બ્લડપ્રેશર વધી જાય તો ચિંતા ના કરતાં, અત્યારે જ જાણી લ્યો દવા વગર નો ઈલાજ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

હાઈ બ્લડપ્રેશર કે હાઇપરટેન્શન એક મોટી બીમારી બનીને આખા દેશમાં ફેલાય રહી છે. તેનાથી હદયની બીમારી, સ્ટ્રોક અને અહીં સુધી કે ગુદાની બીમારી થવાનું જોખમ રહે છે.જ્યારે હાર્ટની ધમનીઓમાં પ્રેશર વધી જાય છે ત્યારે બ્લડને ઓર્ગન સુધી સપ્લાઇ કરવા માટે વધારે પ્રેશર લગાવવું પડે છે, તેને હાઈ બ્લડ પ્રેશર કહે છે.

હાઇ બ્લડપ્રેશર ના લક્ષણોમાં માથાનો દુખાવો, ચક્કર આવવાં, અને હદયની ધડકનો વધી જવી વગેરે થાય છે. હાઈ બીપીના રોગીએ પોતાના ખોરાકમાં ખૂબ ઓછું કે પછી નામ માત્રનું મીંઠુ નાંખવું જોઇએ. લસણ બ્લડ પ્રેશને ઠીક કરવામાં ખૂબ મદદરૂપ ઘરગથ્થું ઉપાય છે. તે લોહીની ગાંઠ જામવા દેતા નથી. અને કોલેસ્ટ્રોલને નિયંત્રિત રાખે છે.

ટામેટા જરૂરી વિટામીન આપશે અને સાથે જ લોહીની ધમનીઓમાં ફેટી એસિડને જામવાથી પણ રોકશે. પેકેટવાળા ફૂડ જેમાં વધારે મીંઠુ હોય છે, તેનાથી દૂર રહેવું જોઇએ. કેમકે વધારે પડતું મીંઠુ હોય છે. મીંઠુ બીપી વધારી શકે છે.બીટ અને મૂળો શરીરમાં નાઈટ્રેટ્સની માત્રા વધારે છે.  જે કે હાઈ બીપીને ઓછું કરે છે.

જો હાઈ બીપીથી બચવું હોય તો વધારે પાણી પીવાનું શરૂ કરવું  જોઈએ. તે શરીરમાંથી વધારે મીંઠાને બહાર નીકાળે છે. કેળામાં વધારે માત્રામાં મિનરલ્સ અને પોટેશીયમ હોય છે જે કે કિડનીને સારી રીતે કામ કરવામાં મદદ કરે છે. ડાર્ક ચોકલેટને કોકોટ ઝાડના બીજમાંથી બનાવવામાં આવે છે, જેમાં વધારે એન્ટીઓક્સીડેન્ટ હોય છે. તેમાં ફ્લેવાનોલ હોય છે. જે કે બ્લડ પ્રેશરને ઓછું કરવામાં મદદ કરે છે.

દારૂ બ્લડ પ્રેશરને ઝડપી વધારે છે. એટલા માટે દારૂ પીનારને હાર્ટ સ્ટ્રોક વધારે થાય છે. જે લોકોને હાઈ બીપી છે તેમને ના તો દારૂ પીવો જોઇએ કે ના તો ધૂમ્રપાન કરવું જોઇએ. તેનાથી ધમનિયો કઠોર બની જાય છે. જે રક્તવાહિનીઓને ઘાયલ કરે છે. . જેનાથી બ્લડ પ્રેશર વધે છે.

