તાંબાના વાસણમાં પાણી પીવું આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. આપણને બધાને ખબર છે કે તાંબાના વાસણમાં પાણી પીવાથી શરીરમાં રહેલા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. પરંતુ તે એ બાબત પર પણ નિર્ભર કરે છે કે તમે કઈ રીતે તાંબાના પાણીનું સેવન કરો છો. તાંબાના પાણીનો વધુમાં વધુ ફાયદો લેવા માટે પાણીને રાત્રે તાંબાના વાસણમાં ભરી દો અને સવારે ખાલી પેટે આ પાણી પીવો.
તાંબામાં એન્ટીબેક્ટેરિયલ ગુણ મળી આવે છે, જે પાણી માંના ખરાબ બેક્ટેરિયાને ખતમ કરીને ડાયરિયા, લૂઝમોશન અને પીલિયા જેવી બીમારીઓથી બચાવે છે. તે વાત, પિત અને કફની ફરિયાદોને દૂર કરવામાં મદદ કરે છે. તે તમામ પ્રકારનાં બેક્ટેરિયાને દૂર કરે છે જે ઝાડા, કમળો, ડિસેન્ટ્રી અને અન્ય પ્રકારની રોગોનું કારણ બને છે.
તાંબામાં બેક્ટેરિયાનો નાશ કરવાની ક્ષમતા હોય છે. શરીરના હાનિકારક બેક્ટેરિયા તાંબામાં રાખેલું પાણી પીવાથી તુરંત નાશ પામે છે. જેથી આ પાણી પીનારા વ્યક્તિને બિમારીઓ થવાની શક્યતા ઓછી રહે છે. ગર્ભવતી મહિલાઓ માટે પણ તાંબાના વાસણમાં પાણી પીવું ખૂબ જ ફાયદાકારક છે, કેમ કે તાંબુ રેડ બ્લડ સેલ્સના નિર્માણમાં મદદરૂપ થાય છે, જે ગર્ભવતી મહિલાના ગર્ભમાં ઉછરી રહેલાં બાળક માટે જરૂરી છે.
આમ તો શરીરને ખૂબ જ ઓછી માત્રામાં કૉપરની જરૂર છે, પણ એ શુદ્ધ, શોષાય એવી રીતે મળે તો વધુ ફાયદો થાય. છ થી આઠ કલાક સુધી તાંબામાં રહેલા પાણીમાં અત્યંત સૂક્ષ્મ માત્રામાં તાંબાની અસર આવી જાય છે, જે શરીરની કૉપરની જરૂરિયાત આસાનીથી પૂરી કરી શકે છે.
કેન્સર થવા પર હંમેશા તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવું જોઈએ. કારણ કે તાંબાના વાસણમાં રાખેલુ પાણી વાત, પિત્ત અ કફની સમસ્યાને દુર કરે છે. આ પ્રકારના પાણીમાં એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે જે આ રોગ સામે લડવાની શક્તિ પ્રદાન કરે છે. અમેરીકન કેન્સર સોસાયટી અનુસાર, કોપર અનેક પ્રકારે કેન્સરના દર્દીઓની મદદ કરે છે. આ એક લાભકારી ધાતુ છે જેમાં રાખેલુ પાણી સૌથી વધુ લાભ પ્રદાન કરે છે. જે એન્ટી કેન્સર ઈફેક્ટનું કામ કરે છે
જો તમને પાચન પ્રક્રિયા અંગે કોઈ ફરિયાદ હોય તો તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી આ સમસ્યા દૂર થાય છે. જે વ્યક્તિને કબજીયાત અને એસિડિટીની ફરિયાદ રહેતી હોય તેણે નિયમિત તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવું જોઈએ. આમ કરવાથી તેની સમસ્યા દૂર થશે.
રોજ સવાર-સાંજ તાંબાના વાસણમાં પાણી પીવું. તેમાં યુરિક એસિડ મળી આવે છે, જે સાંધાઓના દર્દમાં રાહત અપાવે છે. સંધિવાની સમસ્યામાં તાંબાના વાસણમાં ભરેલું પાણી ખૂબ ફાયદાકારક છે. સંધિવા અને હાડકાના દર્દથી પીડાતા લોકોને રાહત મળે છે.
તાંબાના વાસણમાં ઓછામાં ઓછા 8 કલાક સુધી રાખેલૂ પાણી પીઓ, તેનાથી એસીડીટી તેમજ ગેસ દૂર થઇ જાય છે અને ડાયજેશન સુધરે છે. તાંબામાં એવા ગુણધર્મો હોય છે જે પેટને નુકસાન કરતાં બેક્ટેરિયાને મારી શકે છે, જેના કારણે પેટમાં અલ્સર અને ઇન્ફેકશન થતું નથી. તાંબુ પેટ, યકૃત અને કિડની બધાને ડિટોક્સ કરે છે. તાંબામાં હાજર એન્ટિ ઇફલેમેટરી પ્રોપર્ટીઝ દર્દમાં રાહત આપે છે.
તાંબામાં એન્ટી-બેક્ટેરિયલ તત્વ હોય છે, જે ઇજાને જલ્દીથી જ ભરી દે છે. ઇજા થવા પર રોજ તેના પાણીને પીઓ, ફાયદો મળશે. એન્ટિ-વાયરલ, એન્ટિ-બેક્ટેરિયલ અને બળતરા વિરોધી ગુણધર્મો કોપરમાં બાહ્ય અને આંતરિક ઘા અને ઇજાઓને ઝડપથી ભરવામાં મદદ કરે છે.
વધતી ઉંમર કોઈને ગમતી નથી, કારણ કે તેની સાથે અનેક સમસ્યાઓ શરૂ થઈ જાય છે. સ્ત્રી હોય કે પુરૂષો બન્ને ઈચ્છે કે વધતી ઉંમરની નિશાનીઓ છુપાયેલી રહે. ત્યારે તમે પણ જો એવું ઈચ્છતા હોય તો તાંબામાં રાખેલા પાણીને નિયમિત પીઓ. આ પાણી પીવાથી કરચલીઓ, ત્વચાનું ઢીલાપણુ વગેરે દુર થાય છે. આ પ્રકારનુ પાણી મૃત ત્વચા પણ દુર કરે છે અને નવી ત્વચા આવે છે.
કોપરની ધાતુના સ્પર્શવાળું પાણી શરીરની થાઈરોઈડ ગ્રંથિને નોર્મલ કરી દે છે અને તેની કાર્યપ્રણાલીને પણ નિયંત્રિત કરે છે. તાંબાના વાસણમાં રાખેલા પાણીને પીવાથી રોગ કાબુમાં આવે છે, બસ શરત એટલી કે પાણી અને સંગ્રહ કરેલું તાંબાનું વાસણ સ્વચ્છ હોવું જોઈએ. જો તમને સાંધાનો દુખાવો રહેતો હોય. પગમાં સોજો ચડી જતો હોય તો તાંબાના વાસણમાં રાખેલું પાણી તમને તેમાંથી છૂટકારો આપશે. ગોટલા ચડી જવાની બિમારીમાં પણ તાંબાનું પાણી ફાયદાકારક છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.