સંસ્કૃત માં વિશ્વભેષજ તરીકે ઓળખાતી અને વિશ્વ ની ઉત્તમ ઔષધિ કહી શકાય એવી ઔષધિ વિષે જાણો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

સૂંઠ નું મૂળ સંસ્કૃત નામ વિશ્વભેષજ અને નાગર છે. સૂંઠ પ્રકૃતિમાં થોડી સ્નિગ્ધ, હલકી, ઉષ્ણવીર્ય, દીપન, રોચન, સ્વાદમાં તીખી તથા કફ અને વાયુનાશક તથા પીડા શામક છે.સૂંઠ નો ફાંટ બનાવી ને તે અનેક દર્દો ના નિવારણ માટે વાપરવામાં આવે છે . તો ચાલો આપણે તે બનાવની વિધિ વિષે જાણીએ.

સૂંઠનો ફાંટ બનાવવાનો વિધિ: સૂંઠનો ફાંટ નીચે પ્રમાણે બનાવવો. તે અનેક દર્દોમાં ઉપયોગી છે. ૨૦૦ ગ્રામ જેટલું પાણી ઉકાળો તેમાં ૧૦ ગ્રામ જેટલું સૂંઠનું ચૂર્ણ નાખવું તથા વાસણને ચૂલા પરથી ઉતારી ઢાંકી રાખવું. એ પાણી ઠંડું થાય એટલે ગાળી લેવું. હવે આ ફાંટ ને કયા રોગો માં કઈ રીતે વાપરવો એ વિગતવાર જોઈએ.

પેટમાં શૂળ : ખોરાક લીધા પછી પેટમાં દુઃખાવો થતો હોય ત્યારે સૂંઠના ઉપર મુજબ બનાવેલા ફાંટમાંથી ૫૦ ગ્રામ જેટલું પ્રવાહી લઈ દર્દીને પીવડાવવું. ઉપરાંત એ પ્રવાહીથી શરદી, ઉધરસ, દમ, તાવ વગેરેમાં ફાયદો થશે. તથા કફ અને વાયુનો નાશ થાય છે. જઠરાગ્નિ પ્રદિપ્ત થાય છે. શરદીના દિવસોમાં ઠંડીથી બચવા માટે આવું નવશેકું પાણી પીવાથી ખૂબ ઉત્તમ લાભ થાય છે.

સૂંઠનો ફાંટ પીવાથી પેટમાં ગૅસનો સંગ્રહ થતો નથી. રાત્રે સૂતી વખતે પીવાથી ઊંઘ સારી આવે છે. ફૂલેલું પેટ વાયુ સરી જવાથી બેસી જઈ મૂળ સ્થિતિમાં આવે છે. અને છાતીમાં થતી પીડા શમે છે. દહીંના ઘોળવામાં સૂંઠ, સિંધવ અને શેકેલું જીરૂં નાખીને ખોરાક તરીકે ઉપયોગ કરવાથી પાચનતંત્ર સુધરે છે. અને ઝાડાના કાયમનાં દર્દો મટે છે. આ પ્રયોગ દરમિયાન પાણીને બદલે સૂંઠના પાણીનો જ પીવા માટે ઉપયોગ કરવો તેથી વધુ ફાયદો થાય થશે.

પેટમાં ગૅસ થતો હોય તો : સૂંઠને ગોળ સાથે લેવાથી વાયુનો નાશ થાય છે. શરદીને કારણે કાન બહેરા થયા હોય તો સૂંઠ અને કોપરું ચાવીને તેને જે તરકનો કાન દુઃખતો હોય તે તરફના જડબામાં રાખી મૂકવું. હાંફ ચડી હોય તો સૂંઠ, મરી તથા પીપર સરખે ભાગે મેળવી બે થી અઢી ગ્રામ જેટલું મધમાં ચાટવાથી હાંફણ મટે છે.

તાવ માટે સૂંઠ વાટી ગરમ કરી કપાળે લગાડી ઓઢીને સૂવાથી પસીનો થઈ તાવ ઉતરી જાય છે. માથા તથા છાતી ઉપર સૂંઠનો ભૂકો ઘસવાથી શરદી મટે છે. તથા માથાનો દુઃખાવો પણ મટે છે. નસોની તાકાત માટે: સૂંઠ અને ખારેકનો ઠળિયો ઘીમાં ઘસીને નસો ઉપર માલિશ કરવાથી નબળી પડેલી નસોમાં તાકાત આવે છે.

અપચા અને વાયુને કારણે ગભરામણ થતી હોય તો સૂંઠનો આ પ્રયોગ કરો: ઘણી વખત ગૅસ અને અમ્લપિત્તને કારણ કબજિયાત થાય, પેટમાં વાયુ ભરાઈને ફૂલી જાય તથા વાયુનું ઊર્ધ્વગમન થઈને હૃદય પર દબાણ આવે, છાતીમાં ગભરામણ થાય અને ચકકર આવવા મંડે એટલે થોડું ભારે શરીર ધરાવતી વ્યકિતઓ આને હ્રદયરોગ માની લઈને તાત્કાલિક કાર્ડિયોગ્રામ કઢાવવા દોડી જઈ નાણા અને શકિતનો વ્યય કરે છે તથા હાર્ટઍટૅકના ભયને કારણે જિંદગી રસ ગુમાવી બેસતાં હોય છે. તેમાં આ પ્રયોગ કરવા જેવો છે.

એક ગ્લાસ જેટલા (૨૦૦ ML )પાણીમાં ૫ ગ્રામ જેટલું સૂંઠનું ચૂર્ણ નાખી ઉકાળો. અર્ધું પાણી બળી જાય એટલે ઉતારી લો અને ગાળી લો. ત્યારબાદ તેમાં દેશી એરંડિયું બે ચમચીની માત્રામાં ઉમેરી હલાવીને ગભરામણવાળા દર્દીને પીવડાવી દેવું. સવારે નરણાકોઠે આ પ્રયોગ કરવો. એક બે કલાકમાં જ વાયુનું અનુલોમન થઈ જુલાબ લાગશે અને પેટ હળવું બની જશે. થોડા દિવસ દરરોજ આ પ્રયોગ કરવાનું રાખવું, ત્યારબાદ દર મહિને સતત ત્રણ દિવસ સુધી આ ઉપચાર ચાલુ રાખવો. થોડા દિવસમાં ગૅસ-વાયુને કારણે થતી તકલીફો દૂર થઈ જશે અને વાયુ તેની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરશે.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top