બજાર માં મળતા કેમિકલ યુક્ત ઍર-ફ્રેશનર વાપરવા કરતાં આ સરળ રીત થી ઘરે જ બનાવો ઍર-ફ્રેશનર. આ માટે નારંગી કે લીંબુની થોડી ચીર અને થોડી દ્રાક્ષ પાણીમાં એક કલાક રાખી મૂકો. હવે તે પાણીનો ઓરડામાં સ્પ્રે કરવાથી ઘરની હવા શુદ્ધ થઈ જાય છે. આ ઉપરાંત 1/4 કપ બૅકિંગ સોડા, 4 કપ ગરમ પાણી, ૨2ચમચા ઍમોનિયા અને એક ચમચો સુગંધ-વેજાળી, સ્ટ્રોબેરી કે જાસ્મિન ઉમેરવાથી ઘરમાં સુગંધ પ્રસરી જાય છે.
આ ઉપરાંત ઘરમાં વ૫રાશની ચીજવસ્તુઓ સાફ કરવા એક ચમચો બૅકિંગ સોડા, પ લિટર ગરમ પાણી, ૧/૪ કપ સાબુની કતરી બધું ભેગું કરી, ખૂબ હલાવીને પછી તેનાથી સાફ કરી શુદ્ધ પાણીથી ધોવી જોઈએ.
ટાઇલ્સ ક્લીન કરવા માટે 1/4 કપ બેકિંગ સોડા, એક કપ ઍમોનિયા, 1/2 કપ સફેદ વિનેગર, 5 લિટર ગરમ પાણી એકત્ર કરી, બેકિંગ સોડા ઓગળી જાય તેટલું હલાવી, ટાઇલ્સ ઉપ૨ બ્રશ, પેડ કે સ્પંજથી ઘસી પછી સ્વચ્છ પાણીથી સાફ કરવા જોઈએ.
રસોડા માં અથવા બાથરૂમ માં પાઇપ માં કચરો ભરાઈ ગયો હોય તો એક કપ મીઠું, એક કપ બેકિંગ સોડા, એક કપ વિનેગર મિક્ષ કરી, ગટરમાં નાખો. પછી તેમાં ઉકળતું પાણી રેડવાથી લાઇન ચોખ્ખી થઈ જશે.
ફર્નિચર ની સાફ સફાઇ માટે બે મોટા ચમચા ઑલિવ ઑઇલમાં, એક મોટો ચમચો સફેદ વિનેગર ઉમેરી દોઢ લિટર ગરમ પાણીમાં મિક્ષ કરી. સ્પ્રે બૉટલમાં ભરી, ઉપયોગ કરતાં પહેલાં ગરમ પાણીમાં થોડું ડૂબાડી, સ્પોન્જ ફર્નિચર ઉપર છાંટેલા તે સ્પ્રેને સાફ કરવા સ્વચ્છ સુંવાળા કપડાંથી હલકે હાથે લૂછવું જોઈએ.
તાંબા-પિત્તળનાં વાસણને ચમકાવવા માટે 1/3 લિટર વિનેગર, 3 ચમચા મીઠું લેવું. પહેલાં સ્પ્રે બૉટલમાં વિનેગર નાખવું પછી તેમાં મીઠું ઉમેરવું. આ મિશ્રણ તાંબા પિત્તળનાં વાસણ ૫૨ છાંટો. થોડા સમય પછી કપડાંથી લૂછી વાસણો જોશો તો તેની ચમક વધે છે.
માઈક્રોવેવ ક્લીન કરવા માટે એક કપ પાણી લઈ, 1/4 કપ બેકિંગ સોડા માઈક્રોવેવ ઓવનના કપમાં ભરી, માઈક્રોવેવ ચાલુ કરી, ઉકળે ત્યાં સુધી ચાલુ રાખવું. પછી બંધ કરી બેકિંગ સોડા દોઢ લિટર ગરમ પાણીમાં ઓગાળવો. સ્પોન્જ અને ક્લોથ તેમ બોળી માઇક્રોવેવ ને સંપૂર્ણ રીતે સાફ કરવાથી તેની ગમે તેવી વાસ પણ દૂર થઈ જાય છે.