સ્ટ્રોબેરીમાં રહેલા પોટેશિયમ હાઈ બ્લડપ્રેશરને કંટ્રોલ કરે છે. કેરીમાં પણ ભરપૂર માત્રામાં પોટેશિયમ હોય છે. જે હાઈ બીપીને કંટ્રોલ કરવા માટે એક આદર્શ ફળ કહેવાય છે. તરબૂચમાં પોટેશિયમની માત્રા વધારે હોય છે. તેમજ વિટામિન સી પણ તરબૂચમાં ભરપૂર માત્રામાં મળે છે.એક કિવીમાં 2% કેલ્શિયમ, 7% મેગ્નેશિયમ અને 9% પોટેશિયમ હોય છે. જેથી હાઈ બ્લડપ્રેશરને કંટ્રોલ કરવા માટે એક દિવસમાં 3 કિવીનું સેવન કરવું જોઈએ.

આ ફળ ઉપરાંત દહીંનું પણ સેવન કરી શકાય. દહીંમાં પ્રોટિન, કેલ્શિયમ, રાઈબોફ્લેવિન, વિટામિન બી 6 અને વિટામીન બી 12 પણ ભરપૂર માત્રામાં હોય છે. જેના સેવનથી હાઈ બ્લડ પ્રેશરમાં રાહત મળે છે. ગુલેરની ચા પીવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી બચી શકાય છે. સતત 2 મહિના આ ચાનું સેવન કરવાથી બ્લડપ્રેશરને 7 પોઈંટ સુધી ઘટાડી શકાય છે.

કામ કરવા સિવાય છુટકો નથી પણ શરીરને આરામ આપવાથી નજરઅંદાજ ન કરવું. તણાવ ભરેલ કામથી મુક્તિ મેળવવા માટે થોડો સમય કાઢીને જીમ જરૂર જાવ. વ્યાયામ કરો. રસોઈ બનાવો કે પછી ફરવા જાવ. તેનાથી ફ્રૈશ અને રિલેક્સ અનુભવશો. સાથે જ પુર્ણ ઉંઘ લો એટલે બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહેશે. સંગીત સાંભળવાથી આત્માને શાંતિ અને સુકુન મળે જ છે સાથે જ લોહીનુ દબાણ પણ ઓછુ કરવામાં ખૂબ મદદ મળે છે. જો રોજ હળવુ સંગીત સાંભળશો તો હાઈ બ્લડ પ્રેશર અને થાક બંનેમાંથી મુક્તિ મળશે.

ખોરાકમાં પોટેશિયમ યુક્ત ફળ અને શાકભાજીઓનો સમાવેશ કરો. રોજ 2થી 4 હજાર મિલીગ્રામ પોટેશિયમનુ સેવન કરવાથી હાઈબ્લડ પ્રેશરને દૂર રાખી શકો છો. બટાકા, , સંતરાનો રસ, કેળા, રાજમા, નાશપતિ, કિશમિશ, સૂકા મેવા વગેરેમાં પોટેશિયમ ખૂબ માત્રામાં હોય છે. પાવર વૉક મતલબ ઝડપી ગતિથી ચાલવુ. તેનાથી શરીર તો ફિટ રહેશે જ પણ તેનાથી બ્લડ પ્રેશરને કાબૂ કરવામાં પણ મદદ મળે છે. એક્સરસાઈઝ કરવાથી દિલ મજબૂત થાય છે. જેનાથી તેની કાર્યક્ષમતામાં વધારો થાય છે. અઠવાડિયામાં 4થી 5 દિવસ કાર્ડિયો પર 30 મિનિટ દોડવા થી ખૂબ ફાયદો થાય છે.

તણાવને દૂર કરવા માટે યોગ કરો, સારી ઉંઘ લો અને દારૂથી દૂર રહો. શક્કરિયા એટલે સ્વીટ પોટેટો જેમાં બીટા કેરેટિન, કેલ્શિયમ, ઘુલનશીલ ફાઈબર હોય છે. જે સ્ટ્રેસ ઓછું કરવામાં ખૂબ મદદ કરે છે. તેમજ બીપીને પણ કંટ્રોલમાં રાખે છે. સ્ટ્રોબેરીમાં ભરપૂર પ્રમાણમાં એન્ટિઓક્સિડેન્ટ, વિટામીન સી અને ઓમેગા 3 ફેટી એસિડ હોય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top