પાણી પીવું સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. શરીર માં પાણી ની માત્રા ખુબ જ લેવલ માં હોવી જરૂરી છે. સ્વસ્થ રહેવા માટે સામાન્ય માણસ એ દિવસ દરમિયાન ૮-૧૦ ગ્લાસ પાણી પી જવું જોઈએ. તાંબા ના વાસણ નું પાણી આયુર્વેદમાં ઉત્તમ માનવામાં આવે છે. આયુર્વેદમાં સવારે નરણે કોઠે તાંબા ના વાસણ નું પાણી ને પીવાનું ખુબ જ મહત્વ આપવામાં આવ્યું છે.
તાંબુ એક એવી ધાતુ છે જેમાં રાખેલું પાણી પીવાથી શરીર ના ઘણા બધા રોગો મટી જાય છે. સાથે સાથે તાંબા નું પાણી પીવાથી શરીર માં રહેલા અનેક ઝેરીલા દ્રવ્યો બહાર નીકળી જાય છે. તાંબા ના વાસણ માં આખી રાત રાખેલા પાણી ને “તામ્રજલ’ કહે છે. હાલ તાંબા ની બોટલ પણ મળી રહે છે. જે ખુબજ સરળતાથી રોજીંદા જીવન મા ઉપયોગ મા લઇ શકો છો, તાંબાના લોટા, જગ કે ગ્લાસમાં ઓછામાં ઓછુ આઠ કલાક રાખેલું પાણી પીવું સ્વાસ્થ્ય માટે અત્યંત લાભકારી હોય છે. બેક્ટેરીયાને ખતમ કરે છે.
આજ ની ભાગદોડ વાળા જીવન માં અને અસંતુલિત ખાણીપીણી ને કારણે નાની ઉમર માં જ બધાને ગઠીયા વા ની સમસ્યા થઇ જાય છે. તાંબા ના પાણી માં એવા ગુણ હોય છે. જેનાથી શરીર માં યુરિક એસીડ ઓછું થઇ જાય છે, અને તેથી જ ગઠીયા વા અને સાંધા ના દુખવામાં રાહત મળતી થઇ જાય છે.
તાંબા નું પાણી પીવાથી કે તાંબા ની બોટલ મા રાખેલ પાણી પીવાથી ત્વચા પર કરચલીઓ પડતી નથી. ત્વચા જલ્દી ઢીલી પડતી નથી, ડેડ સ્કીન પણ નીકળી જાય છે. અને ચહેરો હમેશા જવાન અને ચમકીલો દેખાય છે. કોપરમાં એન્ટીઓકિસડન્ટ ગુણ હોય છે જે ચહેરાના ડાઘ દૂર કરે છે, તે ત્વચા પર એક રક્ષણાત્મક સ્તર બનાવે છે, સ્કીન માટે જાત જાત ના કોસ્મેટીક વાપરવાની જગ્યાએ તાંબા ના વાસણ માં રાખેલું પાણી પીવું જોઈએ. નિયમિત રીતે આ પાણી પીવાથી ત્વચા ગ્લોઇન્ગ અને સ્વસ્થ રહે છે.
થાઈરેક્સીન હોર્મોન્સ ના અસંતુલન ને કારણે થાઈરોઈડ ની બીમારી થાય છે. તાંબા નું પાણી શરીર માં થાઈરેક્સીન હોર્મોન્સ ને સંતુલિત કરે છે. તણાવ ને કારણે હૃદય ઉપર દબાવ વધે છે. હમેશા તણાવ માં રહેતી વ્યક્તિઓ ને પણ હૃદય રોગ ની સમસ્યા થઇ શકે છે. તાંબા નું પાણી પીવાથી શરીર માં લોહી નું પરિભ્રમણ વધી જાય છે અને લોહી માં રહેલું ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થઇ જાય છે, અને હૃદયરોગ ની બીમારી થતી નથી.
લોહી ની કમી હોય તો તાંબા નું પાણી પીવું ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. લોહીની ઉણપ વધારે પડતું મહિલાઓ માં વધારે જોવા મળે છે.તેવામાં શરીર ને તાંબા ની જરૂર પડે છે. તાંબુ શરીર ને આવશ્યક પોષક તત્વો ને અવશેષીત કરવામાં મદદ કરે છે એટલે જ તાંબા ના વાસણ માં રાખેલું પાણી લોહી ની ઉણપ અને લોહીના વિકારોને દૂર કરે છે.
વજન ઘટાડવા માટે તો કસરત ની સાથે સાથે તાંબા ના વાસણ માં રાજ્હેલું પાણી પણ પીવો. આ પાણી પીવાથી શરીર માં વધારા ની ચરબી બળી જાય છે. શરીર માં કોઇપણ પ્રકાર ની કમજોરી રહેતી નથી.
પેટ માં ગેસ ની સમસ્યા છે તો તાંબા નું પાણી નિયમિત પીવું જોઈએ. આયુર્વેદ મુજબ શરીર માં રહેલા વધારા ના નકામાં તત્વો ને બહાર કાઢવામાં તાંબાનું પાણી મદદ કરે છે. તાંબા માં રાખેલું પાણી પીવાથી પાચન સંબંધિત સમસ્યાઓ દૂર થઇ જાય છે. એનીમિયા થી બચવા માટે તાંબા માં રાખેલું પાણી પીવું જોઈએ. કારણ કે એનીમિયા થવાનું મુખ્ય કારણ છે શરીર માં તાંબા ની ઉણપ.
કેન્સર સામે લડવામાં સહાયકકેન્સર થવા પર હંમેશા તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવું જોઈએ. કારણ કે તાંબાના વાસણમાં રાખેલુ પાણી વાત, પિત્ત અ કફની સમસ્યાને દુર કરે છે. આ પ્રકારના પાણીમાં એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે જે આ રોગ સામે લડવાની શક્તિ પ્રદાન કરે છે.
તાંબાના વાસણમાંથી પાણી પીવાથી અતિસાર, કમળોની મરડો અને અન્ય પ્રકારના રોગના તેવા તમામ પ્રકારના બેક્ટેરિયા દૂર થાય છે.તાંબાના વાસણમાં બળતરા વિરોધી ગુણધર્મો છે જે પીડાને રાહત આપે છે. જો તાંબાનાં વાસણમાં રાખેલું પાણી પીવાથી તે હાડકાંને મજબૂત બનાવે છે, અને તે જ સમયે રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.