અતિસાર મરડો, સંગ્રહણી તમામ રોગ ઝાડાની તકલીફના કારણે થાય છે. બહારનો ખોરાક ખાવાથી મરડો થવાની શક્યતા વધારે હોય છે. ચાલો જાણીએ આ રોગને સારો કરવા માટેના ઘરેલુ ઉપચાર વિશે. જાણવા માટે આ લેખ અંત સુધી વાંચો. ઈન્દ્રજવનાં બી અને કડાની છાલનું ચૂર્ણ ઉત્તમ ઔષધ છે. ગળવેલનો રસ બે તોલા અને દિવેલ બે તોલા પીવાથી મૂત્રકૃચ્છ અને મરડોના રોગ નાબૂદ થાય છે. દાડમની છાલ પા તોલો અને સાકર ૧ તોલો સાથે લઈ પાણીમાં વાટી પીવાથી મરડો મટે છે.
આંબાની અંતરછાલ પા તોલો દહીં સાથે મેળવી દિવસમાં ત્રણ વાર દર્દી ને ખાવા માટે આપવામાં આવે તો મરડા માં લાભ થાય છે. કડાછાલ પા તોલો કાયમ લેવાથી મરડો થતો નથી. કાયમ છશ પીનારને મરડાનો રોગ લાગુ પડતો નથી. છાશમાં શેકેલું જીરું અને હિંગ સાથે મેળવીને લેવાથી મરડાનો રોગ સારો થાય છે.
મરડા માં લોહી પડતું હોય તો ગુલે અરમાની ૧ ભાગ, ચાક ૧ ભાગ, સાકર ૨ ભાગ મેળવી તેમાંથી અડધો તોલો લઈ પાણી સાથે મેળવીને પીવાથી લાભ થાય છે. મરડો સખત હોય તો ધતૂરાનું એક પાન વાટીને દહીં સાથે મેળવીને ખાવાથી ફાયદો થાય છે. ફાયદો જણાય તો બીજે દિવસે અડધું પાન ખાવું અને જો ગળામાં બળતરા થાય તો દૂધ પીવું.
આંકડાના મૂળની છાલનું ચૂર્ણ ૫ ગ્રામ સાકર સાથે મેળવી દિવસમાં ત્રણવાર ખાવી, આનાથી વાત અને અતિસાર જેવા રોગ મટે છે. જાવંત્રી, ખસખસ, ખારેક આ વસ્તુ એક સમાન લઈ ખાંડી ચૂર્ણ તૈયાર કરવું. પા તોલો આ ચૂર્ણ દહીં સાથે ખાવાથી અતિસાર મરડો મટે છે.
જૂનો મરડો હોય, અતિસાર હોય તો ઇન્દ્રજવનાં બીનું ચૂર્ણ કાયમ ફક્તા રહેવું. મેથીને શેકીને બારીક ચૂર્ણ કરવું. તેનું ચૂર્ણ દહીંમાં મેળવી ખાવાથી આમવાયુ અને મરડો મટે છે. ગળો, સુંઠ અને તેલ – આ વસ્તુ સાથે ખાવાથી આમવાતનો મરડો મટે છે. ૧ તોલો કાંદાનો રસ ૧ અને રતીભાર અફીણ દિવસમાં ત્રણ વખત લેવાથી મરડો રોગ નાબૂદ થાય છે.
અરડૂસીનાં પાન અને સાકર એક તોલો લઈ દૂધમાં ઉકાળી રોજ બે વાર પીવું આના સેવન થી ઝાડા, આમવાયુ, મરડો વગેરે મટે છે. નગોડના પાનનો રસ ૨ તોલા બે વાર પીવાથી મરડો મટે છે. ટંકણખાર બે વાલ જેટલો પાકેલા નાગરવેલનાં પાનમાં નાખીને ખાવાથી મરડો મટે છે.
કેસર અને અફીણ સમાન લઈ મધ સાથે મેળવી ચોખા જેવડી ગોળી બનાવવી. તેમાંથી એક પ્રભાતમાં અને એક સંધ્યાકાળે લેવાથી મરડો મટે છે. નાની હીમજી હરડેને દિવેલમાં બોળી ગરમ કરી ચૂર્ણ બનાવવું, આ ચૂર્ણ રોજ બે વાર ખાધા પછી લેવું જેથી મરડાનો રોગ, અતિસાર નાબૂદ થાય છે.
ચાની અંદર એક ચમચી દિવેલ મેળવીને પીવાથી મરડો નાબૂદ થાય છે. આદુનો રસ ડૂંટી પર ચોપડવાથી મરડા ના રોગમાં ફાયદો થાય છે. બિલાં અને આંબાની ગોટલીનો રસ મધ સાથે મેળવીને પીવાથી મરડો મટે છે. બિલો, સૂંઠ અને કાયફળનું ચૂર્ણ પીવાથી મરડો મટે છે.
બોરડીની છાલ દૂધમાં ઘસી મધ સાથે પીવાથી અતિસારનો રોગ મટે છે. સાબરસિંગ ઘસીને મધ સાથે રોજ ચાટવામાં આવે તો જૂનો મરડો પણ સારો થાય છે. જાયફળ, અફીણ, ખારેક સમભાગે લઈ પાનના રસમાં ઘૂંટી ચણા જેવડી જ ગોળી બનાવવી. તેમાંથી ૧ ગોળી દિવસમાં ત્રણ વખત લેવી. ઉપરથી છાશ પીવી. ૭ દિવસ સુધી આ પ્રયોગ કરવાથી લાભ થાય છે.
મરડા માં કમર, પેડુ અને પીઠ દુ:ખે ત્યારે ખજૂર પાશેર લઈ પાણીમાં ચોળી તેનું પાણી સાત દિવસ પીવું. મરડો થાય તો દહીં-જીરુ લેવાં. પ્રથમ ઉપવાસ કરવો. પ્રવાહી ખોરાક લેવો. બને તો ખીચડી સિવાય બીજું કશું ખાવું નહિ. વડની કૂંપળ ચોખાના ઓસામણમાં મેળવીને પીવાથી મરડો મટે છે. જાંબુ, આંબો અને આંબલીનાં પાનનો રસ બે તોલા મધ, દૂધ અથવા દહીં સાથે લેવાથી મરડો મટે છે. અફીણ અને કેસર સમભાગે મેળવી ચણોઠી જેવડી ગોળી બનાવી ખાવાથી મરડો મટે છે.
સુંઠ, વરિયાળી અને ખસખસની ફાકી રોજ પા તોલો લેવી જેથી મરડો મટે છે. ક્વચ દહીં માં મેળવીને ખાવાથી મરડો મટે છે. રોજ પા શેર દહીં ખાનારને મરડાનો રોગ લાગુ પડતો નથી. લસણની કળી ઊભી ચીરી તેમાં એક જુવારના દાણા જેટલું અફીણ ભરી તેને ગરમ કરીને દિવસમાં ત્રણ વાર ત્રણ દિવસ આપવાથી અતિસાર, મરડો રોગ નાબૂદ થાય છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.