શું તમારે કઈક વજૂદ વાળૂ કામ શરૂ કરવું છે? તો બધા લોકો પાસે થી એટલે કે આખી દુનિયા ની મંજૂરી મળશે અને પછી તમે કામ શરૂ કરો એની રાહ ન જુઓ. તમારો પ્લાન ઓફ એક્શન ગમે તેવો જોરદાર હોય, એ પ્લાન માંથી પણ કોઇક ને કોઇક તો વાંધો કાઢશે જ.બધાંની સર્વસંમતિ બાદ પ્લાન અમલમાં મૂકવા જશો તો એની રાહ જોવામાં ઘણો સમય વીતી ગયો હશે. એન્જિન ને આગળ વધારવા માટે હંમેશાં બ્રેકની પરમિશન લેવા જઈએ , તો એન્જિન કદી આગળ વધે જ નહીં.
બીજનેસ માં નાણાં ની હેરફેર(લિકવિડિટી) પર સૌથી વધારે ભાર આપો. ઉધાર લાંબુ થઈ ને વધે નહીં એનું ધ્યાન રાખો. ઉધારી ને લીધે તમારી બુક માં પ્રોફિટ દેખાશે પણ પૈસા તમારી પાસે ટાઇમે આવશે નહીં તો હમેશા પૈસા ને તાણ દેખાશે, તમે ઉધારી ની સમય મર્યાદા નક્કી કરી હોય અને પછી પણ દર વખતે પૈસા આવવા માં લેટ થતું હોય અને છતાં પણ તમારે એ પ્રમાણે માલ વેચવો પડતો હોય તો, એ માર્કેટિંગ ની નબળાઈ છે. આપણે કસ્ટમર કરતાં ગરજ વધારે છે, એ સાબિત થઇ જાય છે. આ નબળાઈ માંથી બહાર નીકળવું જરૂરી છે.
જે લોકો ને આપણે જે માલ વેચીએ છીએ એની જરૂર છે, આપણી વસ્તુ ખરીદવામાં એને પણ આપણા જેટલી જ ગરજ હોય એવા કસ્ટમરને શોધીએ અથવા તો એવી ક્વોલિટીની પ્રોડક્ટ કે સર્વિસ બનાવીએ કે જે ગ્રાહકો ને ખરીદવી જ પડે, તો જ ઉધાર ની આદત પર સારો એવો કંટ્રોલ આવશે.આવા સમયે તમે એડવાંન્સ માં પણ કામ કરતાં થઈ શકો.
જો તમને એમ લાગતું હોય કે તમારા માણસો તમારી અપેક્ષા કરતાં ઓછું કામ કરે છે, જો તમે એવી ફરિયાદ કરો છો , તો એમાં સૌથી પહેલા તમારે બે કારણો ચકાસી લેવા જરૂરી છે.એક તો એ કેતમે એમની પાસે થી શું અપેક્ષા છે, એ તમે તેને બરાબર સમજાવી નથી શક્યા અને બીજું એ હોય શકે કે તમે તમારા કામ નો યોગ્યતા મુજબ ખોટા માણસો કામે રાખ્યા છે, જે તમારી અપેક્ષાઓ પૂરી કરવા સમર્થ જ નથી.આ બન્ને બાબતોની સંભાળ લેવાઈ ગઈ હોય, પછી જ માણસોમાં શું તકલીફ છે, એનો વિચાર અને પછી એનો ઉપાય કરવો.
તમારા વેપાર ના કામની કાર્યક્ષમતા અને ઉત્પાદકતા કેવી રીતે વધે, એમાં શું તમે નવું કરી શકો , એમાં કઈ વસ્તુ નો કેટલો સુધારો-વધારો-ઉમેરો કયાં થઇ શકે, એવા અનેક ઉપાયો તમારે ત્યાં કામ કરતાં અને તમારી આસપાસ ના નાના-મોટા અનેક લોકો પાસેથી મળી શકે. શરત માત્ર એટલી જ છે કે આપણે પૂછવું પડે, એમનો અભિપ્રાય લેવો પડે.આવું કરવા માં નાનપ અનુભવવી નહીં.
તમે રસ્તા પર વાહન ચાલતા હોવ ત્યારે વાહન ચલાવવાની સાથે સાથે તમારે દૂર થી નજર ઊચી કરી ને ટ્રાફિક સિગ્નલ નું પણ ધ્યાન રાખવું પાડે છે એજ રીતે વ્યવસાય માં લાંબા સમય ના ગોલ પર ફોકસ રાખવાની સાથે સાથે રોજિંદા નાના પ્રશ્નો પર પણ પૂરતું ધ્યાન આપવું જોઇએ.કામ કરતાં કરતાં જ્યારે જ્યારે મોકો મળે ત્યારે તમારી ટીમને ક્ષમતાને ઉચ્ચતર બનાવવાની એની આવડત અને શક્તિનું ધોરણ ઊંચું આવવાની કોશિશ કરતા રહો.
તમારી ટીમ ને જરૂરી ટ્રેનિંગ-કોચિંગ આપતા અથવા અપાવતાં રહો, અને તેમનો આત્મવિશ્વાસ વધારતા રહો.વ્યાપાર માં તમે જેટલું ધ્યાન પૈસા ની લિકવિડિટી પર, માર્કેટિંગ પાવર પર કે પછી ઉચ્ચ ગુણવત્તા ની મશીનરી પર આપો છો, એટલું જ ધ્યાન તમારે ત્યાં કામ કરતાં માણસો પર અપાવું જોઈએ. એક સફળ બીજનેસમેં પોતાની ટીમના માણસોને એક મૂડી તરીકે ગણે છે અને તેમાં બને તેટલું વધારે રોકાણ કરે છે.