ઘણીવાર લોકોને એવું ફીલ થાય છે, કે તેમને સામાન્ય કરતાં વધુવાર પેશાબ કરવા માટે જવું પડી રહ્યું છે. વારંવાર યૂરિન આવવું એક મોટી પરેશાની છે, કારણ કે તેના કારણે રોજિંદા જીવનમાં પરેશાની થવા લાગે છે. રાતે ઊંઘ ખરાબ થાય છે. વારંવાર પેશાબ આવન કારણે ઘણીવખત આપણે બહાર ગયા હોઈએ ત્યારે પણ શરમજનક પરિસ્થિતિ ઊભી થાય છે. સામાન્ય વ્યક્તિને દિવસમાં 4થી 8 વખત પેશાબ આવે છે. જો તમારા કેસમાં આનુ પ્રમાણ વધુ હોય તો તે સારા સંકેત નથી અને તેની અવગણના ન કરવી જોઈએ.
વારંવાર પેશાબ આવવાના કારણો: યૂરિન ટ્રેક્ટ ઈન્ફેક્શન, પેશાબ થવામાં પ્રોબ્લેમ થવો, પ્રોસ્ટેટ વધવું, મૂત્રાશયની પથરી, ગર્ભાવસ્થા, પેલ્વિસમાં ટ્યૂમર વગેરે સામેલ છે. એટલું જ નહીં વધુ પ્રમાણમાં દારૂનું સેવન ચિંતા ના કારણે પણ આ સમસ્યા થાય છે. કેટલીક એન્ટી બાયોટિક દવાઓ એવી પણ હોય છે, જેનું સેવન થી યુરિન ની માત્રા વધી જાય છે. તેને ખાવા થી પણ વારંવાર પેશાબ જવું પડે છે.
કિડની માં ઇન્ફેક્શન અથવા સ્ટોન હોવાના કારણે બ્લેન્ડર માં દબાવ પડે છે, અને તમને એ લાગે છે કે તમને પેશાબ લાગી રહી છે. ક્યારેય તમે તેને રોકી શકતા નથી અને ક્યારેક તે વધારે સમય જવાથી ચિંતા માં મૂકી દે છે. ડાયાબિટીસના દર્દીઓ માં ખાંડ ની માત્રા વધી જાય છે.જેના કારણે શરીર એક્સ્ટ્રા ગ્લુકોઝ ને યુરિન સાથે બહાર કાઢે છે,એના કારણવશ પણ વારંવાર પેશાબ આવવાની પરેશાની ભોગવવી પડે છે.
ઉપાય : તલ અને ગોળ 1-1 ચમચી મિક્સ કરીને ખાઓ. આ ઉપાય ત્યાં સુધી કરો જ્યાં સુધી આ સમસ્યા દૂર ન થઈ જાય. તલ શરીરમાં થતાં સંક્રમણથી છુટકારો અપાવે છે. ચંદન, લોબાન અને ટી ટ્રી ઓઇલ જેવા જરૂરી તેલો વડે તમારા પ્રાઇવેટ પાર્ટની માલિશ કરવાથી તે જગ્યાની બળતરા અને વારંવાર પેશાબ આવવાની પરેશાની ખતમ થઇ જાય છે.
10 દાણા મેથીના પીસીને પાઉડર બનાવી લો, તેમાં 1 ચમચી આદુની પેસ્ટ અને 1 ચમચી મધ મિક્સ કરીને ખાઈ લો. આ પેસ્ટનું સેવન દિવસમાં એકવાર જ કરવું. આનાથી વારંવાર પેશાબ આવવાની તકલીફ દૂર થઈ જશે. રોજ સવારે અથવા બપોરે 1 વાટકી દહીં ખાવાનું રાખો. તેમાં નેચરલ એન્ટીબાયોટિક્સ અને પ્રોબાયોટિક્સ હોય છે, જે હાનિકારક બેક્ટેરિયાને ખતમ કરે છે. પાચનતંત્ર અને કિડનીને પણ સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. જેના કારણે પેશાબથી જોડાયેલી સમસ્યાઓ દૂર થાય છે.
આમળાનું સેવન બ્લેડર સંક્રમણને દૂર કરે છે. સાથે જ વારવાર પેશાબ આવવાની સમસ્યાથી પણ બચાવે છે. તેમાં રહેલાં એન્ટીઓક્સીડેન્ટ્સ અને વિટામિન સી ઓવરઓલ હેલ્થને પણ સુધારે છે. તમે 1 આમળાને 1 ચમચી મધમાં ડુબાડીને તેનું સેવન કરી શકો છો. આ સિવાય કેળા સાથે આમળાનું સેવન પણ ખૂબ જ ફાયદાકારક છે. અડધી ચમચી અજમો અને અડધી ચમચી ગોળ મસળી મીક્ષ કરી સવાર-સાંજ લેવાથી વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય તો તે મટે છે. વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય તો અજમો અને તલ ભેગા કરીને ખુબ ચાવીને સવાર-સાંજ ખાવાથી પણ આરામ મળે છે.
ડાયાબીટીસ ન હોવા છતાં વારંવાર ખુબ પેશાબ કરવા જવું પડે છે, તે માટે અડદની પલાળેલી દાળને વાટીને ઘીમાં, ખાંડ નાંખીને તેનો શીરો બનાવીને સાત દિવસ ખાવાથી આરામ થાય છે. આ શીરા સાથે દહિંમાં ખાંડ નાંખી રોટલી સાથે ખાવાથી વધુ લાભદાયક બને છે. ડાયાબીટીસ ન હોવા છતાં વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય તો પેટ પર ડુટીની નીચે બાજરીને તાવડી પર ગરમકરી કપડામાં બાંધી પેટ, પેઢું તથા કમર પર 10-15 મિનિટ રોજ શેક કરવાથી આરામ મળે છે.