શું તમે પણ સ્વસ્થ જીવન જીવવા માંગો છો? તો આટલી બાબતો નું અવશ્ય ધ્યાન રાખો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

તંદુરસ્ત જીવનશૈલી મેળવવા તેમના જીવન માં રહેલી અમુક ખરાબ ટેવો સુધારી અને સારી આદતો પડી શકાય.સ્વસ્થ જીવન માટે પ્રસન્ન મન અને મિતાહાર એ બે વાત અનિવાર્ય છે. આયુર્વેદ કહે છે ઉપવાસથી જે લાભ થાય છે તે જ લાભ અલ્પાહારથી થાય છે.મૃત્યુ ભૂખ્યા રહેવા કરતાં વધુ ખાવાથી થાય છે. વધુ ખાનારામાં અધિક રોગો ઘર કરી બેસે છે.

ડાયાબિટીસ જેવા કાયમી રોગો પણ તેનાથી થાય છે. ખોરાકમાં રોજ પેટને 50 ટકા જ ભરવું જોઈએ. એવો નિયમ છે. 25-25 ટકા પાણી અને હવા માટે ખાલી રાખવું જોઈએ. એટલે કે ભૂખ કરતાં અડધું ભોજન કરવું એ સ્વાસ્થ્ય માટે ખૂબ હિતાવહ છે.રોજિંદા જીવનમાં થોડું ઘણું પણ ધ્યાન રાખવામાં આવે તો બીમારીઓ અને દવાઓના ખર્ચાથી બચી શકાય. પણ સ્વાસ્થ્ય જાળવવા માટે જીવનમાં કેટલાક નિયમોનું પાલન કરવું બહુ જ જરૂરી હોય છે. કારણ કે બેદરકારી અને અસ્ત-વ્યસ્ત જીવન જ રોગોનું કારણ બને છે.

જો દરેક વ્યક્તિ પોતાના રોજિંદા જીવનમાં કેટલીક નાની-નાની બાબતોને અનુસરે અને નિયમોનું પાલન કરે તો તે શરીરને હમેશા સશક્ત અને નિરોગી રાખી શકે છે.ધાતુ ની સમતા એ આરોગ્ય, ધાતુની વિષમતા એ રોગ વાત, પિત અને કફનું સરખાપણું એ આરોગ્ય છે તેમ જ વાત, પિત અને કફનું વૈસમ્ય એ જ રોગ છે. વાત, પિત, કફ જ તમામ રોગોની ઉત્પત્તિના કારણરૂપ છે.

શરીર માટે વિજ્ઞાનીઓએ આઠ મહારોગ ગણાવ્યા છે, જે આહારને અનુલક્ષીને થતા રોગો છે. જેમ કે, 1. વાતવ્યાધિ, 2. પથરી, 3. કોઢ, 4. મધુપ્રમેહ, 5. ભગંદર, 6. હરસ, 7. મેદોવૃદ્ધિ (સ્થૂળતા), 8. સંગ્રહણી. આ રોગોનું મૂળ કારણ જિહ્‌વાનો સ્વાદ ગણાય છે. રોગીને રોગનું કષ્ટ હોવા છતાં એ રસાસ્વાદ ત્યજી શકતો નથી, એટલે એનો રોગ નિવૃત્ત થતો નથી. આયુર્વેદ મુજબ તામસી ખોરાક લેનાર મનુષ્યમાં કુશાગ્ર પ્રતિભા, દૃઢ નિર્ણયશક્તિ, સ્વબોધ ક્ષમતા તથા ઉચ્ચ નૈતિકબળ નહીંવત્‌ હોય છે.

જમતી વખતે જેવું આવ્યું તેવું જમી લેવું તે સાત્ત્વિકતા અને સ્વસ્થતાની નિશાની છે. ભલે કાચું-પાકું કે ઓછા-વત્તા મસાલાવાળું ભોજન હોય, પરંતુ જમતી વખતે તેની ચર્ચા બિલકુલ ન કરવી જોઈએ. ઉપનિષદમાં કહ્યું છે:  અન્નને વખાણતાં વખાણતાં જમવું. અથર્વવેદ કહે છે : ખાદ્ય પદાર્થને વગોવતાં વગોવતાં કદી ન જમવું. તેમજ દ્વેષી માણસનું અન્ન ન ખાવું. વિદુરનીતિમાં કહ્યું છે : એકલાએ સ્વાદિષ્ટ ભોજન જમવું નહીં. (અર્થાત્ જે કંઈ ખાવું તે વહેંચીને ખાવું.) એકલાએ કોઈ કાર્યનો વિચાર કરવો નહીં. એકલાએ પંથ કાપવો નહીં અને ઘણા સૂતા હોય ત્યાં એકલાએ જાગતાં બેસવું નહીં.

મોટાભાગના લોકો માટે “સ્વસ્થ જીવનશૈલી” નો અર્થ એ છે કે વ્યક્તિમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંને સંતુલિત હોય છે અથવા એક સાથે સારી રીતે કાર્ય કરે છે. ઘણા કિસ્સાઓમાં, શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા હોય છે, જેથી એકમાં પરિવર્તન (સારું કે ખરાબ) બીજાને સીધી અસર કરે છે. માનસિક તણાવ અનેક આધુનિક બીમારીઓનો જન્મદાતા છે. તણાવમુક્ત જીવન સ્વાસ્થ્ય માટે અતિ આવશ્યક છે. અનેક પ્રયોગો તણાવમુક્ત જીવન માટે મદદરૂપ થઈ શકે.

જીવનમાં સકારાત્મક લાગણીઓને વધારવા અને આનંદિત રહેવા માટેની શ્રેષ્ઠ રીત એ છે કે બીજા લોકો માટે કંઈક સારું કરવું. સામાજિક કાર્યમાં વ્યસ્ત રહેવું, સ્થાનિક કેન્દ્રોમાં સ્વૈચ્છિક કામ કરવું. જરૂરિયાતમંદ લોકોને તમારી સેવા આપી અને શક્ય એટલી મદદકરવી , જેથી એ આનંદમાં રહી શકે.જીવનને માણવા માટે સમય કાઢો,બહાર ફરવા જાઓ અને કુદરતી વાતાવરણમાં સમય વ્યતીત કરો.

તમારા બગીચાને સજાવો અથવા બગીચામાં જાઓ અથવા ઘરમાં નાના ફૂલ-છોડ લાવો અને એની સંભાળ લો. સૂર્યસ્નાન કરો,મનગમતું સંગીત સાંભળવું  અથવા ચાલવા જવું. હળવી કસરત કરવી , જેમ કે યોગ અથવા બીજી કંઈ પણ જેવી રમત રમવી, જે  શરીરને હળવુંફૂલ રાખવામાં મદદ કરે.કામ કરવાનું ક્યારેય બંધ કરવું નહિ, શીખતા રહેવું  અને જીવન મુક્તમને માનવું.

 

 

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top