સોયરાસીસ, તાવ-ઉધરસ, ચામડી ના દર્દો તેમજ સ્ત્રી-રોગો માં ખૂબ અસરકારક છે આ ઔષધિ, જાણો તેના અદભૂત ફાયદા

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ઉપલેટ ને કંઠ અથવા કુષ્ઠ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉપલેટ ના મૂળ સંસ્કૃત નામો કુષ્ઠ, પાકલ, વાય, ગદ છે. ઉપલેટ દરેક ગાંધીની દુકાને પ્રાપ્ય છે. તે અઢીથી ત્રણ ઇંચ જેટલી લંબાઈના તથા અર્ધાથી એક ઇંચ જેટલા જાડા અને સહેજ વક્ર એવાં મૂળિયાં છે.

ઉપલેટ ના સ્વાદ તથા ગુણધર્મો જોઈએ. ઉપલેટના મૂળ મધુર, તીખાશવાળા, કડવાં, ઉષ્ણ પ્રકૃતિના છે. તે શુક્રવર્ધક કફ, વાયુ વાતરકત નાશક છે તથા ચર્મરાણોમાં ઉપયોગી ચર્મરોગ નાશક છે. ઉપરાંત વાયુનાશક અન્ય ઔષધિઓમાં ઉપલેટના મૂળ માલિશ માટે સર્વોત્તમ છે. ઉપરાંત કાંતિવર્ધક તથા વાજીકર છે. બાળવાથી થતી રાખમાં મેંગેનીઝ નામનું દ્રવ્ય જોવા મળે છે.

ચામડીનાં દર્દો: ઉપલેટ અઠવા કુષ્ઠના મૂળ ચામડી પરના ચળ આવે તેવા ચકામાં થયા હોય તેવો કોઠાનો રોગ મટાડે છે. તથા ત્વચાનો વર્ણ સુધારનાર અને ચામડી પર તેજ લાવનાર, ઘાવમાં રુઝ લાવવામાં મદદ કરનાર, ઘાવનો શુદ્ધકર્તા તથા વેદનાશામક છે. ઉપલેટ ચામડીનાં દર્દોવાળા દર્દીને સેવન કરાવવાથી, ખવડાવવાથી ચામડીનું રુધિરાભિસરણ તંત્ર ગતિમાન થાય છે. ઘાવ જે રુઝાતા ન હોય તેને ઉપલેટના મૂળની ધૂવાડી આપવાથી જલદી રુઝ આવે છે.

સોરાયસિસ: આયુર્વેદમાં ચામડીના ૧૮ જાતનાં દર્દો વર્ણવવામાં આવ્યાં છે જે પૈકીનો એક મંડલકુષ્ટ નામનો વ્યાધિ છે જે આજે સોરાયસિસના વ્યાધિ તરીકે ઓળખાય છે. આ દર્દમાં ત્વચા ઉપર પિડાદાયક વલયો ઉપસી આવે છે જે રતાશ પડતાં, ચિકાશવાળાં, ઘાટા ઉભારવાળાં વલયો પર ઉપલેટ અને ધાણાને વાટીને તેનો લેપ લગાડવાથી નાશ પામે છે. એ લેપ પાણીમાં ઘસીને તૈયાર કરવો.

ચહેરાની ત્વચામાં કાંતિ લાવવા માટે: ચહેરાની ત્વચા પર કાંતિ લાવવા માટે આધુનિક મોંઘાદાટ રાસાયણિક સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ કરવાને બદલે નીચે જણાવ્યા મુજબ સસ્તો અને સાદો પ્રયોગ ખાતરીદાયક છે. ઉપલેટના મૂળનું ચૂર્ણ કરી તેને બીજોરાનો રસ કાઢી તેમાં નાખી હલાવીને એક ઉપલેટ સપ્તાહ સુધી રાખી મૂકવું. ત્યારબાદ એ ચૂર્ણને મધમાં ભેળવીને રોજ રાત્રે ચહેરા પર લગાડવાથી ચહેરાની ત્વચા પર ચમક આવે છે. ઉપલેટના મૂળનો બારીક પાઉડર બનાવી રાખવો તેનું કોરું માલિશ રોજ સવારે સ્નાન કરતાં પહેલા શરીર પર કરવાથી શરીરની ત્વચા કાંતિવાન, સ્વચ્છ અને સુંદર બને છે.

