શરીરમાં જ્યારે પણ યુરિક એસિડ વધે છે ત્યારે સાંધાના દુખાવાની સમસ્યા થવા લાગે છે, માંસપેશીઓમાં સોજો પણ આવી જાય છે. સાથે જ જો લાંબા સમય સુધી તેની કાળજી ન લેવામાં આવે તો કિડનીને પણ નુકસાન થઇ શકે છે. યૂરિક એસિડને ઓછું કરવું બહુ મુશ્કેલ નથી હોતું, આપણા રસોડામાં જ એવી ઘણી વસ્તુઓ હોય છે જેની મદદથી તમે વધેલા યૂરિક એસિડને કંટ્રોલ કરી શકો છો. આજે અમે તમને જણાવીએ છીએ કે લીંબુ અને પાણીનું મિશ્રણ કેવી રીતે તમારા યુરિક એસિડને નિયંત્રિત કરી શકે છે.
શું વધેલા યુરિક એસિડમાં લીંબુનું સેવન કરવું સલામત છે?
લીંબુમાં વિટામિન સી ખૂબ વધારે હોય છે. ઘણા લોકો યુરિક એસિડ વધે ત્યારે લીંબુના સેવનથી દૂર ભાગે છે, તેઓ વિચારે છે કે લીંબુના સેવનથી તેમનું યુરિક એસિડ વધશે. આમ થતું નથી ત્યારે લીંબુનું શરબત જેમનું યુરિક એસિડ વધે છે તેમને ફાયદો થાય છે. ફક્ત તમારે જાણવું જોઈએ કે લીંબુનું સેવન કેવી રીતે અને ક્યારે કરવું જોઈએ.
લીંબુનું સેવન કઈ રીતે કરવું? જેમને યુરિક એસિડની સમસ્યા હોય તેઓ સવારે ઉઠીને ખાલી પેટે લીંબુનો રસ પીવે છે તો તેમને ફાયદો થાય છે. તમે લીંબુને ગરમ પાણીમાં નીચોવીને પી શકો છો. તમે લીંબુ પાણીમાં મીઠું ઉમેરીને પણ તેનું સેવન કરી શકો છો. અથવા તમે સંચળનો ઉપયોગ પણ કરી શકો છો. તમે ઇચ્છો તો લીંબુ, પાણી અને ખાંડનું સરબત બનાવીને પણ પી શકો છો. તે તમારા શરીરને ઠંડક પણ પ્રદાન કરશે. તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ હોય છે.