાં સતત ધ્રુજારી થવી વગેરે શરૂ થાય છે જે હાથની મૂવમેન્ટની સાથે દૂર થતી હોય છે અને લાંબા સમયે ઊંઘતી વખતે આવી તકલીફ જોવા મળતી હોય છે.

સ્નાયુ કે લિમ્બ્સ જકડાઈ જવાથી મૂવમેન્ટ મુશ્કેલ બને છે અને તેના કારણે દર્દીને વ્હીલચેરનો ઉપયોગ કરવો પડે છે અથવા પથારીવશ થવું પડે છે. મૂડ, વર્તન, સમજશક્તિ કે વિચારોમાં ફેરફાર થતા રહે છે તેમજ ગંધ પારખવાની ક્ષમતામાં ફેરફાર અને ઊંઘમાં તકલીફ સામાન્ય છે.

શરીર આગળની તરફ વળેલું હોવાથી પડી જવાની ઘટના કે ઝડપથી યોગ્ય સ્થિતિમાં શરીરને ન રાખી શકવું એ ચિંતાજનક બને છે અને આ સમસ્યા ટાળવા માટે સાવધાની રાખવી જરૂરી બને છે.

દવાઓની સાઈડ ઈફેક્ટ્સ જેમ કે અચાનક ફ્રિઝીંગ જેવી સ્થિતિ થઈ શકે છે જ્યારે દર્દી ચાલી શકતો નથી કે હલનચલન કરી શકતો નથી અને એક જ સ્થળે અટકી જાય છે. આમાં પગ, હાથ અને ચહેરાની વધુ પડતી મૂવમેન્ટ પણ થયા કરે છે જેને ડીસ્કઈનેસીયા કહે છે.

આ રોગના દર્દીઓને કબજિયાત મોટી સમસ્યા સર્જે છે અને આહારમાં અને દવાઓમાં થોડા ફેરફારથી આ સમસ્યામાં રાહત મળે છે. આ રોગનો કોઈ કાયમી ઈલાજ નથી. દવાઓથી  રોગના લક્ષણોમાં સુધારો થઈ શકે છે. જો દવાઓ બંધ કરી દો તો ફરી એ જ સ્થિતિમાં આવી શકો છો. તેથી ડોક્ટરે આપેલી સૂચના પ્રમાણે દવાઓ ચાલુ રાખવી.

તબીબી સારવાર મૂળભૂત રીતે ડોપામાઈનની ઉણપને દૂર કરે છે. તે સીધી જ આપી શકાતી નથી કેમકે તે બ્લડ બ્રેઈન બેરિયરને ઓળંગી શકતી નથી કે તે મગજ સુધી પહોંચી શકતી નથી. તેથી તેને લેવોડોપા તરીકે આપવામાં આવે છે જે મગજ સુધી પહોંચે છે અને ત્યારપછી તે ડોપામાઈનમાં પરિવર્તિત થાય છે.

માત્ર ૫-૧૦ ટકા લેવોડોપા લીધા પછી તે મગજમાં પહોંચે છે અને બાકીની શરીરના અન્ય ભાગોમાં ડિકાર્બોક્સિલેટેડ કે નષ્ટ થાય છે. લેવોડોપા કાર્બીડોપા સાથે લેવામાં આવે છે જેથી પેરિફેરલ ડિસ્ટ્રક્શન રોકી શકાય છે અને તેથી મગજ સુધી વધુ દવા પહોંચી શકે છે..

તંદુરસ્ત જીવનશૈલી અનેક રોગોની શક્યતાને બાકાત કરે છે અથવા ઘટાડે છે. યોગ્ય નિયમિત પોષણ અને ફળો સમૃદ્ધ ખોરાક, ખાસ કરીને સાઇટ્રસ ફળો, શાકભાજી અને બેરી, પ્રતિકાર કરવામાં મદદ કરે છે અને પાર્કિન્સન રોગની સારી નિવારણ છે. અને પ્રથમ શક્ય લક્ષણો પ્રગટ કરતી વખતે તબીબી મદદ લેવી અથવા ડૉકટરની સલાહ અત્યંત જરૂરી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top