માથામાં થયેલા ફોલ્લા, ગુમડાં વગેરે માટે: માથામાં ફોલ્લા, ફોલ્લી કે ગડગુમડ થયાં હોય કે ખુજલી થઈ હોય અને રસી નીકળતી હોય કે પ્રવાહી જવતું હોય ત્યારે બીજા કોઈ પ્રયોગ કરવા કે મોંઘી વિલાયતી દવાઓ કરવાને બદલે નીચે મુજબનો કઠનો પ્રયોગ અજમાવવા જેવો છે.

કુષ્ઠ અથવા કઠનું ચૂર્ણ બનાવીને કે ગાંધીને ત્યાંથી તૈયાર લાવીને માટીના વાસણમાં નાખીને ચૂલા પર શેકવું-શેકતાં કાળું પડી જવા દેવું. ત્યારબાદ ખરલમાં કે ખાંડણીમાં નાખી ખૂબ વાટી નાખવું અને ત્યારપછી તેને તલના તેલમાં સારી પેઠે ભેળવીને માથામાંના ગુમડાં-ફોલ્લાવાળા ભાગ પર ચોપડવાથી એ દર્દો તાત્કાલિક કાબૂમાં આવી જઈ મટી જશે.

ઉધરસ: કઠ કફનાશક પ્રકૃતિ ધરાવે છે અને ઉત્તેજક છે, તેથી ઉધરસમાં જ્યારે વધારે પડતો કફ આવતો હોય ત્યારે કઠ આપવું. તેથી કફ નીકળવા માંડે છે અને ઉધરસ ઓછી થાય છે. ઉટાંટિયા તથા દમમાં પણ કઠ ઉપયોગી થાય છે.

તાવ: કઠ ઉત્તેજક અને પ્રસ્વેદકારક છે તેથી તાવમાં આપવાથી તેના પ્રસ્વેદકારકતાના અને વધુ પેશાબ લાવવાના ગુણને કારણે જ્વર ઉતરે છે. ત્રિભુવન કીર્તિ રસ બે રતીભાર જેટલો લઈ તેમાં બે ગ્રામ જેટલું કઠનું ચૂર્ણ મેળવીને દિવસમાં ત્રણ વખત મધમાં ચાટી જવાથી તાવ ઉતરે છે. માથાના દુ:ખાવા માટે કઠ: કઠ અને દિવેલાના મૂળ એ બંને સમાન ભાગે લઈ કાંજીમાં ઘસી એનો લેપ માથા ઉપર કરવાથી માથાનો દુઃખાવો મટે છે.

સ્ત્રીઓનાં દર્દોમાં: જે સ્ત્રીઓને માસિક કષ્ટ સાથે આવતું હોય, ઓછું આવતું હોય કે ન આવતું હોય, તો દિવસમાં ત્રણ વખત ઉપલેટના મૂળના ચૂર્ણને બે બે ગ્રામ કે અડધી જેટલી માત્રામાં મધ સાથે ચાટી જવાથી માસિક સાફ અને નિયમિત આવશે.

જૂનાશક તરીકે ઉપલેટ: માથામાં જ પડી હોય તો નીચેનો પ્રયોગ સાત દિવસ સુધી અજમાવવાથી જૂ સદંતર જશે. ૫ ગ્રામ ઉપલેટ તથા પ ગ્રામ વજકાવલી સરખે ભાગે મેળવી તેને ૭૦ ગ્રામ જેટલા તલના તેલમાં નાખીને ઉકાળવું. આ તેલને ઠંડુ પડ્યા બાદ સાત દિવસ સુધી લગાડવાથી જૂ નાશ પામશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top