આજકાલ લોકોને જલ્દી ભૂલી જવાની આદત પડી ગઈ છે. તેનું મુખ્ય કારણ એ છે કે વધારે પડતું ટેન્શન અને આજકાલની વ્યસ્ત જીવનશૈલી. મગજને હેલ્ધી રાખવા માટે વિશેષ પોષક આહાર આવશ્યક છે. જેના સેવનથી મગજની કોશિકાઓના નિર્માણમાં મદદ મળે છે. યાદશક્તિ વધારવા માટે ઘણી એલોપેથિક દવાઓ આવતી હોય છે જેની ક્યારેક સાઇડ ઇફેક્ટ પણ આવી શકે છે. તેથી આપણે ઘરેલું નુસખાઓનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. તો ચાલો આજે આપણે જાણીશું યાદશક્તિ વધારવા માટેના ઉપચારો.
બદામ ખાવાથી યાદશક્તિ વધે છે. નિયમિત રીતે 10-11 બદામનું સેવન અવશ્ય કરવું જોઈએ. 10-11 બદામથી ઓછી તેમજ વધુનું સેવન કરવું નહીં. પલાળેલી બદામ, બદામનો ભૂક્કો દૂધમાં ભેળવીને પણ સેવન કરી શકાય છે. બદામની છાલમાં ફાઇબર સમાયેલા હોવાથી છાલ ઉતારીને ખાવું નહીં. બદામને ગરમીની ઋતુમાં પલાળીને ખાવી.
અખરોટનું સેવન મગજ માટે હેલ્ધી માનનામાં આવે છે. તેમાં સમાયેલા પોષક તત્ત્વ મગજને સ્વસ્થ રાખે છે, તેમજ તેની કાર્યક્ષમતા વધારે છે. અખરોટમાં વિટામિન ઈ, કોપર, મેંગનીઝ હોય છે, જે યાદશક્તિને પાવરને વધારે છે. યાદશક્તિ વધારવા માટે દાડમનું સેવન કરવું જોઈએ. દાડમ ખાવાથી ફક્ત રક્તમાં હેમોગ્લોબીનનું પ્રમાણ નથી વધતુ, પરંતુ યાદશક્તિ પણ વધે છે.
મનને તીક્ષ્ણ કરવા માટે બ્રાહ્મી એક ઉત્તમ આયુર્વેદિક દવા છે તેના ઉપયોગથી યાદ-શક્તિમાં વધારો થાય છે. 1/2 ચમચી બ્રાહ્મી લો અને 1 ચમચી હૂંફાળા પાણીમાં મિક્સ કરો તેનાથી મગજની ક્ષમતા વધે છે. તુલસીના પાન. 10 તુલસીના પાન 5 કાળા મરી 5 બદામ અને થોડું મધ મિક્ષ કરીને પીવાથી યાદશક્તિ વધે છે.
યાદ-શક્તિ વધારવા માટે શંખપુષ્પી પણ એક સારી દવા છે. રોજ 1/2 ચમચી શંખના ફલેક્સને 1 કપ નવશેકું પાણી સાથે મેળવીને લેવાથી મગજમાં લોહીનું વધુ સારું પરિભ્રમણ થાય છે અને મગજની શક્તિમાં વધારો થાય છે. બ્રાહ્મી, શંખપુષ્પી, આંબળા, ગળો અને જટામાંસી આ બધાનું સમાન માત્રામાં ચૂર્ણ બનાવો. આ ચૂર્ણને 2 ગ્રામની માત્રામાં સવાર સાંજ શુદ્ધ પાણીની સાથે લેવાથી નબળી યાદ શક્તિમાં લાભ થાય છે.
મેહંદીના પાંદડાઓમાં કરનોસિક તત્વ જોવા મળે છે. જેના કારણે માનવ મગજના સ્નાયુઓ સક્રિય થઈ જાય છે અને એટલું જ નહીં કે તેની પાસે એટલી મોટી શક્તિ છે કે તે તમારી ખોવાયેલી સ્મૃતિ પાછી લાવી શકે છે, તેથી લોકો તેમના મગજમાં આરામ માટે અને તેને ઠંડુ રાખવા માટે માથા પર મહેંદીના પાંદડા લગાવે છે. અળસીનો તેલ તમારી એકાગ્રતા વધારે છે ,તમારી સ્મરણશક્તિ તેજ કરે છે અને વિચારવાની શક્તિને પણ વધારે છે.
તજનો પાવડર બનાવી લો, 10 ગ્રામ મધમાં મેળવીને ચાટો, નબળા મગજની આ સારી દવા છે. તેમજ ધાણાના પાવડર બે ચમચી મધમાં મળવી લેવાથી સ્મરણ શક્તિ વધે છે. નારિયેળનું તેલ ફાયદાકારક સાબિત થઇ શકે છે. આ સાથે જ તે મગજ માટે પણ ખૂબ જ લાભદાયી છે. યાદશક્તિ વધારવામાં નારિયેળના તેલની મહત્વની ભૂમિકા હોય છે.ખાંડમાં કાર્બોહાઈડ્રેટ, રિફાઈન્ડ કાર્બોહાઈડ્રેટ, તેમજ વધુ પડતું મીઠું ખાવાથી બચવું જોઈએ. ખાંડથી મગજની અમુક નસોને નબળી પાડે છે. જેથી તમારી યાદશક્તિ પર અસર પડે છે.
એક પાકેલું એવું બેલફળ નો ગરબ માટીના શકોરા માં નાખીને પાણી ભરી દો ઉપર પાતળું કપડું કે ચારણી મૂકી દો સવારે પાણી નીતારીને મીઠું ભેળવીને પીવો મગજ તાજગી વાળુ બની જશે શિયાળાના દિવસોમાં બેલ નો ગરબ માટીના પાત્રને બદલે કલાઈવાળા વાસણ કે સ્ટીલના વાસણ માં રાખો અને તે સમયે મસળીને ગરમ પાણીમાં મધ સાથે ઘોળી ને પી લો. તેનો નિયમિત ઉપયોગથી મગજની શક્તિ જરૂર વધશે. સફરજનમાં ક્વેર્સિટિન નામનો એન્ટીઓકિસડન્ટ હોય છે જે મગજના કોષોને થતા નુકસાનથી બચાવે છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.